
USAના પ્રેસિડેન્ટે ઓવલમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભારત જવાની ઉત્સુકતા દાખવી હતી. નરેન્દ્ર મોદીને તેમના ખાસ ફ્રેન્ડ ગણાવ્યા હતા, અને કહ્યું હતું મોદી સજ્જન માણસ છે. મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ શોમાં લાખો લોકો મારુ સ્વાગત કરશે, જે સાંભળીને મારી ઉત્સુકતા વધી ગઈ છે. ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનીયા ભારત આવવા અને ખાસ કરીને અમદાવાદ આવવા માટે ખુબ જ આતુર છે. ટ્રમ્પને વેલકમ કરવા માટે અમદાવાદીઓ હરખઘેલા થયા છે. સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. રાજ્ય સરકાર, પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મોટેરા સ્ટેડિયમના સંચાલકો, ગાંધી આશ્રમના સંચાલકો, ટ્રાફિક વિભાગના જવાનો, અમેરિકી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. પ્રેસિડેન્ટ જે રસ્તા પર રોડ શો કરવાના છે, તે રોડનું બ્યૂટીફિકેશન જોરશોરથી ચાલી રહ્યું છે. રોડ શો વખતે ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા સ્ટેજ પર પર્ફોમન્સ, એરપોર્ટ પર પણ ગાર્ડ ઓફ ઓનર વિગેરે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પના સ્વાગતમાં કોઈ કચાશ ન રહી જાય તેવું ઝીણામાં ઝીણું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.



વડાપ્રધાન મોદી ખુદ ગુજરાતી છે, અને તેમણે એક તીરથી અનેક નિશાન તાક્યા છે. ટ્રમ્પની ભારત મુલાકાત ટ્રમ્પ કરતાં ભારત માટે વધુ ફાયદાકારક રહેશે, તેમાં કોઈ મીનમેખ નથી. લાંબાગાળાના ફાયદા વિચારીને જ નરેન્દ્ર મોદી ડગલા માંડી રહ્યા છે. વેલકમ પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ…