શું સોના ચાંદીના ભાવ ઘટશે ખરા? જૂઓ વીડિયો….

by Investing A2Z

અમદાવાદ- સોના ચાંદી બજારમાં (Gold Silver Market) વીતેલા સપ્તાહે મજબૂતી રહી હતી. સોના (Gold Rate Today) ચાંદીમાં (Silver Rate Today) દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી. પરિણામે સોના (Gold Price Today) અને ચાંદીના (Silver Price Today) ભાવ વધ્યા હતા. સોનામાં 126 ડૉલરની ભારે વધઘટ નોંધાઈ હતી અને સોનાના ભાવમાં સાપ્તાહિક રીતે જોઈએ તો 59 ડૉલરની તેજી થઈ છે.  ગોલ્ડની સાથેસાથે સિલ્વર પણ મજબૂત રહી હતી. (Bullion Market)

તમામ કારણો પોઝિટિવ આવ્યા છતાં સોના ચાંદીના ભાવ કેમ વધ્યા?

અમેરિકાની ઈકોનોમીના પ્રોત્સાહક સમાચાર છતાં ગોલ્ડ કેમ વધ્યું?

ખાસ કરીને ચાંદીના ભાવ વધવા પાછળ કયા કારણો રહ્યા?

શું આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટશે ખરા? (Will the prices of gold and silver really fall?)

સોના ચાંદીમાં ઘરાકી કયારે નીકળશે?

શું સોનાનો ભાવ ઘટશે અને ચાંદીનો ભાવ વધશે એવું થશે ખરું?

આ તમામ સવાલના જવાબની આપણે વીડિયોમાં ચર્ચા કરીશું.

જૂઓ વીડિયો….

સૌથી પહેલા સોના ચાંદીના ભાવમાં સાપ્તાહિત વધઘટ પર જોઈએ. અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનું સપ્તાહ દરમિયાન 1500 રૂપિયા વધી 1,00,000નો ભાવ રહ્યો છે. ચાંદી 3000 રૂપિયા વધી 1,07,000નો ભાવ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચુર ગત સપ્તાહના 3287 ડૉલરની સામે, શરૂમાં ઘટી 3250 ડૉલર થઈ, ત્યાંથી ઉછળી 3376 ડૉલરની હાઈ બનાવીને, સપ્તાહને અંતે 3346 ડૉલર બંધ રહ્યો હતો. જે ભાવમાં 59 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર ગત સપ્તાહના 36.37 ડૉલરની સામે, શરૂમાં ઘટી 35.26 ડૉલરની લો બનાવીને, ત્યાંથી ઉછળી 37.31 ડૉલરની હાઈ બનાવ્યા બાદ, સપ્તાહને અંતે 37.13 ડૉલર બંધ રહી હતી.

સ્પોટ ગોલ્ડ સપ્તાહ દરમિયાન 3247 ડૉલર અને 3365 ડૉલર વચ્ચે અથડાઈને 3336 ડૉલર બંધ રહ્યો હતો. સ્પોટ સિલ્વર સપ્તાહ દરમિયાન 35.40 ડૉલર અને 37.11 ડૉલરની રેન્જમાં રહી, સપ્તાહને અંતે 36.93 ડૉલર બંધ હતી.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું છે એટલે ખાડી દેશોમાં સૌથી મોટુ જોખમ- જીઓ પોલિટિકલ ટેન્શન સમાપ્ત થયું હતું. જે પછી ક્રૂડના ભાવ ઘટ્યા હતા. પણ તેની સામે રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે તેની સીધી રીતે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારો કોઈ નેગેટિવ અસર પડી નથી.

જૂનમાં અમેરિકાના અર્થતંત્રમાં 1,47,000 નવી નોકરીઓનું સર્જન થયું છે. નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓની ધારણા 1,11,000ની હતી, એટલે ધારણા કરતાં નવી નોકરીનું સર્જન વધારે થયું છે. બેરોજગારીનો દર ઘટીને 4.1 ટકા થયો હતો. જે વખતે સોના ચાંદીમાં ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી. પણ નીચા મથાળે તેજીવાળા ઓપરેટરોની ભારે લેવાલી આવી હતી અને સોના ચાંદીના ભાવ ઘટ્યા પછી તુંરત વધ્યા હતા.

