નવી દિલ્હી- આજે પહેલી જુલાઈને મંગળવારથી દેશમાં કેટલાક મોટા ફેરફાર થયા છે અને તેનો અમલ પણ આજથી શરૂ થયો છે. જેની સીધી અસર રેલવેમાં મુસાફરી કરતાં યાત્રિકો, ક્રેડિટ કાર્ડ (Crdeit Card) યુઝર્સથી લઈને એલપીજી (LPG) યુઝર્સ સુધી જોવા મળશે.(Seven changes burden on your pocket)
જુલાઈની શરૂઆતથી જ રેલવેમાં મુસાફરી કરનાર પર રેલવે ટિકિટમાં (Railway Ticket) વધારાનો માર પડશે. તો આ મહિનાથી જ એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી બેંકોના ક્રેડિટ કાર્ડ યુઝ કરનારને પણ ઝાટકો વાગશે. તેની સાથે પાન કાર્ડની અરજી માટે સીબીડીટીનો નવો આદેશ આજે પહેલી તારીખથી લાગુ થયો છે.
પહેલો ફેરફાર
પહેલી જુલાઈથી નવા પાન કાર્ડ માટે અરજી કરતી વખતે હવે અરજી કરનાર માટે આધાર કાર્ડ ઓથેંટિકેશન ફરજિયાત થયું છે. (Aadhaar card authentication mandatory) અત્યાર સુધી પાન કાર્ડ માટે અરજી કરનાર માટે ઓળખપત્ર અને જન્મનું પ્રમાણપત્રની જરૂર પડતી હતી. પણ પહેલી તારીખથી આ નિયમ બદલાયો છે. સીબીડીટીના આદેશ મુજબ (Aadhar card authentication for new PAN card) આધાર કાર્ડથી જ પાન કાર્ડની અરજી કરી શકાશે. (New PAN card will not be available without Aadhaar card)
બીજો ફેરફાર
ભારતીય રેલવે (India Railway) દ્વારા મુસાફરી કરનાર યાત્રિકો સાથે જોડાયેલ છે. તે અનુસાર લાંબાગાળાના સમય પછી પહેલી જુલાઈ, 2025થી ટ્રેનની ટિકિટમાં વધારો થયો છે. (Railway ticket fare hike) જેમાં નોન એસી મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટરે એક પૈસાનો વધારો થયો છે. જ્યારે એસી કલાસમાં પ્રતિ કિલોમીટરે બે પૈસાનો વધારો થયો છે. 500 કિલોમીટરની યાત્રા માટે સેકન્ડ કલાસ ટ્રેનની ટિકિટની કીમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી. જો 500 કિલોમીટરથી વધારે લાંબી યાત્રા હશે એટલે 500 કિમી લાંબા રૂટની ટ્રેનોમાં પ્રતિકિલોમીટરે અડઘો પૈસા વધારે આપવાના રહેશે.
ત્રીજો ફેરફાર
તે પણ રેલવે સાથે જોડાયેલો છે. હવે પહેલી જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે પરવાનગી માટે એવા યુઝર્સને હશે કે જેણે પોતાના આઈઆરસીટીસી એકાઉન્ટની સાથે આધાર કાર્ડ નંબરની ખરાઈ કરી હોય એટલે કે આધાર કાર્ડ દ્વારા પોતાની ઓળખ પાકી કરવી પડશે. (Changes in Tatkal ticket booking in Railways) તત્કાલ ટિકિટમાં થતાં ચેડાને રોકવા માટે તત્કાલ ટિકિટ બુકિંગ રૂલ્સમાં ફેરફાર કરવાનો સૌથી મોટો નિર્ણય લેવાયો છે. (Aadhaar identification for Tatkal ticket booking)
ચોથો ફેરફાર
દર મહિને જુલાઈ મહિનાના પહેલા દિવસે લોકોની નજર એલપીજી સિલિન્ડરની કીમતોમાં થનાર ફેરફાર પર રહે છે. (Changes in LPG cylinder prices) ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા થનાર ફેરફાર પર રસોઈના બજેટ સાથે જોડાયેલ હોય છે. વીતેલા કેટલાય સમયમાં તેલ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કીમતોમાં ફેરફાક કર્યો છે. પણ ઘરેલુ ગેસ સિલિન્ડરની કીમતો યથાવત જ રહી છે. પહેલી જૂને તેલ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરની કીમતો 24 રૂપિયા ઘટાડી હતી. હવે લોકોને 14 કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની કીમતોમાં ઘટાડો થવાની આશા રાખી રહ્યા છે.
