અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે બુધવારે ઘટાડો આવ્યો હતો. નવા તેજીના કારણોનો અભાવ હતો, જેથી તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી કાઢી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 287 પોઈન્ટ ઘટી 83,409 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty Index) 88 પોઈન્ટ ઘટી 25,453 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 460 પોઈન્ટ ઘટી 56,999 બંધ હતો. આજે ઘટાડામાં પણ ટાયર, સિમેન્ટ, મેટલ, ઓટોમોબાઈલ, આઈટી અને ફાર્મા શેરોમાં નવી ખરીદી રહી હતી. શેરબજારમાં (Share Market India) ઘટાડો આવ્યો છે. તો હવે શું કરશો? અમેરિકા અને ભારત (US India Trade Deal) વચ્ચે ટ્રેડ ડીલ કયાં સુધી પહોંચી? અને ટેકનિકલ લેવલથી માર્કેટની રૂખ શું રહેશે?
જૂઓ વીડિયો….
આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1205 શેરના ભાવ વધ્યા હતા અને 1723 શેરના ભાવ ઘટ્યા હતા.
65 શેર બાવન વીક હાઈ પર હતા અને 36 શેર બાવન વીક લો પર બંધ હતા.
93 શેરમાં તેજીની સર્કિટ અને 48 શેરમાં મંદીની સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ તાતા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, એશિયન પેઈન્ટ, અલ્ટ્રાટેક સીમેન્ટ અને મારૂતિ
ટોપ લુઝર્સઃ શ્રી રામ ફાયનાન્સ, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, બજાજ ફાયનાન્સ અને લાર્સન ટુબ્રો
Top Trending News
વર્ષ 2024-25માં GST કલેક્શને તોડ્યો રેકોર્ડ, ગુજરાતને જીએસટીની કેટલી આવક થઈ…
Stock market decline, what to do now
The stock market was in decline today on Wednesday. There was a lack of new reasons for the bullish trend, so bullish players took profit by selling at high prices. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 287 points to close at 83,409. NSE Nifty fell 88 points to close at 25,453. Bank Nifty fell 460 points to close at 56,999. Even in the decline today, new buying was taking place in tire, cement, metal, automobile, IT and pharma stocks. The stock market has declined. So what to do now? Where has the trade deal between America and India reached? And what will be the market trend from the technical level? Watch the video….