બીજી તરફ જુલાઈ મહિનાના અંતમાં ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો કટ કરી શકે છે. જો અમેરિકામાં વ્યાજ દર ઘટે તો રોકાણનો પ્રવાહ સોના તરફ જ વળે. જેથી ગોલ્ડમાં અપટ્રેન્ડ યથાવત રહ્યો છે.

અતિમહત્વની વાત હવે કરીએ તો એલન મસ્ક જેનો વિરોધ કરતાં હતા કે વન બિગ બ્યૂટીફૂલ બિલ અમેરિકાના બન્ને સદનોમાં પસાર થઈ ગયું છે. કરવેરામાં રાહત આપતું આ બિલ અમેરિકાની ખાદ્યમાં વધારો કરશે તેવો એક અંદાજ મુકાયો છે. અમેરિક પ્રેસિડેન્ટ ટ્રમ્પે 4 જુલાઈએ અમેરિકાના સ્વતંત્રતા દિવસે જ આ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. હવે તે કાયદો બની ગયો છે. પણ આ વન બિગ બ્યૂટીફૂલ બિલની જોગવાઈઓના અમલીકરણ પછી આગામી 10 વર્ષમાં ફેડરલ ખાદ્ય 3 ટ્રિલિયન ડૉલરનો વધારો થવાની ધારણા છે. તો કેટલાક અર્થશાસ્ત્રીઓએ તો 4 ટ્રિલિયન ડૉલરનું દેવું વધી જશે. આવી એટલા માટે ચિંતા વ્યક્ત થઈ રહી છે કે તે અગાઉ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પહેલેથી જ 37 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આમ વધુ પડતા ખર્ચ અને દેવાની ચિંતાથી જ ગોલ્ડ એ એક સલામત રોકાણનું સાધન જ સાબિત થયું છે અને લોકો જાગૃત પણ થયા છે અને આથી જ ગોલ્ડમાં લેવાલી ચાલુ રહી હતી.

બીજુ મહત્વનું અપડેટ એ છે કે છેલ્લા છ મહિનામાં યુઓ- યુએસડી 14 ટકા વધ્યો છે. પાઉન્ડ 10 ટકા વધ્યો છે. યુઆન 8 ટકા વધ્યો છે. કેનેડિયન ડૉલર લગભગ 6 ટકા વધ્યો છે. ઓસ્ટ્રેલિયન ડોલર પણ 6 ટકા વધ્યો છે. તેની સામે ડૉલર નબળો પડ્યો કહી શકાય. હાલ ડૉલર ઈન્ડેક્સ ઘટીને 96.99 પર છે.

હવે વાત હતી કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોક્લ ટેરિફ માટે 90 દિવસનો પોઝ આપ્યો હતો. આ 90 દિવસ 9 જુલાઈને સમાપ્ત થાય છે. આ નવ જુલાઈ આગામી સપ્તાહે છે. પણ ટ્રમ્પનું નિવેદન હતું કે ટેરિફ મામલે સમય મર્યાદા વધારીશું. જેથી વિશ્વના દેશોને થોડે ઘણે અંશે ચિંતા હળવી થઈ હતી.

અમેરિકા સાથે વિયતનામની ટ્રેડ ડીલ ફાઈનલ થઈ ગઈ છે, અને તેની જાહેરાત ટ્રમ્પે જ કરી હતી. અને ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે વાતચીત અંતિમ ચરણમાં છે. અને વાતચીત ખૂબ સફળ રહી છે. આગામી દિવસોમાં ભારત સાથેની ટ્રેડ ડીલની જાહેરાત કરીશું. અને ભારત સાથે નવો વેપાર પણ કરીશું.

