Vikram Samvat 2082: જાણો…. તમામ રાશિઓનું વાર્ષિક ભવિષ્ય

by Investing A2Z
Vikram Samvat 2082

Vikram Samvat 2082અમદાવાદ- Vikram Samvat 2082 દરેક રાશિના ગ્રહો તેમના જન્મના ગ્રહ પ્રમાણે અલગ અલગ હોય છે.(Annual Horoscope) તેમજ જે રાશિના ગ્રહ પર સારા છે. મિત્ર ક્ષેત્ર હોય તો જ એમને સારો લાભ આપતો હોય છે. (Diwali 2025) રાશિ ભવિષ્ય એક અનુમાન છે. જેથી સત્ય માનીને ચાલવું નહીં. આપ સારા કર્મ કરશો તો તમને ચોક્કસથી તેના ઉચ્ચ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે. આ વાર્ષિક રાશિ ભવિષ્ય(Zodiac Signs 2025) ગ્રહોના પરિવર્તન અનુસાર અનુમાન આધારિત છે. જેથી આપના જન્મના ગ્રહોને આધારે આપ શુભ કાર્ય કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને આપ પ્રગતિ કરી શકશો. પ્રભુમય જીવન રાખજો. અસ્તુ…. આપ સર્વને નવા વર્ષની ખૂબ ખૂભ શુભેચ્છા  (Annual Prediction of All Zodiac Signs)

  • ડૉ. જતિન મહેતા જ્યોતિષાર્ચાય અને વાસ્તુશાસ્ત્રી, અમદાવાદ, મોબાઈલ નંબર 94092 01396

મેષ રાશિ અ, લ, ઈ(Aries)

આર્થિક સ્થિતિઃ  વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિનું આયોજન કરવું હિતાવહ છે. આયોજનપૂર્વક નહીં ચાલો તો નાણાકીય પ્રશ્નો ઉભા થઈ શકે છે. આવકનો સ્તોત્ર જળવાઈ રહે તે માટે આયોજન રાખવું જરૂરી છે. જાવક વધી જશે. નવા સાહસો કરવા માટે સમજી વિચારીને આગળ વધો તે યોગ્ય છે.

સંપત્તિઃ વર્ષ દરમિયાન નવી સંપત્તિ બનવાના યોગ બની રહ્યા છે. પણ તેમાં સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. સંપત્તિમાં વાદવિવાદ હોય તો સમાધાન થઈ શકે છે. નવા રોકાણની તક મળશે. ખર્ચ સમજી વિચારીને કરવો અને સાવચેતી સાથે આગળ વધવું.

દાંપત્યજીવનઃ દાંપત્ય જીવન સુખી અને આનંદિત રહેશે. જીવનસાથીનો સહકાર મળી રહેશે. લગ્નજીવનમાં કોઈ વિવાદ અસંતોષ જ હશે તો નિરાકરણ થશે. લગ્ન ઈચ્છુકો માટે આ વર્ષ દરમિયાન સંબંધ બંધાઈ શકે છે.

કોર્ટ કચેરીઃ વ્યાપાર ધંધામાં પ્રતિસ્પર્ધીઓ વિઘ્ન ઉભા કરી શકે છે. થોડી ઘણી માનસિક અશાંતિ રહેશે. સરકારી અધિકારીઓ સાથે વ્યવહારમાં સાચવવું પડશે. એકંદરે હરીફોથી સાવઘ રહેવું અને શત્રુઓથી સાવઘ રહો તે ખૂબ જ જરૂરી છે.

આરોગ્યઃ આપના શારીરિક આરોગ્ય બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. અતિશય માનસિક તણાવને કારણે બીમાર પડવાના યોગ છે. વાગવા પડવા અકસ્માત થવું, તેનું જ ખાસ ધ્યાન રાખજો. પ્રવાસ થવાના યોગ છે. લાંબી મુસાફરી થશે. મુસાફરી દરમિયાન આપની વસ્તુ સાચવવી પડશે. નહિતર ચોરી થવાના પણ યોગ બને છે શારીરિક આરોગ્યમાં આપે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને ધ્યાન નહીં રહે તો નિર્બળ બની શકો છો.

