નવી દિલ્હી- અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ (Trade deal between America-USA and India) પર વાતચીત ચાલી રહી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત અમેરિકાથી આવતા માલ પરના તમામ ટેક્સ દૂર કરવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ શકે છે. કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરે (Union External Affairs Minister S. Jaishankar) કહ્યું છે કે કોઈપણ ટ્રેડ ડીલ બંને દેશો માટે ફાયદાકારક હોવી જોઈએ. કેન્દ્રીય વાણિજ્યપ્રધાન પિયુષ ગોયલ (Union Commerce Minister Piyush Goyal) હાલમાં વોશિંગ્ટનમાં છે અને તે આ ટ્રેડ ડીલ (US India Trade Deal) પર વાટાઘાટો કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફોર્ક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે તેમને ભારત સાથે ડીલ(US India Trade Deal) કરવાની કોઈ ઉતાવળ નથી. તેમણે કહ્યું, શું તમને ખબર છે કે તેઓ અમેરિકા માટેના તેમના 100 ટકા ટેરિફ નાબૂદ (Trump Tariffs) કરવા તૈયાર છે? ટ્રમ્પે અગાઉ ભારતને વિશ્વમાં સૌથી વધુ ટેરિફ (US Trade War) ધરાવતા દેશોમાંનો એક ગણાવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારત સાથે ટ્રેડ ડીલ ક્યારે થશે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તે ટૂંક સમયમાં થશે. મને કોઈ ઉતાવળ નથી. જુઓ, બધા અમારી સાથે ડીલ કરવા માંગે છે. ટ્રમ્પે આ વાત એવા સમયે કહી છે કે બંને દેશો ચીન અને અમેરિકા એકબીજા પર લાદવામાં આવેલા ટેરિફમાં 90 દિવસની રાહતની જાહેરાત કરી દીધી છે.
Top Video News
ત્રીજા સપ્તાહે સોનાના ભાવ વધુ તૂટ્યા, શું સોનું ખરીદવાનો યોગ્ય સમય છે
ટ્રમ્પે વધુમાં કહ્યું કે દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશો વાત કરવા માટે ઉત્સુક છે. પરંતુ તે ઘણા દેશો સાથે ડીલ કરવા માંગતા નથી, કારણ કે લગભગ 150 દેશોએ ડીલ કરવા માટે તૈયારી દર્શાવી છે. કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું કે વેપાર(ટ્રેડ ડીલ) પર વાતચીત ચાલુ છે. જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી કંઈ પણ નિશ્ચિત નથી. તેમણે એમ પણ કહ્યું કે કોઈપણ ટ્રેડ ડીલ બંને દેશો માટે ફાયદાકારક હોવી જોઈએ.
ભારત અમેરિકા સાથેની સમજૂતીમાં કેટલીક બાબતો પર ટેક્સ ઘટાડવાની વાત કરી રહ્યું છે. આમાં કાપડ, ડાયમંડ અને સોનાચાંદીના દાગીના(ઝવેરાત), ચામડાની ચીજવસ્તુઓ, પ્લાસ્ટિક, કેમિકલ, ઝીંગા, તેલીબિયાં, દ્રાક્ષ અને કેળા જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ એવી ચીજો છે, જેમાં વધુ લોકોને રોજગાર મળે છે.
Top Treanding News
ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં જંગી વધારો, સોનાનો ભંડાર છલકાયો
તે જ સમયે, અમેરિકા ઇચ્છે છે કે ભારત ચોક્કસ વસ્તુઓ પર ટેક્સ ઘટાડે. એમાં વાહનો (ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો), દારૂ, પેટ્રોકેમિકલ્સ, ડેરી ઉત્પાદનો અને સફરજન અને સુકોમેવો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવા માટે વાતચીત ચાલી રહી છે. પીયૂષ ગોયલ યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને યુએસ વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરને મળવાના છે. જો કે હજી સુધી કંઈ નક્કી થયું નથી. બંને દેશો આગ્રહ રાખી રહ્યા છે કે આ ટ્રેડ ડીલ બંને દેશ માટે ફાયદાકારક હોવી જોઈએ. ટ્રમ્પે કહ્યું છે કે તેમને કોઈ ઉતાવળ નથી, પરંતુ ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થઈ શકે છે.