અમદાવાદ- વીતેલા સપ્તાહે શેરબજારમાં (Stock Market India) છ સપ્તાહના ઘટાડા પછી બ્રેક વાગી છે. વીતેલા સપ્તાહે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 682 પોઈન્ટ વઘીને 80,597 બંધ રહ્યો છે. એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 268 પોઈન્ટ વઘીને 24,631 બંધ થયો છે. બેંક નિફ્ટી (Bank Nifty) 337 પોઈન્ટ પ્લસ 55,341 બંધ હતો. શેરબજારમાં (Share Market India) આવેલા ન્યૂઝનું વિશ્લેષણ. આગામી સપ્તાહે શેરબજાર વધુ તૂટશે. આ સંજોગોમાં રોકાણકારોએ શું કરવું જોઈએ. શું કહે છે ટેકનિકલ લેવલ.
જૂઓ વીડિયો….
નેગેટિવ સમાચાર
(1) અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ નાંખ્યો છે. જે એશિયન દેશોની તુલનાએ બે ગણો છે. જેની માર્કેટના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પડી છે.
(2) એફઆઈઆઈની નેટ વેચવાલી છે. ઓગસ્ટ મહિનામાં 14 ઓગસ્ટ સુધી એફઆઈઆઈએ કુલ રૂપિયા 24,191 કરોડનું નેટ સેલ્સ કર્યું છે.
(3) અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડેન્ટ પુતીનની આજે અલાસ્કામાં બેઠક મળવા જઈ રહી છે. જે બેઠકમાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ અંગે ચર્ચા થશે.
(4) ભારતીય સેન્સેક્સ અને નિફ્ટી બેઝ્ડ઼ સ્ટોક હાઈ પ્રાઈઝ છે. તેની સામે કવાર્ટર વનના પરિણામો ધારણા મુજબ નથી આવ્યા. મોટાભાગની કંપનીઓના અર્નિંગ્સમાં કટ છે.
(5) જુલાઈમાં વેપાર ખાદ્ય વધીને 27.35 અરબ ડૉલર પર પહોંચી ગઈ છે. જે છેલ્લા આઠ મહિનાના ઊંચા સ્તર પર છે.
(6) હાલ અર્થશાસ્ત્રીઓ એવું અનુમાન લગાવી રહ્યા છે, કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6 ટકાની આજુબાજુ રહેશે. જો કે આરબીઆઈ અને અન્ય રેટિંગ એજન્સીઓએ જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.
પોઝિટિવ સમાચાર
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે 19 વર્ષ પછી ભારતનું રેટિંગ વધારીને બીબીબી આઉટલૂક સ્ટેબલ કર્યું છે.
Will the stock market crash further next week?
The stock market took a break last week after a six-week decline. Last week, the Mumbai Stock Exchange’s Sensex closed at 80,597 after rising 682 points. NSE’s Nifty index closed at 24,631 after rising 268 points. Bank Nifty closed at 55,341 after rising 337 points. Analysis of the news in the stock market. The stock market will crash further next week. What should investors do in this situation? What do the technical levels say? Watch the video….