અભ્યાસઃ વિદ્યાર્થીઓ માટે આ વર્ષમાં પુષ્કળ મહેનત કરવી પડશે. અપેક્ષા કરતાં પરિણામ ઓછું આવશે, માટે વિદ્યાર્થીઓએ સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.

ઉપસંહારઃ આ રાશિના જાતકોને શનિ મહારાજની પનોતી ચાલી રહી છે, જે કષ્ટપ્રદ છે. માનહાનીના પ્રસંગ ઉદભવે નહીં તેની ખાસ કાળજી રાખવી. આર્થિક ખર્ચ વધી જશે, માટે નિયંત્રણમાં રહેજો. માનસિંક ચિંતાનું ભારણ વધશે. નોકરી ધંધામાં સાવધાની રાખવી જરૂરી છે. વર્ષ દરમિયાન સાધારણ અનુકૂળતાઓ અને પરિશ્રમવાળું રહેશે. ઘરના વડીલોનું ધ્યાન રાખવાનું રહેશે, અન્યથા અશાંતિનો ઉદ્ભવ નુકસાની લાવી શકે છે. કાળજીપૂર્વક કાર્ય કરવું હિતાવહ છે.

વૃષભ રાશિ બ, વ, ઉ(Taurus)

આર્થિક સ્થિતિઃ આવકનો સ્તોત્ર વધશે. નાણાકીય પ્રશ્નોનો ઉકેલ આવશે. વ્યવસ્થાની નવીન તક મળી રહેશે. ખર્ચનું આયોજન બનાવી શકશો. વર્ષ દરમિયાન આર્થિક બાબતોની અનુકૂળતા રહેશે. જવાબદારીઓ સાથે ચૂકવણી થશે. અચાનક પ્રસંગિક ખર્ચ ઉદભવે. એકંદરે જવાબદારીથી ચુકવણીમાં સાધારણ પ્રગતિ મળી રહેશે.

સંપતિઃ નવા મકાન કે ફ્લેટ ખરીદવાના યોગ છે. નવા વેપારમાં કે નોકરીમાં પ્રમોશન થવાના યોગ છે. જૂની મિલકતો વેચાણ પણ થઈ શકે તેમ છે. પારિવારિક મિલકતના પ્રશ્નનો ઉકેલ મળી શકશે. આપને સ્થાવર મિલકત સંબંધી પ્રશ્ન હશે તો પણ ઉકેલ આવી જશે. એકંદરે લાભદાયક સમય રહેશે.

દાંપત્યજીવનઃ જીવનસાથીનું સુખ સારું રહેશે, સાથે પોતાના શરીરનું ધ્યાન રાખવાનું રહેશે. લગ્ન ઈચ્છુકો માટે વર્ષ સારું છે. પરસ્પરનો પ્રેમ પરસ્પરની ભાવના રાખીને ચાલો તો લગ્નજીવનમાં કોઈપણ મુશ્કેલી નહીં આવે. સ્નેહ ભાવના સચવાઈ રહેશે.

કોર્ટ કચેરીઃ જેમને પણ કોર્ટ કચેરી બાબત છે, તેમને સમાધાનની મનોવૃત્તિ રાખીને કામ કરશો તો સમય અને ધનનો વ્યય અટકી જશે. વ્યવસાયિક બાબતો પર ધ્યાન રાખવું. એકંદરે સમય મધ્યમ રહેશે.

આરોગ્યઃ વર્ષ દરમિયાન આપને કોઈ જૂના રોગ હોય તેની કાળજી રાખજો. માનસિક વ્યથા ચિંતા આરોગ્ય નિર્બળ રહેશે. વાત પિત કફના રોગ થવાની શક્યતા રહેલી છે. મુસાફરીમાં ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખજો. નવીન તકનો ઉદ્ભવ થઈ શકે છે. પ્રવાસ યાત્રા લાભદાય રહેશે. આરોગ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે.

