તહેવારોમાં વિમાન ભાડામાં જંગી વધારા પર લગામ લગાવવા સરકારનો પ્લાન

by Investing A2Z

નવી દિલ્હી- વિમાન મુસાફરી (Air Fare) કરનાર માટે આનંદના સમાચાર છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય(Directorate General of Civil Aviation- DGCA) વિમાન ભાડાને લઈને નવા નિયમો બનાવવાની તૈયારીમાં છે. જેમાં તહેવારો અને રજાઓમાં વિમાન ભાડામાં (Flight Fare Increase During Festivals and Holidays) મનફાવે તેટલો જંગી વધારો કરાય છે, તેના પર લગામ લાગી જશે.

સંસદની એક સમિતિએ વિમાનના ભાડામાં એકાએક વધારો થવાની બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જે પછી DGCA એ નવા નિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. ડીજીસીએનું કહેવું છે કે ઝડપથી વિમાન ભાડા અંગે દિશા- નિર્દેશ જાહેર કરાશે.

સંસદની લોક લેખા સમિતિની સામે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના (Ministry of Civil Aviation) મોટા અધિકારી અને કેટલાક એરલાઈન્સના માલિક હાજર થયા હતા. સમિતિના સભ્યોએ વિમાન ભાડા અને વિમાનોની સુરક્ષાને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક સાંસદોએ કહ્યું હતું કે સિવિલ એવિએશન સિક્યોરિટીના બ્યૂરો દ્વારા ઓડિટ થવું જોઈએ.

મહાકુંભ અને પહેલગામ આતંકી હૂમલા વખતે….

સમિતિના સભ્યોએ અલગઅલગ પાર્ટીઓને અધિકારીઓ અને એરલાઈન્સના માલિકોને વિમાન ટિકિટોમાં મનફાવે તે રીતે કીમતોને લઈને પ્રશ્ન પુછવામાં આવ્યા હતા. જેમાં કેટલાય ઉદાહરણો આપવામાં આવ્યા હતા. જેમ કે પહેલગામમાં આતંકી હૂમલા પછી શ્રીનગરથી આવતીજતી તમામ ફ્લાઈટોના ભાડામાં ભારે વધારો થયો હતો. તેમજ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મનફાવે તેટલા વિમાન ભાડા વસુલવામાં આવ્યા હતા.

જાણવા મળ્યા મુજબ ડીજીસીએએ કહ્યું હતું કે આવા આકસ્મિક સંજોગો, મેળાવડો, કુંભ, તહેવારો કે રજાઓમાં વિમાનભાડામાં અનેકગણા ભાડા ન વસુલાય તે માટે નવા નિયમ બનાવશે. તેનો અર્થ એ છે કે હવે જ્યારે તહેવારો આવે કે પછી રજાઓ હોય ત્યારે વિમાન માલિકોની મનમાની નહી ચાલે. ડીજીસીએ ખૂબ ઝડપથી આ અંગે દિશા-નિર્દેશ જાહેર કરશે. જેથી વિમાન મુસાફરી કરનારને રાહત મળશે.

Top Trending News

ગુજરાત ભારતના ક્રૂઝ પર્યટન ક્ષેત્રે અગ્રેસર બનવા તૈયાર, જાણો સમગ્ર રીપોર્ટ

એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટના પછી તપાસ બ્યૂરોનો હજી સુધી કોઈ રીપોર્ટ આવ્યો નથી. આ વિમાન દુર્ઘટના અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થઈ હતી. જેમાં 270 લોકોના મોત થયા હતા. વિમાનમાં 242 લોકો મુસાફરી કરતા હતા જેમાંથી 241ના મૃત્યુ થયા હતા અને  એક વ્યક્તિ બચી ગયો હતો. જાણવા મળ્યા મુજબ તપાસ હજી ચાલુ છે. બ્યૂરો પાસે રીપોર્ટ જમા કરાવવા માટે 30 દિવસનો સમય છે.

Related Posts

Leave a Comment