
ભારત માટે સોનાના ભાવ વધે તે આંચકારૂપ જ હોય છે, લગ્નસરાની ખરીદી કરનારા પર બોજો વધે છે, અને લગ્ન કરનારાના ખર્ચના બજેટમાં અનેકગણો વધારો થાય છે, જેને પગલે પોસાય તેવા લોકો ખરીદી કરી લે છે, પણ જેમની સગવડ નથી તેઓ સોનું ખરીદવાની કોન્ટિટી ઘટાડે છે. જો કે જેમજેમ સોનાના ભાવ વધતા જઈ રહ્યા છે તેમતેમ જ્વેલર્સના શોરૂમમાં નવી ઘરાકી ઘટતી જઈ રહી છે. સોનાચાંદીનો બિઝનેસ નબળો પડી રહ્યો છે. સોનાચાંદીની આયાત પણ ઘટી રહી છે. ભાવે વધતા જાય છે તેમ બિઝનેસનું વોલ્યૂમ ઘટતું જાય છે. ઘરેણા બનાવતાં કારીગરો પણ બેકાર થઈ રહ્યા છે.


આ વખતે એપ્રિલથી જાન્યુઆરીમાં સોનાની આયાત 9 ટકા ઘટી 24.64 અબજ ડૉલર થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં પણ ઘટાડો થયો છે. એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં નિકાસ 1.5 ટકા ઘટી 25.11 અબજ ડૉલર રહી છે.