અભ્યાસઃ આ રાશિના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે વધુ મહેનત કરવી પડશે, જેમને પરદેશગમનની ઈચ્છા રાખે છે એમને પૂર્તિ થાય એવું દેખાય છે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ વર્ષ છે પણ પ્રયત્ન પરિશ્રમ એ જ સિદ્ધાંતથી કામ કરશો તો ઈચ્છિત પરિણામ મળી રહેશે.

ઉપસંહારઃ આ રાશિના જાતકોને શનિ મહારાજનો સંપૂર્ણ લાભ મળશે. વર્ષ દરમિયાન નાણાકીય સ્થિતિમાં સુધારો રહેશે. આપને રોગમાંથી મુક્તિ મળશે અથવા નિવારણની તક મળશે. વ્યવસાયમાં વિકાસ થશે. મિત્રવર્ગનો સહકાર મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. માન અને સન્માન જળવાઈ રહેશે. નવીનતકની પ્રાપ્તિ થશે. નાણાકીય વ્યવહારિક સંબંધો સાવધાની સાથે જાળવવા અને અચાનક કોઈ ખર્ચ ન આવી જાય અથવા કોઈ નુકસાન ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. આપ નહી શત્રુઓ આપના પ્રયાસોને અવરોધ કરશે, તે ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો ચોક્કસથી વર્ષ સરસ અને સુખમય રહેશે.

મિથુન રાશિ ક, છ, ઘ(Gemini)

આર્થિક સ્થિતિઃ આ રાશિના જાતકોએ નાણાકીય ભીડનો સંજોગ ઉત્પન્ન ના થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. નવા રોકાણથી આયોજનબદ્ધ કાર્ય કરવું રહેશે. નવી સંપત્તિ કે નવી વસ્તુ ખરીદવા માટે આપને વિચાર કરવો પડશે, પછી આગળ વધજો. જે ઉછીના નાણાં આપ્યા છે, તેને પરત લાવવા માટે અનુકૂળ વર્ષ છે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે

સંપતિઃ માલમિલકત વિશે જાળવણી રાખવી. નવો ફ્લેટ કે મકાન કે પ્લોટ ખરીદવા માટે પ્રયત્ન પરિશ્રમ કરવો પડશે. પારિવારિક સંપત્તિનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. કોઈના માર્ગદર્શનની આગળ વધજો અને સાથે કોઈ ગેરમાર્ગે દોરાઈ ના જાઓ તેનું ધ્યાન રાખજો. હવે તમે કાર્ય કરશો ચોક્કસથી સંપત્તિનો લાભ મળશે.

દાંપત્યઃ જીવનસાથીની સુખાકારી રહેશે. પ્રેમ અને સહકાર વધશે. લગ્નના ઇચ્છાવાળા માટે લગ્ન થવાની શક્યતાઓ છે. દાંપત્યજીવનમાં લાગણી મનો પ્રેમ જાળવી રાખશો. ચોક્કસથી જીવન આનંદમય રહેશે. બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે.

કોર્ટ કચેરીઃ આપના કોઈ મિલકતનો કોર્ટ કેસ ચાલતો હશે તેમાંથી સમાધાન થઈ શકે તેમ છે. શત્રુ હાવી ન બની જાય તેનું ધ્યાન રાખજો. કોઈ વચ્ચેનો માર્ગ અપનાવીને કાર્ય કરશો તો ચોક્કસથી આપ લાભદાયક રહેશો. સમય અને ધન બંને બચાવીને કાર્ય થઈ શકશે.

