અમદાવાદ- સોના ચાંદી બજારમાં (Gold Silver Market) વીતેલા સપ્તાહે ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી છે. આમ જોવા જઈએ તો સતત આઠમાં સપ્તાહે તેજી આગળ વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 4081 ડૉલર (Gold Rate Today) અને સિલ્વર 51.24 ડૉલરની નવી હાઈ બનાવી હતી. (Silver Rate Today) નોંધપાત્ર બાબત એ છે કે ગોલ્ડ અને સિલ્વરમાં ફ્યુચરના ભાવ કરતાં સ્પોટના ભાવ ઊંચા બોલાયા હતા. એટલે કે ગોલ્ડ અને સિલ્વરમાં પ્રિમિયમ બોલાયા છે, આવું પહેલી વાર બન્યું છે. જે બજારની તેજીનો બોલતો પુરાવો છે. સતત આઠ સપ્તાહની તેજી પછી હવે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરની(Gold Silver Rate Today) તેજીને બ્રેક વાગશે?(When will the one-sided historical rally of gold and silver take a break?) ગોલ્ડ સિલ્વરમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ આવશે? અમેરિકન સ્ટોક માર્કેટ તૂટીને આવ્યું છે, તેની પાછળ ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટશે? ભારતમાં દિવાળીના તહેવારો અગાઉ ખરીદીનો કેવો માહોલ છે?
આજે આપણે ગોલ્ડ સિલ્વરના બજારના નિષ્ણાતો સાથે વાત કરીશું, તેમને પણ આ જ વીડિયોમાં સાંભળીશું.
જૂઓ વીડિયો
સૌથી પહેલા સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવની વધઘટ પર નજર કરીએ….
અમદાવાદ સોના ચાંદી બજારમાં(Bullion Market) 24 કેરેટ સોનું એક સપ્તાહમાં 5500 રૂપિયા વધીને 1,28,000 બોલાયું છે(Gold Rate Today) અને ચાંદી એક જ સપ્તાહમાં 20,000 રૂપિયા ઉછળીને 170,000 બોલાઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 3908 ડૉલર થયું હતું. ત્યાંથી નવી લેવાલી ચાલુ રહેતાં ઝડપી ઉછળી 4081 ડૉલર લાઈફ ટાઈમ હાઈ સપાટી બતાવી હતી. અને અંતે 4000 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 92 ડૉલરનો નવો ઉછાળો દર્શાવે છે.(Gold Prices Today)
સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 46.70 ડૉલર થઈ હતી, આ મથાળા પછી નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 49.96 ડૉલરની ઑલ ટાઈમ હાઈ લેવલ બતાવ્યું હતું. અને અંતે 47.24 ડૉલર બંધ રહી હતી. સપ્તાહ દરમ્યાન સિલ્વર 72 સેન્ટ્સ ઘટી હતી.(Silver Prices Today)
સ્પોટ ગોલ્ડ(Spot Gold) સપ્તાહની શરૂઆતે ઘટી 3883 ડૉલર થયો હતો. જે ત્યાંથી જોરદાર લેવાલી નીકળતાં ઉછળી 4059 ડૉલર લાઈફ ટાઈમ હાઈ ભાવ બતાવ્યો હતો. અને અંતે 4018 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 132 ડૉલરનો ભારેખમ ઉછાળો દર્શાવે છે. ફયુચરના ભાવ કરતાં સ્પોટમાં ભાવ 18 ડૉલર ઊંચો હતો.
સ્પોટ સિલ્વર(Spot Silver) સપ્તાહની શરૂઆતે ઘટી 47.31 ડૉલર થયો હતો. જે મથાળેથી નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 51.24 ડૉલર થયો હતો અને અંતે 50.29 ડૉલર બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન સિલ્વરમાં 2.30 ડૉલરનો ઉછાળો આવ્યો હતો. તેમજ ફ્યુચરના ભાવ કરતાં સ્પોટ સિલ્વર ચાર ડોલર ઊંચો રહ્યો હતો.
શરૂમાં નફારૂપી વેચવાલી આવી
સપ્તાહની શરૂઆતથી ગોલ્ડ અને સિલ્વરમાં(Gold Silver Market) દરેક ઊંચા મથાળે વેચવાલીનો માહોલ હતો. તેજીવાળા ઓપરેટરોનું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું. જો કે ઘટ્યા મથાળેથી ફરીથી નવી લેવાલી આવી જતી હતી. જેથી ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઘટ્યા પછી તુરંત જ ઝડપી વધી ગયા હતા.
