ઓપેક ( OPEC ) અને સહયોગી દેશોના પાંચ રાષ્ટ્રોએ કાચા તેલનું ( Crude Oil ) ઉત્પાદન વધારવા અંગે સહમતિ વ્યક્ત કરી છે. પહેલા આ મામલે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે કેટલાક દિવસો પહેલા યુએઈએ ( UAE ) ઉત્પાદન વધારવાની માંગ કરી હતી. જે પછી પેટ્રોલિયમ નિકાસકાર દેશોના સંગઠનમાં વિવાદ ઉભો થયો હતો, તે પછી સમુહની થનારી બેઠકને મુલતવી રાખી હતી.
એક નિવેદનમાં જણાવાયું છે કે ઈરાક, કુવૈત, રશિયા, સાઉદી આરબ અને સંયુક્ત આરબ અમીરાત(યુએઈ) પોતાનું ઉત્પાદન વધારશે.
સાઉદી આરબના ઉર્જાપ્રધાન પ્રિન્સ અબ્દુલઅજિજ બિન સલમાનનું કહેવું છે કેટલાક મુદ્દાઓ પર આપણા વિચારો અલગ હોઈ શકે છે. તેમ છતાં આપણે એક છીએ. તેમણે વિસ્તારથી જણાવવાનો ઈન્કાર કર્યો હતો, કે તેમની વચ્ચે આમ સહમતી કેવી રીતે સંઘાઈ. આપને જણાવી દઈએ કે કાચા તેલના ભાવ સતત વધી રહ્યા છે, તેને જોતા ભારતે ઓપેક દેશોમાં ઉત્પાદન વધારવાની માંગ કરતું રહ્યું છે.
ઑનલાઈન બેઠક પછી સંયુક્ત આરબ અમીરાતના ઉર્જાપ્રધાન સુહૈલ અલ મજરુઈએ જણાવ્યું હતું કે પૂર્ણ સહમતી સંઘાઈ છે, જોકે તેનાથી વિશેષ કઈ કહ્યું ન હતું. પછીથી ઓપેકનું નિવેદન આવ્યું હતું તે પાંચ દેશો ઉત્પાદન વધારશે તેવી સહમતી સંઘાઈ છે, તેની જાણકારી અપાઈ હતી. તેને કારણે સાઉદી આરબ અને યુએઈ વચ્ચે તંગદિલી વધી હતી. યુએઈ આ સમુહ માટે પ્રતિબદ્ધ છે અને હમેશા તેમની સાથે કામ કરશે. અમે બજાર સંતુલન અને તમામની મદદ કરવા માટે સારામાં સારો પ્રયાસ કરીશું.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારી વચ્ચે વાહન ઈંધણ અને જેટ ઈંધણની માંગ ઘટવાથી કાચા તેલની કિમતોમાં મોટો ઘટાડો આવ્યો હતો. હવે દુનિયાના કેટલાય દેશોમાં ટીકાકરણની ઝડપ વધી છે, અને લોકડાઉન ખૂલ્યા છે. આથી માંગમાં વધારો થયો છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ શુક્રવારે 73 ડૉલર પ્રતિ બેરલનો ભાવ હતો. પણ ક્રૂડનું ઉત્પાદન વધારવાના સમાચાર પછી બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.21 ઘટી 71.96 ડૉલર રહ્યો હતો. ડબલ્યૂટીઆઈ ક્રૂડ 70 ડૉલર પ્રતિ બેરલનો ભાવ રહ્યો હતો.
હાલ પેટ્રોલ ( Petrol ) અને ડીઝલ ( Diesel ) ના ભાવમાં સતત વધી રહ્યા છે, તે ટોક ઓફ ધી ટાઉન વિષય રહ્યો છે. મોદી સરકાર કાંઈ કરતી નથી. મોંઘવારી સતત વધી રહી છે. કોરોના વૈશ્વિક મહામારી પછી મંદી વધી છે, અને પેટ્રોલ ડીઝલના ભાવે માઝા મુકી છે. તેને પગલે અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ સતત વધ્યા છે. મોંઘવારી દર વધીને આવ્યો છે. સામાન્ય પ્રજા ત્રાહિમામ છે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલ પર લેવાતો ટેક્સ ઘટાડવા જરાય રાજી નથી, સરકાર તેમની આવક જતી કરવા માંગતી નથી. બિચારી પ્રજાનો મરો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલની કિમત જેટલો સરકાર ટેક્સ વસુલે છે.
પણ હવે આનંદના સમાચાર આવ્યા છે કે ઓપેકના દેશો ઉત્પાદન વધારવા રાજી થયા છે. જેથી હવે જો ઉત્પાદન વધશે તો ક્રૂડ ઓઈલની કીમત ઘટશે અને જેને પગલે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા શરૂ થશે. હવે ઓપેકના દેશો કેટલું ઉત્પાદન વધારે છે, તેના પર ક્રૂડની કીમતો નક્કી થશે. હાલ તુરંત તો ક્રૂડના ભાવ ઘટ્યા છે.