અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજાર(Gold Silver Market) બે તરફી વધઘટમાં અથડાઈને નવી તેજી આગળ વધી હતી. ગોલ્ડ અને સિલ્વરમાં નવા ઊંચા ભાવે પણ નવી લેવાલી ચાલુ રહી હતી.(Gold Rate Today) જેથી ગોલ્ડે 3715 ડૉલર અને સિલ્વરે 43.04 ડૉલરના નવા ઊંચા ભાવ બતાવ્યા હતા.(Silver Rate Today) સિલ્વર તેના 14 વર્ષના ઊંચા ભાવ પર છે. ગોલ્ડ અને સિલ્વરમાં તેજીનું તોફાન જ ગણી શકાય. આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં નવી તેજી આગળ વધશે?(Gold Price Today) કે પછી ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે વેચવાલી આવશે? સેન્ટ્રલ બેંકોની વેચવાલી આવશે તો શું થશે? ગોલ્ડ સિલ્વર બજારમાં નવી ઘરાકીનો તદન અભાવ છે અને દાગીના બનાવનાર અને વેચનાર બન્નેના બિઝનેસમાં ભારોભાર મંદીનો માહોલ છે. બધા જ લોકો ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઘટે તેની રાહ જોઈને બેઠા છે. આ સંજોગોમાં હવે શું થશે? નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં સોનાચાંદી બજાર સાવ ફિક્કુ રહેશે? ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver) ટેકનિકલ શું કહી રહ્યા છે?
જૂઓ વીડિયો….
અમદાવાદ સોના ચાંદી બજારમા 24 કેરેટ સોનાનો ભાવ 2500 ઉછળી રૂપિયા 1,13,500 રહ્યો હતો અને ચાંદીનો ભાવ 5,000 વધી 1,29,000 બોલાયો હતો.(There will be a sale in gold and silver at high prices)
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યયુચર સપ્તાહની શરૂઆતે ઘટી 3621 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 3715ની ઑલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી અને સપ્તાહને અંતે 3686 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 33 ડૉલરની મજબૂતી દર્શાવે છે.
સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 41.08 ડૉલર થઈ અને ઝડપી ઉછળી 43.04 ડૉલરની નવી હાઈ બનાવીને સપ્તાહને અંતે 42.83 ડૉલર બંધ રહ્યો હતો. જે 1.28 ડૉલરની તેજી દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 3579 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળીને 3674 લાઈફ ટાઈમ હાઈ બનાવીને સપ્તાહને અંતે 3643 બંધ થયો હતો, જે 57 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 40.51 ડૉલર થઈ અને ઝડપી ઉછળી 42.49 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 42.19 ડૉલર બંધ થયો હતો. જે 1.19 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
તેજી આવવાના કારણો
વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં એ જ તેજીનું તોફાન ચાલુ રહ્યું હતું. બુલ ઓપરેટરોમાં ભારે જોશ હતો, જો કે હજી ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી ન હતી. અને દરેક ઘટાડે નવી લેવાલીનો ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો હતો. સોના ચાંદી બજારમાં ગોલ્ડ 4000 ડૉલર અને સિલ્વર 45 ડૉલર થવાની વાતોની ચર્ચા છે. તેજીવાળા ઓપરેટરોને હજી વધુ તેજી દેખાઈ રહી છે.
યુએસ ફેડરલ રીઝર્વની 17 સપ્ટેમ્બરને બુધવારના રોજ બેઠક મળનાર છે, જેમાં ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવે તેવી શક્યતા છે. જેને પગલે ડૉલર નબળો પડી રહ્યો છે અને યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ પણ ઘટીને 4.05 ટકા થઈ ગયું છે. આથી જ ગોલ્ડ અને સિલ્વરમાં દરેક ઘટાડે નવી લેવાલી સતત ચાલુ રહી હતી અને તેજીવાળાને વધુ બળ મળ્યું હતું.