ભારત તરફથી મીડિયામાં રીપોર્ટ હતા કે ઓટો અને કૃષિ સેકટર માટે અમેરિકા સાથે સહમતિ બની નથી. ઓટોમોબાઈલ અને કૃષિ સેકટર માટે ભારત બાંધછોડ કરવા તૈયાર નથી. જો કે શુક્રવારે ભારતની ટીમ અમેરિકાથી પરત આવી ગઈ છે અને હવે શનિવારે એમ કહેવાઈ રહ્યું છે કે આગામી 48 કલાકમાં ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલની સત્તાવાર જાહેરાત થઈ જશે.

મુળભૂત રીતે સોના ચાંદીમાં તેજી થવાની પાછળ અમેરિકામાં ખર્ચ અને દેવામાં વધારો. આ ફેકટરને કારણે જ સોના ચાંદીમાં નવી લેવાલી રહી હતી. પરંતુ અમેરિકાની ઈકોનોમી જોઈએ તેટલી ખરાબ પ્રદર્શન કરી રહી નથી. અત્યાર સુધી જે પણ ડેટા આવ્યા છે. તે નબળા અનુમાન કરતાં સારા આવ્યા છે. અને હવે પછી ટ્રેડ ડીલ થયા પછી ક્લિયર પિક્ચર પણ થઈ જશે. ટેરિફની આવક તો અમેરિકાને જ થશે. અમેરિકા કોઈની સાથે ફાયદાવાળો જ સોદો કરશે, તે પણ નક્કી છે. તો પછી અત્યારથી દેવું વધી જશેની ચિંતા કરવી વ્યર્થ છે.

અમેરિકાના વૉલ સ્ટ્રીટમાં સારી એવી તેજી થઈ છે. ડાઉ જોન્સ આગામી સપ્તાહે નવી ઊંચાઈ બતાવશે. હાલ તે 45,073ના બાવન વીક હાઈની બિલકુલ નજીક છે. નેસ્ડેક અને એસ એન્ડ પી 500 રેકોર્ડ હાઈ પર છે. જેથી હવે આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટશે. દરેક ઊંચા મથાળે વેચવાલી આવશે. મોટાભાગના નેગેટિવ કારણો હતા તે પોઝિટિવ થઈ ગયા છે. તેજીવાળા ખેલાડીઓ પણ હવે દરેક ઉછાળે વેચવા આવી રહ્યા છે. કયા સુધી તમે ઉલટા પવને દોડશો. જેથી આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટવા જોઈએ.

હા ટેકનિકલી વાત કરીએ તો ગોલ્ડ 3360 ડૉલરનું લેવલ કૂદાવે તો જ નવી તેજી થશે. અન્યથા ગોલ્ડ 3300 ડૉલરનું સપોર્ટ લેવલ તોડશે તો ભાવ વધુ ઝડપથી ઘટશે. તેનાથી ઉલટું સિલ્વરમાં 36 ડૉલરએ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. જો 36 ડૉલર ન તૂટે તો સિલ્વરમાં સારી તેજી થશે. ગોલ્ડ ભલે ઘટે પણ સિલ્વરમાં તેજી થશે. સિલ્વરમાં ઔધોગિક ડિમાન્ડ નીકળશે તો હજી ભાવ વધુ વધવાની ધારણા રાખી શકાય.

Top Trending News

વિદેશી હૂંડિયામણ અનામતમાં વધારો, ઑલ ટાઈમ હાઈની નજીક

આગામી સપ્તાહની મહત્વની ઈવેન્ટ્સ

મંગળવાર- રીઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાની મોનેટરી પોલીસીની બેઠક

બુધવાર- ફેડરલ રીઝર્વની જૂનમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સ જાહેર થશે

ગુરુવાર- યુએસ જોબલેસ ક્લેઈમ ડેટા

તે ઉપરાંત 9 જુલાઈની ડેડલાઈન પહેલા ટ્રમ્પ ટેરિફની સમય મર્યાદા વધારે અને કેટલાક દેશો સાથેની ટ્રેડ ડીલ મામલે જાહેરાત પણ કરશે. જેથી આગામી સપ્તાહ ખૂબ મહત્વનું બની રહેશે.

Related Posts

Leave a Comment