નવી દિલ્હી- ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર ચર્ચા થઈ છે. 16 સપ્ટેમ્બરએ એક મહત્ત્વપૂર્ણ બેઠક થઈ છે. બન્ને દેશો ખૂબ ઝડપથી સમજૂતી કરવા પર ભાર આપ્યો છે.(Meeting between India and the US regarding the trade deal) અમેરિકાએ ભારતીય ચીજ વસ્તુઓ પર ટેરિફ લગાવ્યો છે, જેના પર ભારતે વાંધો લીધો છે.(Trump Tariff on India) પહેલા ચર્ચા થઈ હતી અને ટેરિફના મામલે સહમતિ સંઘાઈ ન હતી. પણ હવે બન્ને દેશો વચ્ચેની સમજૂતી સંઘાય તેવું લક્ષ્ય છે. બન્ને દેશો ઓનલાઈન વાતચીત ચાલુ રાખશે.
આ બેઠકનો હેતુ પહેલા અટકેલ ટ્રેડ ડીલ અંગેની ચર્ચા ફરીથી શરૂ કરવા માટે હતો. ભલે ઔપચારિક વાતચીતનો છઠ્ઠો દોર હતો, પણ હજી આગળ પણ વાતચીત ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) ભારત અમેરિકા વચ્ચેના વેપારી સંબધો વધુ સારા બનાવવાની વાત કહી છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની સમજૂતીને લઈને ખૂબ પોઝિટિવ વાતચીત રહી છે. વાણિજ્ય મંત્રાલયના કહેવા અનુસાર બન્ને દેશો વચ્ચે સમજૂતી ખૂબ ઝડપથી પુરી કરવાનો પ્રયાસમાં ઝડપ કરાશે. અમેરિકી દુતાવાસે પણ આ વાતચીતને સારી ગણાવી છે.
આ બેઠકમાં અમેરિકા તરફથી બ્રેંડન લિંચ(Brandon Lynch from the US) અને ભારત તરફથી રાજેશ અગ્રવાલ(Rajesh Agarwal from India) સામેલ હતા. બ્રેંડન લિંચ અમેરિકાના મુખ્ય ચર્ચા કરનાર અને સહાયક વેપાર પ્રતિનિધિ હતા. તેમજ રાજેશ અગ્રવાલ વાણિજ્ય મંત્રાલયમાં વિશેષ સચિવ છે. અધિકારીઓએ કહ્યું હતું કે આગળ પણ અમારી વાતચીત ઑનલાઈન ચાલુ રહેશે. આગામી મીટિંગ ક્યારે થશે, તે બન્ને દેશો મળીને નક્કી કરશે.
આ મીટિંગ એવા સમયે થઈ છે કે જ્યારે અમેરિકાએ ભારતીય સામાન પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. ભારતે આ ટેરિફનો ખોટ ગણાવ્યો છે. ભારતનું કહેવું છે કે આટલો બધો ટેરિફ લગાવવો ઠીક નથી.
બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલને લઈને અગાઉ પણ પાંચ વખત બેઠક થઈ ચુકી છે. 25-29 ઓગસ્ટના રોજ બેઠકનો છઠ્ઠો દોર થવાનો હતો. પણ વધારે ટેરિફ લાગવાથી આ બેઠકને ટાળી દેવાઈ હતી. લિંચ અને અગ્રવાલ આ વાતચીત દ્વારા વેપારને ફરીથી શરૂ કરવાની પહેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) દ્વારા ઓગસ્ટ મહિનામાં જ ભારતીય સામાન પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો.(America imposed 50 percent tariff on India) તે પછી ટ્રેડ ડીલની ચર્ચા બંધ થઈ હતી. બન્ને દેશો વચ્ચે ભારે ટેરિફને કારણે તગંદિલી ઉભી થઈ છે. ટ્રમ્પ અને મોદીની દોસ્તીમાં તિરાડ પડી હતી.