બીજી તરફ ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા ફેડરલ રીઝર્વ પર ફેટ રેટ કટ કરવા માટે સતત પ્રેશર રહ્યું છે, જેને પગલે બજારમાં એવી વાતો હતી કે વર્ષના અંત સુધીમાં ફેડરલ રીઝર્વ એક ટકાનો રેટ કટ કરશે. કારણ કે લેબર માર્કેટ નબળું છે. નોકરીની વૃદ્ધિમાં સતત ઘટાડો અને ફુગાવાનો દર વધારે છે. જેથી આ વખતે 17 સપ્ટેમ્બરની બેઠકમાં પચાસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવે તેવી શક્યતા વધી છે અને બજારને આશ્ર્યચકિત કરી શકે છે.
ગત સપ્તાહે પ્રીલીમનરી રીવીઝનમાં યુએસ એમ્પ્લોયમેન્ટમાં લગભગ 10 લાખ નોકરીઓ ઓછી થઈ હતી, જે 10 વર્ષની સરેરાશન કરતાં ત્રણ ગણી ઓછી છે. અને રેકોર્ડ પર સૌથી ખરાબ છાપ છોડી છે.
ધી પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ગોલ્ડ ખરીદી સતત ચાલુ રાખી હોવાના બજારમાંથી સમાચાર મળી રહ્યા છે અને તેઓ સોનાની આયાત નિકાસના નિયમોને વધુ ઉદાર બનાવવા માટે તૈયાર છે. સમાચાર એવા પણ છે કે સેન્ટ્રલ બેંક અને પોલેન્ડે આ વર્ષે ચીન કરતાં ગોલ્ડમાં વધુ ખરીદી કરી હોય તેવી વાતો બજારમાંથી જાણવા મળી રહી છે.
ફ્રેન્ચ વડાપ્રધાનને પદભ્રષ્ટ કર્યા છે. જાપાનના વડાપ્રધાને રાજીનામુ આપ્યું છે. નેપાળમાં હિંસક અથડામણો પછી રાજકીય પરિવર્તન થયું છે.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલે ગાઝા પર હૂમલા વધાર્યા છે. આ બધા સમાચાર ગોલ્ડ સિલ્વર માટે તેજીના છે.
યુએસ ડૉલર પર કોઈને વિશ્વાસ રહ્યો નથી. અને ફુગાવા સામેના હેજ તરીકે ગોલ્ડ અને સિલ્વર સલામત રોકાણ છે. આથી હાલ ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધુને વધુ વધી રહ્યા છે.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે
આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં દરેક ઉછાળે વેચવાલી આવશે. વણકલ્પી તેજી જોવા મળી રહી છે. એક વર્ષમાં જ ગોલ્ડમાં 40 ટકા કરતું વધુનું વળતર મળી રહ્યું છે. તો શાણા ઈન્વેસ્ટરો નફો બુક કરવા આવશે. તેજીમાં બધાને તેજી દેખાતી હોય છે, પણ હકીકત કંઈક અલગ હોય છે. જેથી આગામી સપ્તાહે ખૂબ સાવધાની સાથે ટ્રેડ કરવા. કારણ કે 17 સપ્ટેમ્બરને બુધવારે ફેડની બેઠક છે, જેમાં કાંઈ પણ આવે તો મોટી વધઘટના એંધાણ છે. અને ગોલ્ડ સિલ્વર તોફાની તબક્કામાં છે.
સેન્ટ્રલ બેંકોએ નીચા ભાવે ખરીદી કરી છે, પણ જો તેઓ વેચવા આવશે તો ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટી શકે છે. પણ સેન્ટ્રલ બેંકોની અમેરિકાની ઈકોનોમી પર અને ડૉલર પર વિશ્વાસ બેસે તો જ વેચવા આવશે. કારણ કે હાલ ટ્રમ્પની નાણાકીય નિતીઓ સામે અનેક પ્રશ્નાર્થ ઉભા છે.