પાંચમો ફેરફાર
1 જુલાઈથી પાંચમો ફેરફાર વિમાનમાં મુસાફરી કરતાં મુસાફરો સાથે જોડાયેલ છે. ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી કીમતોની સાથે સાથે એર ટર્બાઈન ફ્યૂલની કીમતોમાં પણ સંશોધન કરે છે, (Changes in air turbine fuel prices for aircraft) અને તેમાં વધારો કે ઘટાડો તેની સીધી અસર એરલાઈન્સમાં સફર કરનાર પર પડે છે. વીતેલા મહિને પહેલી જૂન, 2025ના દિવસે કંપનીઓએ એટીએફની કીમતોમાં ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં એટીએફની કીમતો 83,072.55 રૂપિયા પ્રતિકિલામીટર થઈ હતી. જેમાં રૂપિયા 3,954.38નો ઘટાડો થયો હતો.
Top Trending News
ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતાં ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
છઠ્ઠો ફેરફાર
છઠ્ઠો ફેરફાર બેંક સાથે જોડાયેલો છે. જેમાં એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ માટે જુલાઈની શરૂઆત ખર્ચમાં વધારા સાથે થશે. સાથે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ યુઝર્સને પણ ઝાટકો વાગશે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે યુટિલિટી બિલ પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ફી આપવી પડશે. (Changes for HDFC Bank credit card users) સાથે ક્રેડિટ કાર્ડથી ડિજિટલ વૉલેટ્સ(Paytm, Mobikwik, FreeCharge, Ola Money) માં મહિનાભરમાં 10,000 રૂપિયાથી વધુ રકમ નાંખનાર પર 1 ટકા ચાર્જ લાગશે. (Big change for credit card users) આઈસીઆઈસીઆઈ બેંક એટીએમમાંથી હવે મેટ્રો સિટીમાં 5 ટ્રાન્ઝક્શન લિમિટ પછી કોઈ પણ રકમ ઉપાડ પર 23 રૂપિયા ચાર્જ લાગશે. (Changes in ICICI Bank ATM charges) નોન મેટ્રો શહેરોમાં આ લિમિટ ત્રણ ટ્રાન્ઝક્શનની નક્કી કરાઈ છે. IMPS ટ્રાન્સફર પર નવો ચાર્જ લાગુ થશે. 1000 રૂપિયા સુધી મની ટ્રાન્સફર પર 2.50 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝક્શન, તેનાથી વધારે અને એક લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર પર 5 રૂપિયા અને 1 લાખથી વધારે પાંચ લાખ સુધીના ટ્રાન્ઝક્શન પર 15 રૂપિયા ચાર્જ લાગશે.
સાતમો ફેરફાર
પહેલી જુલાઈથી સાતમા ફેરફારની અસર દિલ્હીના વાહન ચાલકો પર જોવા મળશે. દિલ્હીમાં પહેલી જુલાઈથી જૂના વાહનોને પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ કે ડીઝલ નહી આપવાનું જાહેરાત કરાઈ છે. (Old vehicles in Delhi will not get petrol and diesel) કમિશન ફોર એર કવૉલીટી મેનેજમેન્ટ (Commission for Air Quality Management) અનુસાર જુલાઈની પહેલી તારીખથી 10 વર્ષ જૂના ડીઝલના વાહનો અને 15 વર્થી જૂના પેટ્રોલના વાહનોને પેટ્રોલ પમ્પ પર ફ્યૂલ આપવાની પરવાનગી મળશે નહી.