તેજીના કારણો વચ્ચે શેરબજાર કેમ તૂટયું?

by Investing A2Z
Stock Market India

 

શેરબજારમાં આજે તેજીના કારણો વચ્ચે પણ નેગેટિવ ટોન રહ્યો છે. એફઆઈઆઈની ધૂમ વેચવાલી સાથે તેજીવાળા ઓપરેટરોએ પણ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. પરિણામે શેરોના ભાવ ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 692 પોઈન્ટ અને નિફટી 208 પોઈન્ટ તૂટ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ 79,552 ખૂલીને શરૂમાં સામાન્ય વધી 79,692 થઈ અને ત્યાંથી સળંગ તૂટી 78,889 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,956.03 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 692.89નું ગાબડું દર્શાવે છે.

એનએસઈ નિફટી ઈન્ડેક્સ 24,342 ખૂલી શરૂમાં વધી 24,359 થઈ અને ત્યાંથી તૂટી 24,116 થઈ સેશનને અંતે 24,139 બંધ રહ્યો હતો, જે 208 પોઈન્ટનું ગાબડુ દર્શાવે છે.

શેરબજારમાં આજે પોઝિટિવ કારણો હતા, તેમ છતાં માર્કેટ નેગેટિવ ઝોનમાં રહ્યું છે. (1) જૂલાઈ મહિનાનો રીટેઈલ મોંઘવારી દર ઘટીને 3.54 ટકા, જે પાંચ વર્ષના તળિયે રહ્યો હતો. (2) ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22 ટકા વધી 6.93 લાખ કરોડ થયું છે. (3) ચોમાસાની પ્રગતિ સંતોષજનક રહી છે (4) હિન્ડનબર્ગના રીસર્ચ રીપોર્ટની બજારના સેન્ટિમેન્ટ પર ધારી હતી તેટલી ખરાબ અસર થઈ નથી. (5) વિદેશી સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા.

આજે સવારે માર્કેટ ખૂલતાની સાથે જ એફઆઈઆઈની ધૂમ વેચવાલી ફરી વળી હતી. એચડીએફસી બેંકની આગેવાની હેઠળ મેટલ, બેકિંગ, પીએસયુ, તેલ, ગેસ અને એનર્જિ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા. જો કે આઈટી અને ફાર્મા સેકટરના શેરોમાં સુધારો જોવાયો હતો.

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યોઃ 757 શેર પ્લસમાં બંધ હતા, 1978 શેર માઈનસમાં બંધ હતા અને 78 શેર ફેરફાર વગર બંધ રહ્યા હતા.

52 વીક હાઈ-લોઃ 121 સ્ટોક 52 વીક હાઈ પર હતા અને 31 સ્ટોક 52 વીક લો પર રહ્યા હતા.

સર્કિટઃ 92 સ્ટોકમાં અપર સર્કિટ હતા અને 104 શેરમાં લોઅર સર્કિટ લાગી હતી.

ટોપ ગેઈનર્સઃ ટાઈટન ઈન્ડ., એપોલો હોસ્પિટલ, ડૉ. રેડ્ડી, તાતા કોન્સોલિ. અને નેશલે

ટોપ લૂઝર્સઃ બીપીસીએલ, એચડીએફસી બેંક શ્રીરામ ફાયનાન્સ, એચડીએફસી લાઈફ અને બજાજ ફાઈનાન્સ

You will also like

Leave a Comment