આગામી સપ્તાહના બુધવારે સવારે બેંક ઓફ કેનેડાની બેઠક મળશે, અને બજારો 25 બેસિસ પોઈન્ટના ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે. દરમિયાન, બેંક ઓફ ઈંગ્લેન્ડ ગુરુવારે બેઠક મળશે, જેમાં બજારો દરોમાં કોઈ ફેરફાર નહીં કરે તેવી અપેક્ષા છે. તેમજ બેંક ઓફ જાપાન પણ ગુરુવારે વ્યાજ દરો યથાવત રાખે તેવી અપેક્ષા છે.
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડ અને સિલ્વર અપસાઈડમાં છે. પણ ચાર્ટ પર હાઈલી ઓવરબોટ સ્થિતી દર્શાવે છે. જેથી રીએક્શન આવવું જરૂરી બન્યું છે. કયા સુધી એકતરફી તેજી ચાલ્યા જ કરશે. આગામી સપ્તાહે ગોલ્ડ 3750 ડૉલર ઉપર જાય અને ક્લોઝીંગ આવે તો જ નવી તેજી આગળ વધશે. અન્યથા હાલ 3725 ડૉલરનો સ્ટોપલોસ રાખીને વેચી શકાય. નીચામાં 3550 ડૉલરએ મજબૂત સપોર્ટ લેવલ રહેશે. ઉપરની બાજુની વાત કરીએ તો પ્રથમ રેઝિસ્ટન્સ 3700, પછી બીજો રેઝિસ્ટન્સ 3725 અન ત્રીજો 3750 ડૉલરના લેવલ આવે છે. જો આગામી સપ્તાહે રીએક્શન આવે તો ગોલ્ડ ઘટીને 3600 ડૉલર અને 3550 ડૉલરના લેવલ બતાવી શકે છે.
તેવી જ રીતે સિલ્વરમાં 43.25 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે, આ મથાળે પ્રોફિટ બુકિંગ આવી શકે છે. અને નીચામાં 41 ડૉલર તૂટશે તો 40.70 અને 40.25 ડૉલર સુધી જઈ શકે છે. અને સિલ્વરમાં 40 ડૉલરનો ભાવ એ સ્ટ્રોંગ સપોર્ટ લેવલનું કામ કરશે.
ભારતમાં દિવાળી અને નવરાત્રિના તહેવારો પૂર્વે નવી ઘરાકીનો તદન અભાવ જોવાઈ રહ્યો છે. ગોલ્ડ સિલ્વરના ભાવમાં તેજી છે, પણ ગોલ્ડ સિલ્વર બજારમાં ભારે મંદીનો માહોલ છે. દાગીના બનાવનાર અને વેચનાર બન્ને ભારોભાર મંદીનો સામનો કરી રહ્યા છે. સોનાચાંદીના ભાવ ઘટે તો બજારમાં ખરીદી કરનારા આવે. કેટલાક વેપારીઓ તો અત્યારથી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે નવરાત્રિ અને દિવાળીના તહેવારો સાવ ફિક્કા રહેશે.
આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ
સોમવાર- યુએસ એમ્પાયર સ્ટેટ મેન્યુફેકચરિંગ સર્વે
મંગળવાર- યુએસ રીટેઈલ સેલ્સ ડેટા
બુધવાર- યુએસ હાઉસીંગ સ્ટાર્ટ્સ એન્ડ બિલ્ડીંગ પરમીટ, બેંક ઓફ કેનેડાની મોનેટરી પૉલીસી બેઠક, ફેડરલ રીઝર્વ મોનેટરી પૉલીસી અંગે બેઠક
ગુરુવાર- બેંક ઓફ ઈંગ્લેંડ મોનેટરી પૉલીસી અંગે બેઠક, યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા, ફિલી ફેડ મેન્યુફેકચરિંગ સર્વે, બેંક ઓફ જાપાન મોનેટરી પૉલીસી અંગે બેઠક