અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) વીતેલા સપ્તાહે તૂટ્યું હતું. ટ્રમ્પની 50 ટકા ટેરિફ (Trump Tariff) અને એફઆઈઆઈની વેચવાલીથી (FII Net Sell) તમામ સેકટરના શેરોના ભાવ તૂટ્યા હતા. સપ્તાહ દરમિયાન મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 1497 પોઈન્ટ તૂટી 79,809 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 444 પોઈન્ટ તૂટી 24,426 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 1494 પોઈન્ટ તૂટી 53,655 બંધ હતો. શુક્રવારે માર્કેટ બંધ થયા પછી પાંચ પોઝિટિવ સમાચાર આવ્યા છે, જેની બજાર પર શું અસર પડશે? અને કયા નેગેટિવ ફેકટરથી બજાર તૂટયું? તેમજ આગામી સપ્તાહે શેરબજાર (Share Market India) વધુ ઘટશે?
જૂઓ વીડિયો….
શેરબજાર માટે જોવા જઈએ તો પાંચ પોઝિટિવ સમાચાર આવ્યા છે.
(1) અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પના ટેરિફ પર પ્રતિબંધ મુક્યો છે. અને કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. અને કહ્યું છે કે ટ્રમ્પે પોતાની શક્તિઓનો દૂરઉપયોગ કરીને ટેરિફ લાદ્યો છે. કોંગ્રેસે તેમને આવો કોઈ અધિકાર આપ્યો નથી. ફેડરલ કોર્ટના 7-4 બહુમતીથી આ ચૂકાદો આવ્યો છે. ત્યાર પછી ટ્રમ્પનું મોટું નિવેદન આવ્યું છે અને કહ્યું છે કે ટેરિફનો અમલ ચાલુ રહેશે. પણ હાલ ટેરિફને અટકાવી દેવામાં આવશે તો અમેરિકા માટે વિનાશકારી પગલું હશે. અને અમેરિકાએ મહાન બનવાનું છે.
(2) ભારતનો જીડીપી ગ્રોથ જૂન કવાર્ટર, 2025માં વધીને 7.8 ટકા આવ્યો છે. જે પાંચ કવાર્ટરનો સૌથી ઊંચો છે.
(3) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીએ પ્રોત્સાહક ચિત્ર તો રજૂ કર્યું, પણ તેની સાથે રિલાયન્સ જીયોનો આઈપીઓ 2026માં આવશે તેવો સંકેત આપ્યો તેમજ એઆઈના ક્ષેત્રમાં પદાર્પણ કરવા માટે તેમણે નવી પેટા કંપનીની રચના કરી
(4) વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ શાંઘાઈમાં એસસીઓની બેઠકમાં ભાગ લેવા ગયા છે. ત્યાં તેઓ ચીન અને રશિયાના પ્રેસિડેન્ટને મળશે. તેમજ રશિયાના રાષ્ટ્રપતિ પુતીન ડીસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે, તેની જાહેરાત કરાઈ હતી. ટ્રમ્પ ટેરિફનો મુદ્દો છવાયેલો છે, ત્યારે રશિયા સાથેની દોસ્તી વધુ નયા આયામ પર પહોંચી જશે.
(5) ભારત જાપાન સાથે 13 સમજૂતીઓ પર સહી કરી છે. અને 10 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે. આગામી 10 વર્ષમાં જાપાન ભારતમાં 6 લાખ કરોડ(10 ટ્રિલિયન યેન)નું રોકાણ કરશે.
નેગેટિવ કારણો
(1) એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી ચાલુ રહી છે. 29 ઓગસ્ટે એફઆઈઆઈએ 8,312 કરોડનું નેટ વેચાણ કર્યું છે. ઓગસ્ટ મહિનામાં જ એફઆઈઆઈ કુલ 46,912 કરોડનું નેટ સેલ કર્યું છે.
(2) ડૉલર સામે ભારતીય રૂપિયો વધુ તૂટીને 88.20 રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે.
(3) યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પહેલા 25 ટકા ટેરિફ લાદ્યો હતો અને બીજો વધારાનો 25 ટકા પેનલ્ટી ટેરિફ લાદ્યો હતો, જેનો અમલ 27 ઓગસ્ટથી થયો હતો. જે 50 ટકા ટેરિફને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ડહોળાયું હતું. અને અમેરિકા સાથેનો બિઝનેસ લગભગ ઠપ્પ જ થઈ ગયો છે.
(4) ટેકનિકલી સ્ટોક માર્કેટ વીક હતું. નિફ્ટીએ 24,800 અને 24,500ના મજબૂત સપોર્ટ લેવલ તોડ્યા હતા. સેન્સેક્સ 80,000 અને બેંક નિફ્ટી 54,500 નીચે ગયા પછી વેચવાલી વધુ આવી હતી.
Will the stock market slump deepen next week?
The stock market crashed last week. Trump’s 50 percent tariff and FII selling drove down share prices across all sectors. During the week, the Mumbai Stock Exchange’s Sensex fell 1497 points to close at 79,809. The National Stock Exchange’s Nifty index fell 444 points to close at 24,426. The Bank Nifty fell 1494 points to close at 53,655. Five positive news items have come after the market closed on Friday, what impact will it have on the market? And which negative factor caused the market to crash? Also, will the stock market fall further next week? Watch the video….