ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં જંગી વધારો, સોનાનો ભંડાર છલકાયો

by Investing A2Z

મુંબઈ- ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં (Foreign Currency Reserve) ફરી એકવાર વધારો થયો છે. 9 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 4.5 અબજ ડોલરનો વધારો થયો છે. (Foreign exchange reserves) અનામત વધવાનું કારણ એ છે કે દેશના સોનાના ભંડારમાં (India Gold Reserve) મોટો વધારો થયો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ ચુકી છે. તે દરમિયાન ભારતના સોનાના ભંડારમાં (India Gold Reserve) ઝડપથી વધારો થયો છે. આનાથી ભારતના વિદેશી ચલણ ભંડાર પર અસર પડી છે. એટલા માટે 9 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણ અનામતમાં (Foreign exchange reserves) 4.553 બિલિયન ડૉલરનો વધારો થયો છે. આના એક અઠવાડિયા પહેલા વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને આવી હોવાના સમાચાર આવ્યા હતા.

Top Video News

આગામી સપ્તાહે શેરબજારમાં દરેક ઘટાડા પછી તેજી આગળ વધશે, બેસ્ટ બાય સેકટર?

શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India – RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 9 મે, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં (India Forex Reserve) 4.553 બિલિયન ડૉલરનો મોટો વધારો થયો છે. હકીકતમાં છેલ્લા અઠવાડિયામાં આપણા સોનાના ભંડારમાં મોટો વધારો થયો છે. (gold reserves increase) આની અસર તેના વિદેશી હૂંડિયામણ ભંડાર પર પડી અને તે હવે વધીને 690.617 બિલિયન ડૉલર થઈ ગયું છે. આના એક અઠવાડિયા પહેલા એટલે કે 2 મેના રોજ, તેના અનામતમાં 2.06 બિલિયન ડૉલરનો ઘટાડો થયો હતો. નોંધનીય છે કે 27 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણ અનામત 704.885 બિલિયન ડૉલરના રેકોર્ડ ઊંચા લેવલે હતું.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ભારતની વિદેશી ચલણ સંપત્તિમાં (Foreign Currency Asset) વધારો થયો છે. 9 મે, 2025 ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન તેણે તેની વિદેશી ચલણ સંપત્તિ (FCA) માં 196 મિલિયન ડૉલરનો વધારો થયો છે. હવે તેનું FCA અનામત વધીને 581.373 બિલિયન ડૉલર થયું છે. નોંધનીય છે કે વિદેશી ચલણ સંપત્તિ અથવા ફોરેન કરન્સી એસેટ (FCA) દેશના કુલ વિદેશી હૂંડિયામણ અનામતનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે.

Top Informative News

આ સરકારી પેન્શન યોજનામાં નિવૃત્તિ બાદ દર મહિને મળશે 5,000 રૂપિયાનું પેન્શન

છેલ્લા અઠવાડિયામાં ભારતના સોનાના ભંડારમાં મોટો વધારો થયો છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 9 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના સોનાના ભંડારમાં 4.518 બિલિયન ડૉલરનો જંગી વધારો થયો છે. આના એક અઠવાડિયા પહેલા એટલે કે, 2 મે, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 2.545 બિલિયન ડૉલરનો મોટો ઘટાડો થયો હતો. આ સાથે ભારતના સોનાનો ભંડાર હવે વધીને 86.337 બિલિયન ડૉલર પહોંચી ગયો છે.

Related Posts

Leave a Comment