વિદેશી હૂંડિયામણ અનામતમાં વધારો, ઑલ ટાઈમ હાઈની નજીક

by Investing A2Z

મુંબઈ- ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત (Foreign exchange reserves) ફરી એકવાર 700 બિલિયન ડૉલરને વટાવી ગયું છે. 27 જૂન, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી હૂંડિયામણ અનમાતમાં (Foreign Currency reserves) એટલો વધારો થયો કે આપણું અનામત 702 બિલિયન ડૉલરને વટાવી ગયું છે. આના એક અઠવાડિયા પહેલા તેમાં 1.02 બિલિયન ડૉલરનો ઘટાડો થયો હતો. હવે આપણે સૌથી વધુ ઊંચા લેવલથી ફક્ત 2.1 બિલિયન ડૉલર પાછળ છીએ. જો આપણું વિદેશી હૂંડિયામણ અનામત આ ગતિએ વધતું રહેશે, તો આવતા સપ્તાહે આપણે નવી ઊંચાઈએ પહોંચી જઈશું.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India – RBI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર 27 જૂન, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 4.849 બિલિયન ડૉલરનો વધારો થયો છે. હવે આપણું અનામત ભંડાર વધીને 702.784 બિલિયન ડૉલર થયું છે. આના એક અઠવાડિયા પહેલા 20 જૂને, આપણા અનામતમાં 1.015 બિલિયન ડૉલરનો ઘટાડો થયો હતો. નોંધનીય છે કે અગાઉ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન આપણા વિદેશી હૂંડિયામણ અનામત 704.885 બિલિયન ડૉલરના રેકોર્ડ ઊંચા લેવલે હતું.

રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર ભારતની વિદેશી ચલણ સંપત્તિમાં ભારે વધારો થયો છે. 27 જૂન 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન આપણી વિદેશી ચલણ સંપત્તિ (FCA) માં 5.754 બિલિયન ડૉલરનો વધારો થયો છે. આના એક અઠવાડિયા પહેલા 0.36 બિલિયન ડૉલરનો ઘટાડો થયો હતો. હવે આપણા FCA અનામત વધીને 594.823 બિલિયન ડૉલર થઈ ગઈ છે. નોંધનીય છે કે વિદેશી ચલણ સંપત્તિ (FCA) દેશના કુલ વિદેશી ચલણ અનામતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ડૉલરમાં દર્શાવવામાં આવતી વિદેશી ચલણ સંપત્તિમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ ચલણોમાં વધઘટની અસરોનો પણ સમાવેશ થાય છે.

Top Trending News

ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ! જાણો હવામાનનું એ ટુ ઝેડ

ગત સપ્તાહમાં આપણા સોનાના ભંડારમાં ઘટાડો (India’s gold reserves) થયો છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 27 જૂને આપણા સોનાના ભંડારમાં 1.239 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. 20 જૂને 5.73 મિલિયન ડૉલરનો ઘટાડો થયો હતો. આ સાથે આપણો સોનાનો ભંડાર હવે ઘટીને USD 84.504 બિલિયન થઈ ગયો છે.

Related Posts

Leave a Comment