આરોગ્યઃ આપ ડોક્ટરની સલાહ મુજબ આરોગ્ય જાળવવા શરીરની મેડિકલ તપાસ કરાવતા રહેજો. આ શરીરની ખાસ કાળજી રાખજો. સાંધાના રોગ, ગુપ્ત રોગ, અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. વર્ષ દરમિયાન પ્રવાસ યાત્રાના યોગો છે. મુસાફરીનો પરિશ્રમ થાક લાગી શકે તેમ છે, માટે આરોગ્યની કાળજી રાખીને પ્રવાસ યાત્રા કરજો. ખાનપાનું ધ્યાન રાખશો તો આરોગ્ય સારું રહેશે.

અભ્યાસઃ અભ્યાસની અંદર આપનું લક્ષ રાખીને કાર્ય કરશો ઉચ્ચ અભ્યાસ માટેનો યોગ સારો છે. લક્ષ્ય સાથે વધુ મહેનત કરશો તો ઉચ્ચ અભ્યાસની અંદર આપની ટકાવારી વધી જશે.

ઉપસંહારઃ વર્ષ દરમિયાન આપને મધ્યમ અનુકૂળતાઓ રહેશે. કાર્યક્ષેત્રમાં અવનવા પ્રશ્નો ઉદ્ભવ્યા કરશે. માનસિક ચિંતા સતાવે. નાણાકીય પ્રશ્ન રહેશે. પ્રવાસનું આયોજનબુદ્ધ કામ કરશો તો શરીર સુખ સારું રહેશે. દરેક ક્ષેત્રમાં સાવચેતીપૂર્વક કાર્ય કરજો. એકંદરે સામાન્ય વર્ષ છે.

કર્ક રાશિ ડ, હ(Cancer)

આર્થિક સ્થિતિઃ આર્થિક સ્થિતિમાં ઘણા અવરોધો આવી શકે તેમ છે. નાણાકીય બાબતમાં બહુ જ કાળજીથી કાર્ય કરજો. નાણાની જરૂરિયાતની અપેક્ષાઓ ઓછી દેખાઈ રહી છે. આપને નાણા ભીડ રહેશે માટે કાળજીથી કાર્ય કરજો. આયોજન કરજો તો સ્થિતિ ખૂબ સારી રહેશે.

સંપત્તિઃ માલમિલકત, નવું મકાન, ઓફિસ, દુકાન કે પ્લોટ ખરીદવાનો હોય તો આપ આયોજનથી કાર્ય કરજો. હાલની સ્થિતિ એવી દેખાય નથી રહી પણ બહુ જ કાળજી રાખીને આ કાર્ય કરજો. ખર્ચ વધી શકે તેમ છે. જૂની મિલકત વેચીને નવી મિલકત પણ ખરીદી શકો તેમ છો, પણ મધ્યમ રહેશે.

કોર્ટ કચેરીઃ પ્રતિસ્પર્ધીઓથી સાવધ રહેવું. સરકારી બાબતોનું ધ્યાન રાખજો. વ્યાપારમાં જે કેસો ચાલી રહ્યા છે તેનું નિરાકરણ આવી શકે તેમ છે. શત્રુઓ આપને નુકસાન પહોંચાડી ન શકે તેનું ધ્યાન રાખજો.

આરોગ્યઃ આરોગ્ય મધ્યમ રહેશે. માનસિક ચિંતાઓ ઉગ્રતા જેના કારણે આરોગ્ય બગડવાની શક્યતા રહેલી છે. આપને જો કોઈ રોગ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ રહેજો. શરીરની ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

અભ્યાસઃ વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા રહેશે. સંતોષજનક પરિણામ આવશે. ઉચ્ચ અભ્યાસ માટે તકો મળશે. વિદ્યા અભ્યાસમાં સારી સફળતા મળશે.

ઉપસંહારઃ વર્ષ દરમિયાન નાણાકીય આવકમાં ઘટાડો રહેશે. ખર્ચનું ભારણ વધશે. વડીલોનું ધ્યાન રાખવાનું રહેશે. વધુ પરિશ્રમ કરવો પડશે. આપના વિરોધીનું પ્રભુત્વ વધતું જશે, તેની કાળજી રાખજો. માનસિક અસ્વસ્થતા રહેશે, માટે કાર્યક્ષેત્ર ઉપર ખાસ ધ્યાન રાખજો. પરિશ્રમ એ જ પારસમણી છે એ સિદ્ધાંત અપનાવજો.

