અમદાવાદ- સોના ચાંદી બજારમાં વીતેલા સપ્તાહે ઘટાડો આવ્યો હતો. સોનામાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતાં સોનાના ભાવ (Gold Rate Today) ઘટ્યા હતા. જો કે ચાંદીના ભાવ (Silver Rate Today) સ્ટેબલ રહ્યા હતા. સોનાના ભાવ (Gold Prices Today) ઘટવા પાછળ અનેક કારણો હતા, પણ સપ્તાહ ટુ સપ્તાહ જોઈએ તો સોનાના વાયદામાં (Gold Future) તેજીવાળા ખેલાડીઓની ભારે વેચવાલી રહી હતી અને નવી લેવાલીનો અભાવ હતો. ગોલ્ડનો ભાવ 3300 ડૉલરની નીચે ગયો હતો, તે એક મહત્વની વાત હતી.(Gold Silver Market Analysis)
હવે આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ હજી વધુ ઘટશે? (Will gold and silver prices fall further next week)
શું સોના ચાંદી મંદીમાં આવી ગયા છે?
તેજીવાળા ખેલાડીઓ ફરીથી લેવાલ થશે કે નહી?
હાલ કમુરતા અને ચોમાસાની સીઝનમાં ઘટતા ભાવે ખરીદી આવશે ખરી? (Purchase opportunity in Gold)
ટેકનિકલી સોના ચાંદી બજાર કેવું રહેશે?
જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝની મંદી પુરી થશે?
આ તમામ સવાલના જવાબ માટે આપણે આ વીડિયોમાં વિસ્તારથી ચર્ચા કરીશું.
જૂઓ વીડિયો….
સૌથી પહેલા સોના ચાંદીના સપ્તાહિક વધઘટ પર નજર કરીશું….
અમદાવાદ સોના ચાંદી બજારમાં (Bullion Market) 24 કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામે 3500 તૂટી રૂપિયા ભાવ રૂપિયા 98,500 રહ્યો હતો. સોનું ભારતીય કરન્સી રૂપિયામાં એક લાખની નીચે આવી ગયું હતું. ચાંદી ચોરસા પ્રતિ કિલાગ્રામે રૂપિયા 2500 તૂટી ભાવ 1,04,000 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહ દરમિયાન શરૂમાં વધીને 3413 ડૉલર થઈ અને ત્યાંથી તૂટી 3282 ડૉલર થયો હતો અને સપ્તાહને અંતે 3302 ડૉલર બંધ રહ્યો હતો. ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચરમાં સપ્તાહ દરમિયાન 83 ડૉલરનું ગાબડું પડ્યું હતું.
સિલ્વર જુલાઈ ફયુચર સપ્તાહની શરૂઆતે વધી 36.79 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 35.19 ડૉલર થઈ સપ્તાહને અંતે 36.02 ડૉલર રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ ભાવ ટકેલો હતો.
સ્પોટ ગોલ્ડ સપ્તાહ દરમિયાન વધી 3399 ડૉલર થઈ અને ઘટી 3255 ડૉલર થઈને અંતે 3274 ડૉલર રહ્યું હતું.
સ્પોટ સિલ્વર સપ્તાહ દરમિયાન વધી 36.85 ડૉલર અને 35.27 ડૉલરની રેન્જમાં અથડાઈને અંતે 36 ડૉલર રહી હતી.
વીતેલા સપ્તાહે બે ન્યૂઝ વધુ મહત્વના રહ્યા છે. એક તો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થયું અને બીજુ ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલના પ્રોત્સાહક નિવેદનને કારણે ગોલ્ડમાં સાર્વત્રિક વેચવાલી આવી હતી.
ઈરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની સત્તાવાર જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. પહેલા ટ્રમ્પે ઈરાનની ન્યૂક્લીયર સાઈટ્સ પર હવાઈ હૂમલો કર્યો અને ન્યૂક્લિયર સાઈટ્સ પર ભારે તબાહી મચાવી દીધી હતી. અને પછી ઈરાન સાથેની વાટાઘાટોને અંતે યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા. જો કે ખાડી દેશો વચ્ચેની અસ્થિરતા હતી તે હાલ પુરતી સમાપ્ત થઈ છે. જીઓ પોલિટિકલ ટેન્શન સમાપ્ત થયું છે. જેને કારણે વૉલ સ્ટ્રીટમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી અને ડૉલર ઘટ્યો હતો. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટી ગયા હતા. જે પછી ગોલ્ડમાં ઊંચા મથાળે નવી લેવાલી અટકી અને ભારે વેચવાલી ફરી વળી હતી.
