આજે આપણે વાત કરીશું એલઆઈસીના એવા પ્લાનની કે જે આપને 50 લાખથી 5 કરોડ રૂપિયા સુધીનું લાઈફ કવર આપે છે અને પ્રિમિયમના દર ખૂબ જ નીચા છે. હા આપ તે પ્લાન લઈને પરિવારની આર્થિક સુરક્ષા સિક્યોર્ડ કરી શકો છો. ( LIC Yuva Term Plan )
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)એ હમણાં કેટલાક નવા પ્લાન રજૂ કર્યા છે. જેમાં યુવા ટર્મ અને યુવા ડિજિ ટર્મ પ્લાન ખૂબ આકર્ષક પ્લાન છે. જેમાં પૉલીસી હોલ્ડરના નિધન પર પરિવારને પાંચ કરોડ રૂપિયા સુધીની આર્થિક સુરક્ષા મળે છે. 18થી 45 વર્ષ સુધીના કોઈપણ યુવાન આ પ્લાન લઈ શકે છે. ( LIC Yuva Digi Term Plan )
આ પ્લાનની વિશેષતા જોઈએ…
ભારતીય જીવન વીમા નિગમ(LIC) એ તાજેતરમાં જ યુવા ટર્મ પ્લાન અને યુવા ડિજિ ટર્મ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં મેચ્યોરિટી માટેની ઉંમરની મર્યાદા 33થી લઈને 75 વર્ષ સુધીની છે. તેમજ પૉલીસી ટર્મની જો વાત કરીએ તો તે 10 વર્ષથી 40 વર્ષની વચ્ચે છે.
આ પ્લાનમાં એશ્યોર્ડ વેલ્યૂ 50 લાખ રૂપિયાથી 5 કરોડ રૂપિયા સુધીની છે. એટલે કે કોઈપણ યુવાન આ રકમની વચ્ચેનો પ્લાન લઈ શકે છે. જેના માટે એલઆઈસીએ ત્રણ પ્રકારના પ્રિમિયમની સુવિધા આપી છે. જેમાં રેગ્યુલર, સિંગલ અને 10 અથવા 15 વર્ષના લિમિટેડ પ્રિમિયમ સામેલ છે.
આ વાતને આપણે વિગતવાર સમજીએ…
(1) રેગ્યુલર પ્રિમિયમઃ જેટલા વર્ષનો તમે પ્લાન લો એટલા વર્ષ સુધી પ્રિમિયમ ભરવાનું આવે છે. આ પ્રિમિયમ છ માસિક અથવા વાર્ષિક ભરવાનું રહે છે.
(2) સિંગલ પ્રિમિયમઃ આ ઓપ્શન પસંદ કરો તો દર વખતે પ્રિમિયમ ચુકવવાનું આવતું નથી. ફકત એક જ વાર પ્રિમિયમ ભરીને પ્લાન મેળવી શકાય છે. સિંગલ પ્રિમિયમની સાથે એક મોટી રકમ એક જ વખત ચુકવવાની આવે છે.
(3) 10 અથવા 15 વર્ષના લિમિટેડ પ્રિમિયમઃ આ ઓપ્શન એમના માટે છે કે જેઓ પ્લાન 10 અથવા 15 વર્ષ કરતાં વધુ સમય માટે લે છે. જો કોઈ વ્યક્તિ 30 વર્ષ માટે પ્લાન લે છે તો તેને 30 વર્ષ સુધી પ્રિમિયમ ચુકવવાનું આવતું નથી. તેને માત્ર 10 અથવા 15 વર્ષ સુધી જ પ્રિમિયમ ચુકવવાનું રહે છે. પરંતુ તેને વીમાનું પુરુ કવચ 30 વર્ષ સુધી મળી રહે છે. જો કે આ ઓપ્શનમાં પ્રિમિયમની રકમ થોડી વધારે આવે છે.
પ્રિમિયમની રકમ કેટલી આવે?