સિંહ રાશિ મ, ટ(Leo)

આર્થિક સ્થિતિઃ આર્થિક બાબતે પ્રયત્નશીલ રહેવું પડશે. નાણાનો અભાવ વર્તાય. નવીન તકો પણ મળી રહેશે. આર્થિક બાબતો ચિંતાજનક રહેશે, આથી આયોજકપૂર્વક  નાણાકીય કાર્ય કરવું હિતાવહ રહેશે.

સંપત્તિઃ જમીન, મકાન, ફ્લેટ કે દુકાન ખરીદવા માટે અનુકૂળ વર્ષ છે. સાથે સાથે આયોજનપૂર્વક કાર્ય કરજો તો આપને લાભ મળી શકે છે. પારિવારિક સંપત્તિમાં સમાધાન થશે .એકંદરે લાભની પ્રાપ્તિ થશે.

દાંપત્યઃ દાંપત્ય જીવનમાં સહકાર સારો રહેશે. આનંદ પ્રેમાનંદ ઉત્સવ જળવાઈ રહેશે. જેમના લગ્ન નથી થયા તેઓ વર્ષ દરમિયાન લગ્નગ્રંથીથી જોડાઈ શકે તેમ છે. લગ્નજીવન સુખાકારી અને આનંદમય રહેશે.

કોર્ટ કચેરીઃ કોર્ટ કચેરીના પ્રશ્નો હલ થતા દેખાઈ રહ્યા છે. જે કાનૂની લડત મોટા સમયથી આપ લડી રહ્યા છો તેમાં સમાધાન તરફ જઈ રહ્યા છો તેવું લાગી રહ્યું છે. શત્રુઓથી સાવધ રહેવું- જાગ્રત રહેવું. એકંદરે અનુકૂળતાવાળુ વર્ષ છે.

આરોગ્યઃ આરોગ્ય સારું રહેશે પરંતુ સાથે જાળવણી પણ રાખવી પડશે. મુસાફરી થવાના યોગ છે. નાણાકીય લાભ સચવાઈ રહેશે. પ્રવાસ દરમિયાન શરીરની ખાસ કાળજી રાખજો. વડીલવર્ગોને આરોગ્ય પર ધ્યાન રાખવાનું રહેશે.

અભ્યાસઃ આ રાશિના વિદ્યાર્થીઓએ મહેનત વધુ કરવી પડશે. પરિણામ ઓછું રહેશે, જે લાઇનમાં અભ્યાસ માટે જવું હોય તે લાઈનમાં જઈ શકાશે. ઉચ્ચ અભ્યાસમાં જવું હોય તો પણ વિદ્યાર્થીઓએ લક્ષ રાખીને ભણશો અને અભ્યાસ કરશો ચોક્કસથી પરિણામ સારું આવશે.

ઉપસંહારઃ વર્ષ દરમિયાન આપને નાણાકીય પ્રશ્નો સતાવશે. જીવનની સુખ સુવિધાઓને ક્ષતિ આપી શકે તેમ છે, જેથી આયોજન જરૂરી છે. આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે. માનસિક ભય રહેશે. મોટી જવાબદારી આવી શકે તેમ છે. અપરિચિત કે મિત્રો દ્વારા આપને કોઈ સારો લાભ મળી શકે તેમ છે. આપની જરૂરિયાતો સંતોષી શકશો. મનોવૃત્તિને ઉદ્વેગ ને શાંત રાખીને કાર્ય કરશો તો ચોક્કસથી ફળ સારું મળશે.

કન્યા રાશિ પ, ફ, ણ(Virgo)

આર્થિકઃ આર્થિક સ્થિતિ સારી રહેશે. આયોજનપૂર્વક કાર્ય કરશો તો ચોક્કસથી લાભ રહેશે. ધનલાભ સારો રહેશે અને આવકનો સ્તોત્ર પણ વધશે.