બીજી તરફ યુએસ ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે હજી આપણે મોંઘવારી દર પર નજર રાખવી પડશે. જુલાઈનો મોંઘવારીનો દર શું આવે છે, તે પછી ફેડ રેટ કટ કરવાનો નિર્ણય લઈશું. હાલ કોઈ રેટ કટની ઉતાવળ નથી. બીજુ ફેડ ટેરિફને કારણે મોંઘવારી પર કેટલી અસર પડશે તેનો અભ્યાસ કરી રહ્યું છે. પણ હાલમાં ટેરિફના દરમાં વધારાથી મોંઘાવરી કેટલી વધશે તેનું આકલન કરવું મુશ્કેલ છે. જો કે જાણકારોનું કહેવું છે કે વર્ષના અંત સુધીમાં અમેરિકામાં મોંઘવારી વધશે. જો કે નિષ્ણાતોની આ વાતને નજરઅંદાજ કરી ન શકાય. તેમ છતાં જુલાઈમાં ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો કટ આવી શકે છે. અમેરિકા હાલમાં સારુ પ્રદર્શન કરી રહ્યું છે. આ પ્રોત્સાહક નિવદન પછી અમેરિકામાં મંદી આવવાનો ડર હતો તે હાલ પુરતો સમાપ્ત થયો છે. આથી ગોલ્ડમાં ભારે વેચવાલી નીકળી હતી, અને ભાવ ઝડપથી તૂટ્યા હતા.
ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલનો ટૂંક સમયમાં પુરો થઈ રહ્યો છે. નવા ચેરમેન આવશે, કોણ આવશે તે નક્કી નથી. કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે ફેડરલ રીઝર્વ વર્ષના પાછલા હિસ્સામાં ફેડ રેટ કટ કરે તેવી શક્યતા વધારે છે.
અમેરિકામાં ફુગાવાનો દર લક્ષ્યાંક મુજબ બે ટકાની નજીક આવી ગયો છે. જેથી એમ કહી શકાય કે જેરોમ પોવેલ સાચા છે, તેમણે ફેડ રેટ કટમાં ઉતાવળ નથી કરી. અમેરિકામાં 10 વર્ષના બોન્ડનું યીલ્ડ હવે ઘટીને 4.2 ટકા આવી ગયું છે, તે બતાવે છે કે હવે ફેડ રેટ કટ કરવાની જરૂર છે.
આગામી સપ્તાહ
આગામી સપ્તાહે સોનાચાંદીમાં ઘટાડો આવી શકે છે અને ઘટાડામાં ટેકારૂપી નવી ખરીદી નીકળવાની સંભાવના પણ છે. સોનામાં દરેક ઘટાડા ખરીદીના હોય છે તેમ માનીને ખરીદી કરવી જોઈએ. જીઓ પોલિટિકલ ટેન્શન પુરી રીતે સમાપ્ત થયું નથી. અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને ટ્રેડ ડીલનો ભય તો ઉભો જ છે. આગામી 9 જુલાઈએ રેસિપ્રોક્લ ટેરિફની ડેડલાઈન પુરી થઈ રહી છે. તે પહેલા મહત્વના દેશો સાથે ટ્રેડ ડીલને લઈને સમાચાર આવશે. અને આ માટે આગામી સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જેથી આગામી સપ્તાહે સોના ચાંદીમાં જે પણ ઘટાડો આવે તે ખરીદી માટે આવ્યો છે તેમ સમજવું. લાંબાગાળાનો ટ્રેન્ડ અપટ્રેન્ડ છે, એમ સમજીને જ ચાલવું.
ટેકનિકલ લેવલ
ગોલ્ડ 50 દિવસની મુવીંગ એવરેજ 3324ની નીચે છે. અને 3300 ડૉલર મજબૂત સપોર્ટ લેવલ છે. જો 3300 ડૉલર તૂટશે તો 3250 ડૉલર સુધીનો ભાવ આવી શકે છે. જો આગામી દિવસોમાં ગોલ્ડ 3410 ડૉલર ઉપર જશે તો નવી તેજી જોઈ શકાશે. 3265 ડૉલર એ બીજુ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. અને તેનાથી નીચે જઈએ તો 3215 ડૉલરએ ત્રીજુ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે, આ ત્રીજુ સપોર્ટ 3215 ડૉલર તૂટે તેમ લાગતું નથી. હા એકતરફી તેજી પછી રીએક્શન આવે તે ખૂબ જરૂરી હોય છે.
સિલ્વરમાં 36.35 ડૉલરની સપાટી કૂદાવે તો 37 ડૉલર કૂદાવશે તો 40 ડૉલર સુધીનો ભાવ આવવાની સંભાવના છે.
Top Trending Video News
હાલ કમુરતા ચાલી રહ્યા છે અને ચોમાસાની સીઝન છે જેથી જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં નવી ઘરાકીનો અભાવ છે. પણ આ વર્ષે ચોમાસું ખૂબ સારુ છે અને તેની પ્રગતિ પણ સમયસરની છે, જેથી આશા રાખી શકાય કે ચોમાસા પછી નવરાત્રિ અને દિવાળીના તહેવારો પહેલા સોના ચાંદીના દાગીનામાં નવી ઘરાકી નીકળશે. તેમજ સોનાના ભાવ ઘટ્યા પણ છે, જેથી નવી ઘરાકી વધુ સારી રહેશે.