શેરબજારનો સેન્સેક્સ 90 પોઈન્ટ વધ્યો, ત્રણ મોટા સમાચાર આવ્યા

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે બે તરફી સાંકડી વધઘટ વચ્ચે સુધારો આવ્યો હતો. બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી, પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 90 પોઈન્ટ વધી 83,697 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 24 પોઈન્ટ વધી 25,541 બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં (Bank Nifty) 146 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં (Share Market India) ત્રણ મોટા સમાચાર આવ્યા હતા? અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ (US India Trade Deal) થશે કે નહી? તેમજ ટેકનિકલ લેવલ અનુસાર માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો…..

આજે બજારમાં ઓઈલ, ગેસ, મેટલ શેરોમાં નવી લેવાલી પ્લસ બંધ રહ્યા હતા. તેની સામે એફએમસીજી, રીયલ્ટી, આઈટી અને ફાયનાન્સિયલ સર્વિસ અને ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી.

મિડકેપ ઈન્ડેક્સ (Midcap Index) તૂટ્યા મથાળે થી 300 પોઈન્ટની રીકવરી જોવા મળી હતી અને મીડકેપ ઈન્ડેક્સ આજે સતત આઠમાં દિવસે પ્લસ બંધ હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ (SmallCap Index) સામાન્ય માઈનસ હતો.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1491 શેરના ભાવ વધ્યા હતા અને 1452 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે મંગળવારે 96 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 24 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

119 શેરમાં અપર સર્કિટ અને 43 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ એપોલો હોસ્પિટલ, બીઈએલ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ અને એસબીઆઈ લાઈફ

ટોપ લુઝર્સઃ નેસ્લે, એક્સિસ બેંક, શ્રી રામ ફાયનાન્સ, ટ્રેન્ટ અને ઈટરનલ

Top Trending News

પહેલી જુલાઈથી લાગુ થયા સાત ફેરફાર, જે તમારા ખિસ્સાને અસર કરશે

Three big news in the stock market

The stock market improved on Tuesday amid narrow fluctuations in both directions. Bluechip stocks saw fresh buying at lows, as a result of which the Mumbai Stock Exchange’s Sensex rose 90 points to close at 83,697. The NSE Nifty index rose 24 points to close at 25,541. The Bank Nifty jumped 146 points. Three big news came in the stock market? Will there be a trade deal between America and India or not? Also, what will be the trend of the market according to the technical level? Watch the video…..

Related Posts

Leave a Comment