નવી દિલ્હી– કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે (Department of Telecommunications DOT) તેના સાયબર સુરક્ષા નિયમોને વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત હવે તે ટેલિકોમ કંપનીઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ, ઈ-કોમર્સ કંપનીઓ અને અન્ય સંસ્થાઓને સેન્ટ્રલાઈઝ્ડ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોના મોબાઇલ નંબર અથવા ઓળખ ચકાસવા માટે નિર્દેશ કરી શકે છે. આ ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડી અટકાવવા તરફનું વધુ પગલું છે. (Government Plan to stop online fraud)
ટેલિકોમ્યુનિકેશન વિભાગે (ટેલિકોમ સાયબર સિક્યોરિટી – Telecom Cyber Security) રૂલ્સ 2024માં ફેરફાર કરવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશનમાં આ પ્રસ્તાવ મૂક્યો છે. તે અનુસાર સંબંધિત લોકો/કંપનીઓ ગ્રાહકોના મોબાઇલ નંબર ચકાસવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. (Mobile Verification) આ માટે તેઓએ એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે.
ડ્રાફ્ટ નોટિફિકેશનમાં DoT એ કહ્યું છે કે ટેલિકોમ સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સુરક્ષાને લગતી ઘટનાઓને રોકવાના ઉદ્દેશ્યથી, કેન્દ્ર સરકાર પોતે અથવા તેની કોઈપણ અધિકૃત એજન્સીઓ દ્વારા MNV (મોબાઇલ નંબર વેલિડેશન) પ્લેટફોર્મ બનાવશે. તે અધિકૃત સંસ્થાઓ અને લાઇસન્સ ધારકોને આ પ્લેટફોર્મનો ભાગ કેવી રીતે બનવું અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જણાવશે. (prevent online fraud the central government Plan)
સરકાર મોબાઈલ ફોન ઉત્પાદક કંપનીઓને નિર્દેશ આપી શકે છે કે છેડછાડ કરી હોય તેવા ડિવાઈસોમાં જરૂરિયાત ઉભી થાય તો તે મદદ કરે, કે જેના પર IMEI નંબર હોય છે. ઉત્પાદકોને એમ પણ કહી શકાય છે કે તેઓ ભારતમાં ઉત્પાદિત અથવા આયાત કરવામાં આવતાં નવા ટેલિકોમ ઉપકરણોને આવા IMEI નંબર ન આપે જેનો ઉપયોગ પહેલાથી જ ભારતના ટેલિકોમ નેટવર્કમાં થઈ રહ્યો છે.
Top Trending Video News
ડ્રાફ્ટ નિયમો અનુસાર કેન્દ્ર સરકાર સીધી રીતે અથવા તેની અધિકૃત એજન્સી દ્વારા આવા IMEI નંબરોનો ડેટાબેઝ જાળવશે. જેમાં ચેડા કરવામાં આવ્યા છે અથવા જેનો ઉપયોગ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો સરકારને લાગે છે કે જાહેર હિતમાં તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે, તો તે ટેલિકોમ કંપનીઓને નોટિસ જારી કર્યા વિના કોઈપણ મોબાઇલ નંબરનો ઉપયોગ અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો આદેશ આપી શકે છે.