સંપત્તિઃ માલમિલકત બનવાના યોગ છે. આપે આયોજનપૂર્વક કરેલો નાણાકીય વ્યવહાર સંપત્તિ માટે અનુકૂળ રહેશે. નવીન વસ્તુ ખરીદી શકશો. જમીન વિષયોમાં કે આપને પારિવારિક સંપત્તિમાં અંદરનું સમાધાન થઈ શકશે.

દાંપત્યઃ જીવનસાથીનું આરોગ્ય સાચવવાનું રહેશે. ઘરના વડીલોને યોગ્ય માન સન્માન આપીને રહેશો તો મોટા પ્રશ્નમાંથી બહાર આવી શકશો. આપનું દામ્પત્યજીવન સુખદ રહેશે. જેમના લગ્ન નથી થયા તેમના લગ્ન થવાના આ વર્ષે યોગ છે.

કોર્ટ કચેરીઃ જેમને કોર્ટની મેટર ચાલી રહી છે. તેમણે પ્રતિસ્પર્ધીઓથી સાવઘ રહેવું. શત્રુઓ આપને પરેશાન ન કરી જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. માનસિક ખર્ચ વધી જશે. નાણાકીય ખર્ચ વધશે. સાવધાનીપૂર્વક કાર્ય કરવાનું રહેશે.

આરોગ્યઃ આપને કોઈ જૂના રોગ ફરીથી ન થાય તેનું ધ્યાન રાખજો. ડૉક્ટરની સલાહ મુજબ કાર્ય કરજો. પ્રાણીઓથી સાવઘ રહેવું પડશે. આરોગ્ય પ્રત્યે બેકાળજી ન રાખતા, નહિતર કોઈ મોટા રોગ થવાની સંભાવના છે.

અભ્યાસઃ આ રાશિના વિદ્યાર્થીઓએ વિદ્યા અભ્યાસમાં પ્રવૃત્ત રહેવું પડશે. ઇચ્છિત પરિણામ માટે સખત પરિશ્રમ કરવો પડશે. તો જ આપને સારું પરિણામ મળશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના યોગ બને છે.

ઉપસંહારઃ વર્ષ દરમિયાન દરેક કાર્ય ધીમે ગતિએ થશે. અશાંતિ, ઉદવેગ તેમજ વધુ પરિશ્રમ વાળું રહેશે. સહકારની ભાવના રાખીને કાર્ય કરવું પડશે. વર્ષના અંત સુધીમાં કોઈ સારો લાભ મળી શકે તેમ છે. કોઈપણ જૂની વાત હશે તેનું સમાધાન થશે અને ઉન્નતિનું વર્ષ છે.

તુલા રાશિ ર, ત(Libra)

આર્થિકઃ નાણાકીય બાબતોમાં આવકનો વધારો થશે. આકસ્મિક ખર્ચ પણ વધી જશે. નાણાકીય લેવડદેવડમાં ધ્યાન રાખવાનું રહેશે, તો જ આપને લાભ સારો મળશે.

સંપત્તિઃ જમીન, મકાન, પ્લોટ કે ફ્લેટ ખરીદવાના આ વર્ષે યોગ બને છે. કોઈ જૂની મિલકત હોય તેનું વેચાણ પણ થઈ શકશે. એકંદરે નવી સંપત્તિ બની શકે તેવા યોગ છે. પણ નાણાકીય રીતે યોગ્ય પ્લાનિંગ સાથે સમજીને કાર્ય કરવું તે હિતાવહ છે.

દાંપત્યઃ લગ્ન ઈચ્છુક માટે વર્ષ સારું છે. વેવિશાળ વિવાહ થવાની શક્યતાઓ છે. દાંપત્યજીવન સારું રહેશે. પોતાના જીવનસાથીનું આરોગ્ય જાળવવાનું રહેશે. અરસપરસનો પ્રેમ જળવાઈ રહેશે.