પ્રિમિયમની રકમ કેટલી આવે તેનો આધાર કોઈ વ્યક્તિ હાલ કઈ ઉંમરે અને કેટલા વર્ષ(મુદત)નો પ્લાન લઈ રહ્યો છે. જો કોઈપણ વ્યક્તિ 30 વર્ષનો છે અને તે 50 લાખનો જીવન વીમો 20 વર્ષની મર્યાદાની મુદતનો લે છે, તો તેને વાર્ષિક રૂપિયા 5,950 પ્રિમિયમ ભરવાનું આવે છે. એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ અનુસાર રેગ્યુલર અથવા લિમિટેડ સમય માટે પ્રિમિયમની રકમ ઓછામાં ઓછી 3 હજાર રૂપિયા છે. જો સિંગલ પ્રિમિયમ પેમેન્ટ માટે આ રકમ 30 હજાર રૂપિયા છે. મહિલાઓ માટે પ્રિમિયમની રકમ ઓછી હોય છે.
ખાસ નોંધ- જો વ્યક્તિ સ્મોકિંગ એટલે કે ધ્રુમપાન કરતો હોય તો પ્રિમિયમની રકમ વધી શકે છે.
આ પ્લાન લેનારને આવકવેરાની ધારા 80 સી અને 10 ડી અનુસાર આવકવેરામાંથી મુક્તિ મળશે.
પૉલીસી અંગે વધુ માહિતી…
જે જાણવી ખૂબ જરૂરી છે.
પૉલીસીનો ફ્રી લૂક પિરિયડ 15 દિવસનો હોય છે.
વાર્ષિક કે છ માસિક પ્રિમિયમ ભરનારને ગ્રેસ પિરિયડ 30 દિવસનો મળે છે.
સરેન્ડર વેલ્યૂના નિયમ અલગ અલગ છે. રેગ્યુલર પ્રિમિયમ પેમેન્ટ કરનારને પૉલીસી સરેન્ડર કરવા પર કશુંય મળશે નહી.
સિંગલ પ્રિમિયમ પેમેન્ટ કરનારને કંપનીના નિયમો અનુસાર રકમ પરત મળી જશે.
આ પ્લાન અંતર્ગત કોઈપણ પ્રકારની લોન લેવાની સુવિધા નથી.
યુવા ટર્મ પ્લાન એ એક ટર્મ ઈન્સ્યોરન્સ છે. જેમાં પૉલીસી હોલ્ડરનું નિધન પછી એક મોટી રકમ નોમિનીને આપવામાં આવે છે. આ રકમ કેટલી મળે તેની માહિતી મેળવીએ.
(1) રેગ્યુલર પ્રિમિયમ પેમેન્ટના મામલામાં- વાર્ષિક પ્રિમિયમની 7 ગણી રકમ, મૃત્યુ સુધી કુલ કેટલું પ્રિમિયમ ભર્યું છે, તે રકમના 105 ટકા રકમ, બેઝિક સમ ઈન્સ્યોર્ડ રકમ- આ ત્રણમાંથી જે રકમ વધારે થશે, તે રકમ પૉલીસી હોલ્ડરના મૃત્યું પછી નોમિનીને મળશે.
(2) સિંગલ પ્રિમિયમ પેમેન્ટના મામલામાં- સિંગલ પ્રિમિયમની રકમના 125 ટકા રકમ, બેઝિક સમ ઈન્સ્યોર્ડની રકમ- આ બે ઓપ્શનમાંથી જે રકમ વધારે થાય તે રકમ પૉલીસી હોલ્ડરના મૃત્યું પછી નોમિનીને મળે છે.
આ પ્લાન કેવી રીતે લઈ શકો?
આ પ્લાન તમે ઑનલાઈન અને ઓફલાઈન લઈ શકો છો. યુવા ટર્મ પ્લાનને એલઆઈસીની કોઈપણ બ્રાન્ચ પર જઈને લઈ શકો છો. જ્યારે ડિજિ ટર્મ પ્લાન ઑનલાઈન લઈ શકાય છે. તેના માટે વધુ જાણકારી સત્તાવાર વેબસાઈટ licindia.in પર જવાથી મળી જશે. તેમજ પ્લાન ખરીદવા અથવા વધુ માહિતી માટે તમે એલઆઈસીના સત્તાવાર એજન્ટનો સંપર્ક કરી શકો છો.