

ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત સરકારે કોરોની ગાઈડલાઈન્સ તો બનાવી પણ સરકારમાં રહેલા નેતાઓ જ તેનું પાલન નથી કરતાં અને આમ જનતા પાસે તેનો કડક અમલ કરાવે છે. જેની નોંધ હાઈકોર્ટે લીધી છે અને નારાજગી વ્યક્ત કરી છે. આ અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે માસ્ક નહી પહેરનારનો દંડ રૂપિયા 500થી વધારીને રૂપિયા 1000 કરવાનો આદેશ કર્યો હતો. આવો આકરો દંડ હોવા છતાં લોકો હજી માસ્ક નહી પહેરતા, તેવું હાઈકોર્ટના ધ્યાને આવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી
સત્તા હોવા છતાં ઉપયોગ કરવામાં નિષ્ફળ કેમ છો? હાઈકોર્ટ
કોર્ટના આદેશનું બાદ કડક અમલીકરણ કરાવો
નેતાઓ દ્વારા થતાં સોશિયલ ડિસ્ટન્સના ઉડતાં ધજાગરા પર સરકાર સામે નારાજગી
નેતા અને જનતા માટે નિયમો સમાન છેઃ હાઈકોર્ટ
નેતાઓમાં લગ્ન પ્રસંગની ભીડ પર કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ
માસ્ક મામલે સરકારે શું કામગીરી કરી તે અંગે રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ
24 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે
24 ડિસેમ્બરે બેદરકારી દાખવતાં લોકો સામે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સોંપશે સરકાર
ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ
માસ્ક સહિત કોવિડની ગાઇડલાન્સનું ફરજિઆત પાલન કરાવોઃ હાઈકોર્ટ
માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં સેવા આપવા મોકલવાઃ હાઈકોર્ટ
મેડિસિન સિવાયની કામગીરી સોંપવામાં આવશે
માસ્ક ન પહેરનારે કોવિડ સેન્ટરમાં 5થી 15 દિવસની કામગીરી કરવાની રહેશે


ટૂંકમાં બધા માસ્ક પહેરજો નહી તો કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવા જવું પડશે, તેની તૈયારી રાખજો. હાલ માસ્ક જ વેક્સિન છે, એમ સમજીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે અને પરિવારની રક્ષા કરવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.