કોર્ટ કચેરીઃ સરકારી બાબતોથી સાવધ રહેવાનું રહેશે. કોઈ મોટા વિવાદનો ઉકેલ આવી શકે તેમ છે. આપને કોઈ જૂના કેસ હશે તેમાં સમાધાન થઈ શકે તેમ છે. એકંદરે અનુકૂળતાવાળું વર્ષ છે.

આરોગ્યઃ કફ સાંધાના દુખાવો, ચામડીના રોગો, પેટના દર્દો થવાની શક્યતાઓ છે. પ્રવાસ દરમિયાન ખાનપાનનું ધ્યાન રાખવાનું રહેશે. મુસાફરી લાંબાગાળાની થઈ શકે તેમ છે. ડૉક્ટરની સલાહ મુજબ ચાલશો તો ચોક્કસથી આરોગ્ય સારું રહેશે.

અભ્યાસઃ વિદ્યાર્થીઓ માટે અનુકૂળતાવાળું વર્ષ છે. વિદ્યાઅભ્યાસમાં તકેદારી રાખજો. આયોજનપૂર્વક અભ્યાસ કરશો તો ચોક્કસથી પરિણામ સારું મળશે. જેમને ઊચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ઈચ્છા છે તેમની ઈચ્છા પરિપૂર્ણ થાય.

ઉપસંહારઃ વર્ષ દરમિયાન આપને આર્થિક લાભ મળશે. કૌટુંબિક લાગણીઓ રહેશે. પ્રતિસ્પર્ધાઓ નબળી રહેશે. નવીન તકો મળશે. નવી સંપતિ મળશે. મનમાં અશાંતિ ઉદવિક રહ્યા કરશે. વ્યાપાર ધંધામાં અવરોધો આવ્યા કરશે. નોકરીમાં ફેરફારો થશે. આપને કોઈ મોટા રોગ ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. ચોરી કે છેતરપીંડી થવાના યોગ છે, જેથી ધ્યાન રાખજો.

વૃશ્ચિક રાશિ ન, ય(Scorpio)

આર્થિકઃ આર્થિક ક્ષેત્રમાં સારો લાભ રહેશે. પણ સાથે ખર્ચ વધી શકે છે. નાણાકીય લાભ સારો રહેશે. આવકમાં વધારો થશે, જેથી આપને સંતોષ રહેશે.

સંપત્તિઃ જમીન, મકાન, પ્લોટ, ફ્લેટ કે દુકાન ખરીદવાના યોગ છે. જેથી આપને સારો લાભ મળી શકે તેમ છે. નવી સંપત્તિનું સર્જન થશે.

દાંપત્યઃ જીવનસાથી સાથે લાગણીસભર પ્રેમ રહેશે. જીવનસાથીનું શારીરિક સુખ સારું રહેશે. લગ્ન ઈચ્છકો માટે યોગ સારા છે.

કોર્ટ કચેરીઃ કાનૂની વાદવિવાદ ચાલતો હશે તેમાંથી યોગ્ય સમાધાન નીકળશે. મોટા પ્રશ્નોમાંથી બહાર આવી શકશો. બાંધછોડપૂર્વક સમાધાન કરશો ચોક્કસથી લાભ રહેશે. અનેક અવરોધોમાંથી બહાર આવી શકશો.

આરોગ્યઃ આરોગ્ય સારું રહેશે. આપના ડોક્ટરની શારીરિક તપાસ કરાવતાં રહેજો. કોઈ જૂના રોગ ફરીથી ન આવે તેનું ધ્યાન રાખજો. મુસાફરી યાત્રા થવાના યોગ છે. જે લાભની તક આપશે અને આરોગ્ય અનુકૂળ રહેશે.

અભ્યાસઃ ‘પુરુષાર્થ એ જ પારસમણિ છે’ એ કહેવતથી દરેક વિદ્યાર્થીઓએ મહેનત કરવાની પડશે, તો જ આપનું સંતોષકારક પરિણામ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાનું હોય તેમને વધુ પ્રયત્ન કરવા પડશે. ચિંતાઓ રહ્યા કરશે, માટે ધ્યાન રાખીને અભ્યાસ કરો તો વધુ સારું રહેશે.