ચીન પર 100 ટકા ટેરિફ
ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થઈ ગયું છે. જેથી ગોલ્ડ અને સિલ્વરમાં વેચવાલી આવી હતી. એક તબક્કે તો એમ થયું હતું કે ચાલો જીઓ પોલિટિકલ ટેન્શન ઓછુ થયું. પણ અમેરિકન પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) ચીન(China) પર 100 ટકા ટેરિફ નાંખી દીધો, જેનો અમલ પહેલી નવેમ્બરથી થશે. આ સમાચાર પછી પાછુ ફરીથી ટ્રેડ વોર(Trade War) શરૂ થયું. જેને કારણે ગોલ્ડ અને સિલ્વરમાં ભારે લેવાલી આવી હતી. અને વધતાં ટ્રેડિંગ વોલ્યુમ વચ્ચે ગોલ્ડ અને સિલ્વરના ભાવ ફરીથી ઊંચકાયા હતા.(Gold Rate Today)
યુએસ શટડાઉન
બીજી તરફ અમેરિકામાં શટડાઉન( US Shutdown) ચાલી રહ્યું છે. આ શટડાઉન કયારે ખૂલશે તે હાલ કહી શકાય તેમ નથી. પણ શટડાઉનથી અમેરિકન ઈકોનોમીને ખૂબ મોટુ નુકસાન થઈ રહ્યું છે. ડૉલર પર કોઈને વિશ્વાસ નથી સેન્ટ્રલ બેંકો સતત ગોલ્ડ અને સિલ્વરમાં સતત બાયર છે. સિલ્વરમાં ઔદ્યોગિક ડિમાન્ડ નીકળી છે.
ગોલ્ડ ઈટીએફમાં 285 ટકા વધુ ઈનફ્લો
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો(World Gold Council) એક રીપોર્ટ આવ્યો છે, જેમાં સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં ગોલ્ડ ઈટીએફ 90.2 કરોડ ડૉલર એટલે કે 8000 કરોડ રૂપિયાનો નેટ ઈનફ્લો રહ્યો છે. જે ઓગસ્ટ મહિનાની સરખામણીએ 285 ટકાનો ઉછાળો દર્શાવે છે. વધુમાં આ સતત ચોથો મહિનો છે કે ગોલ્ડ ઈટીએફ પોઝિટિવ ફ્લો રહ્યો રહ્યો છે. ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં અમેરિકા નંબર વન રહ્યું છે, બીજા નંબરે બ્રિટન, ત્રીજા નંબરે સ્વીટ્ઝરર્લેન્ડ અને ચોથા નંબર પર ભારત રહ્યું છે.
બજારમાંથી ચાંદી ગાયબ
અમદાવાદ સોનાચાંદી બજારમાં(Gold Silver Market) સ્થિતિ એવી છે કે ચાંદીનો સ્ટોક જ નથી. કોઈ વેપારી ભાવ બોલીને વેપાર કરવા તૈયાર નથી. કોઈ વેચવા પણ આવતું નથી. હા…. ખરીદનારા લાઈનમાં ઉભા છે, પણ સામે વેચનાર કોઈ નથી.
આશિષ ઝવેરીએ કહ્યું જોઈ વિચારીને ખરીદી કરજો
જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના સેક્રેટરી આશિષભાઈ ઝવેરીએ Investinga2z.com ને જણાવ્યું હતું કે હાલ અત્યારે ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતના બજારની વાત કરીએ તો સોનાનો ભાવ 127,000થી 1,28,000નો છે. અને ચાંદીનો ભાવ 1,50,000 ઉપર ગયો છે. આગામી દિવસોમાં પુષ્ય નક્ષત્ર, ધનતેરસ, એનઆરઈ લગ્નગાળાની સીઝન શરૂ થશે. આવા દિવસોમાં ગોલ્ડ સિલ્વરની ડિમાન્ડ વધારે રહેતી હોય છે. ગોલ્ડમાં વિશ્વની સેન્ટ્રલ બેંકોની ખરીદીને કારણે ભાવ સતત વધી રહ્યા છે. સોના ચાંદીના ઊંચા ભાવને કારણે સ્ટોકની સ્થિતિ ના કે બરાબર છે. પણ હાલ રીસાયક્લિગ વધારે થઈ રહ્યું છે. જૂનુ સોનું આપીને નવા દાગીનાની ખરીદી થઈ રહી છે. મારુ માનવું છે કે સોના ચાંદીના ભાવ હજી વધુ વધશે, જેથી હું હમેશા કહેતો રહું છું કે સોના ચાંદીમાં દરેક ભાવે ખરીદી કરવી જોઈએ. પણ હાલ જે રીતે સોના ચાંદીના ભાવ વધ્યા છે. જેથી રોકાણકારોએ જોઈ વિચારીને ખરીદી કરવી જોઈએ.
