ઓલિમ્પિક્સમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

by Investing A2Z

જાપાનના ટોકિયો ઓલિમ્પિક્સ મહાકુંભમાં શનિવારે ભારતીય એથલીટ નીરજ ચોપરાને ભાલા ફેંક (જેવલિન થ્રો)માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજ ચોપરાએ ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત પ્રતિસ્પર્ધીમાં ગોલ્ડ મેડલ જીતનાર ઈતિહાસના બીજા અને એથલેટિક્સમાં પ્રથમ ભારતીય બન્યા છે. નીરજ ચોપરાની પહેલા અભિનવ બિન્દ્રાએ વર્ષ 2008માં ભારત માટે સુવર્ણ પદક જીત્યો હતો.

નીરજ ચોપરા ભાલા ફેંકમાં પહેલા થ્રોમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, જ્યારે પ્રથમ રાઉન્ડમાં બીજી કોશિષ કરી ત્યારે ભાલાને 87.58 મીટર દૂર ફેંક્યો હતો. ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મીટક દૂર ભાલો ફેંક્યો હતો. પહેલા રાઉન્ડમાં 12 ખેલાડીઓમાંથી 8 ખેલાડીઓ આગામી બીજા અને ફાઈનલ રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. સારી વાત એ છે કે નીરજ શરૂઆતથી લઈને અંત સુધી નંબર-1થી નીચે નથી ઉતર્યા. તેમના પ્રતિસ્પર્ધી જૈકબ વૈદલેક 86.67 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો.

નીરજ ચોપરાની વિવિધ તસવીરો

Related Posts

Leave a Comment