નવી દિલ્હી- દેશમાં GST લાગુ થયાને આઠ વર્ષ થઈ ચુક્યા છે. જીએસટીની આવક (GST Revenue) દર મહિને વધતી જઈ રહી છે, જેને કારણે સરકારી તિજોરી સતત ભરાઈ રહી છે. તેની સાથે એક્ટિવ જીએસટી ભરનારની સંખ્યામાં (GST TaxPayers) વધુ વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ જીએસટી કલેક્શન (GST Collection) નાણાકીય વર્ષ 2024-25માં 22.08 લાખ કરોડ રહ્યું છે. જે વાર્ષિક આધાર પર જોઈએ તો જીએસટી કલેક્શનમાં 9.4 ટકાનો વધારો થયો છે.
જીએસટીને આઠ વર્ષ પૂર્ણ
વર્ષ 2017માં જીએસટી લાગુ થયું હતું. તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે. (Eight years of GST implementation) છેલ્લા આઠ વર્ષમાં આ વર્ષનો આંકડો સૌથી મોટો આંકડો છે. સરેરાશ મહિનાનું જીએસટી કલેક્શન જોઈએ તો તે 1.84 લાખ કરોડ રહ્યું છે. વીતેલા એપ્રિલ અને મે મહિનામાં ખરીદીમાં ભારે તેજી રહી હતી. જેથી એપ્રિલમાં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ અને મે મહિનામાં 2.01 લાખ કરોડ રહ્યું હતું.
જીએસટી ટેક્સ પેયર્સની સંખ્યા
દેશમાં લાગુ થયેલ તમામ અલગઅલગ ટેક્સ નાબુદ કરીને જીએસટી લાગુ કરાયો હતો. તે વખતે સરકારે ટેક્સ સીસ્ટમમાં બહુ મોટો ફેરફાર કર્યો હતો. દેશમાં રજિસ્ટર્ડ ટેક્સ ભરનારની સંખ્યા આ આઠ વર્ષમાં વધીને 60 લાખથી વધીને હાલ અંદાજે 1.51 કરોડ થઈ ગઈ છે. ટેક્સના સરળીકરણથી ટેક્સ ભરનારની સંખ્યા વધતી ગઈ છે. જીએસટીની આવકથી ભારતની રાજકોષીય સ્થિતિ વધુ ને વધુ મજબૂત થઈ રહી છે.
જીએસટીમાં ચાર સ્લેબ
હાલમાં જીએસટીના ચાર સ્લેબ છે. જે અનુસાર 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના ચાર સ્લેબ છે.
ગુજરાતને જીએસટીની આવક
જૂન 2025માં ગુજરાત રાજ્યને GST હેઠળ રૂપિયા 6,150 કરોડની આવક થયેલ છે. જે જૂન 2024માં થયેલ આવક રૂપિયા 5,562 કરતાં 11 ટકા વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે, જૂન-2025 માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 6 ટકા રહ્યો છે. (Gujarat GST Collection)
વિવિધ ટેક્સની આવક
રાજ્યને જૂન 2025માં વેટ હેઠળ રૂપિયા 2,833 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 876 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂપિયા 21 કરોડની આવક થઈ છે. આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂપિયા 9,880 કરોડની આવક થઈ છે.
Top Trending News
સૌથી ઊંચી આવક
જૂન 2025માં મોબાઇલ સ્ક્વૉડ દ્વારા અન્વેષણની કામગીરી થકી રૂપિયા 32.34 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના સમાન માસ દરમ્યાન થયેલ રૂપિયા 21.46 કરોડ સામે 50.64 ટકા વધારે છે. આ આવક જીએસટી અમલીકરણ બાદ સૌથી ઊંચી માસિક આવક છે.