માત્ર ને માત્ર જરૂરિયાતવાળાની ખરીદી
સ્થાનિક સોના ચાંદી બજારમાં મંદીનો માહોલ છે. મે આજે સોના ચાંદી બજારના અનેક વેપારીઓ સાથે વાતચીત કરી અને બજારની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. સોના ચાંદીના ભાવ ઊંચા હોવાથી હાલ ફીઝીકલી ખરીદી અટકી છે, પણ રોકાણકારોએ ઈટીએફમાં ખરીદી વધારી દીધી છે. હાલ માત્ર જરૂરિયાતવાળા હોય તે લોકો જ ખરીદી કરવા આવી રહ્યા છે.
પથિક શાહ કહે છે કે હાજરમાં માલનો સ્ટોક નથી
અમદાવાદ ચોકસી મહાજનના સેક્રેટરી પથિકભાઈ શાહે Investinga2z.com ને જણાવ્યું હતું કે સોનાચાંદીના ભાવમાં પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. હાજરમાં માલનો સ્ટોક કોઈની પાસે રહ્યો નથી. જેથી આવનાર દિવસોમાં ચાંદી બે લાખ અને સોનાનો ભાવ 1,30,000 બોલાય તો નવાઈ નહી.
બજારમાં લાવ લાવનો નાદ
ગોલ્ડ સિલ્વરમાં સતત આઠ સપ્તાહની તેજી પછી આગામી સપ્તાહે તેજીને બ્રેક વાગશે. હવે દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવશે. તેજી થવાનો પણ એક પોઈન્ટ હોય છે. તેજી પછી મંદી અને મંદી પછી તેજી આવતી હોય છે. એટલા માટે ગોલ્ડ સિલ્વરમાં હાલ ભલે પ્રિમિયમ બોલાઈ રહ્યા હોય. તેજીનો લાસ્ટ પોઈન્ટ આવો જ હોય છે. બધા જ લાવ લાવ કરે ત્યારે તે સમય વેચવાનો હોય છે. ગોલ્ડમાં એક વર્ષમાં 56 ટકાથી વધુનું રીટર્ન મળી રહ્યું છે. અને સિલ્વરમાં 70 ટકાથી વધુ રીટર્ન મળી રહ્યું છે. જેથી હાલ નવી ખરીદીમાં ખૂબ સાવેચતી રાખજો.
દિવાળીના તહેવારોમાં ખરીદી
ભારતમાં દિવાળીના તહેવારો(Diwali festivals) ખૂબ નજીક છે, પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં જે ખરીદીનો માહોલ હોય છે, તેવો માહોલ આ વખતે નથી. એટલે કે વધુ પડતા ઊંચા ભાવને કારણે દિવાળી ફિક્કી રહેશે.
ટેકનિકલ લેવલ
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 3950 ડૉલરનું મહત્ત્વનું સપોર્ટ લેવલ રહેશે. આગામી સપ્તાહે 3950 ડૉલરનું લેવલ તૂટશે તો ભાવ વધુ ઘટશે. અન્યથા ગોલ્ડ 3950 અને 4100 ડૉલરની રેન્જમાં રહેશે.
સિલ્વરમાં 47 ડૉલર અને 51 ડૉલરની રેન્જમાં રહેશે. 47 ડૉલર તૂટશે તો સિલ્વર ઘટીને 45 ડૉલર સુધી આવી શકે છે.
Top Trending News
US China News: ચીન પર 100 ટકા ટ્રમ્પ ટેરિફઃ ચીન પર કેમ ભડક્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ?
અન્ય વિકલ્પોમાં રોકાણ કરી શકાય
એવું પણ બની શકે કે ઓપરેટરો ગોલ્ડ સિલ્વરમાં જંગી નફો બુક કરીને અન્ય વિકલ્પોમાં રોકાણ કરે. અને બીજુ ભાવની વધઘટ ખૂબ મોટી રહેશે. જેથી ટ્રેડરોએ સાવચેતી સાથે ટ્રેડ કરવા હિતાવહ છે.