ઉપસંહારઃ વર્ષ દરમિયાન આપ માનસિક ચિંતામાં રહ્યા કરશો. કોઈ ખોટા નિર્ણય ન લેવાય જાય તેનું ધ્યાન રાખજો. ખોટા ખર્ચ ઉપર ધ્યાન રાખજો. અકસ્માતો સાચવવું પડશે. વાદવિવાદ કે ખોટા કલેશમાં ન પડો તે માટે સાવેચતી રાખજો. નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે પ્રયત્નશીલ રહેજો. વ્યાપાર ધંધામાં અનુકૂળતાનો લાભ રહેશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધ રહેવું. કાર્યશીલ અને પ્રયત્નશીલ રહેશો ચોક્કસથી આપને સારો લાભ મળશે.

ધન રાશિ ભ, ધ, ફ, ઢ(Sagittarius)

આર્થિકઃ આર્થિક સ્થિતિ મિશ્ર છે. નાણાકીય બાબતો મધ્યમ છે. આપનું આવકનું સ્તોત્ર ઓછું રહેશે અને સામે જાવક વધી જશે. એટલે નાણાકીય બાબતના પ્રશ્નો ઊભા થઈ શકે તેમ છે. આથી નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક કાર્ય કરવું પડશે.

સંપત્તિઃ સ્થાવર મિલકતની અનુકૂળતા રાખીને ખરીદી કરી શકશો. અવરોધો આવશે પણ સમયપૂર્વક સમજીને કાર્ય કરજો તો ચોક્કસથી લાભ રહેશે. જૂની મિલકતમાંથી સારો લાભ મળશે. ‘સંતોષી નર સદા સુખી’ એ વાક્યને ધ્યાનમાં રાખીને કાર્ય રાખશો તો મકાન કે જમીન કે પ્લોટ ફળદાયી રહેશે.

દાંપત્યઃ લગ્નજીવન આદર, પ્રેમ, સહકાર અને લાગણીવાળું રહેશે. જીવનસાથીનું આરોગ્ય સારું રહેશે. બંને જણાએ વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ છે. માનસિક સ્થિતિ સાચવીને રાખશો તો ચોક્કસથી આરોગ્ય સારું રહેશે. જેઓ લગ્ન ઈચ્છકો છે તેમને આ વર્ષમાં સારા સમાચાર પ્રાપ્ત થશે.

કોર્ટ કચેરીઃ આપે શત્રુઓથી સાવધ રહેવું પડશે. શત્રુ આપને હાનિ પહોંચાડી શકે તેમ છે. આપની પ્રવૃત્તિમાં મોટા અવરોધ આવી શકે તેમ છે. કોર્ટ મેટર ચાલતી હશે તો હજુ લાંબો સમય ચાલે તેવું દેખાઈ રહ્યું છે. ટૂંકમાં શત્રુઓથી સાવધ રહેવું.

આરોગ્યઃ કોઈ જૂના રોગ આપને ફરીથી થઈ શકે તેમ છે, આથી આપ ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિતપણે દવા ચાલુ રાખજો. આરોગ્ય બાબતે સાવધાની રાખવી પડશે. પ્રવાસ દરમિયાન ખોરાકનું ધ્યાન રાખજો. આરોગ્ય મિશ્ર રહેશે.

અભ્યાસઃ વિદ્યાર્થીઓ માટે વર્ષ સારું છે. જેમને ઊચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું હોય તેમના માટે યોગ સારા છે. સારી લાઈનમાં જવા માટેના યોગ છે. પણ વિદ્યાર્થીઓએ પરિણામ માટે સખત પરિશ્રમ તો કરવો જ પડશે.

ઉપસંહારઃ શનિ મહારાજની નાની પનોતી ચાલી રહી છે એટલે કાર્યમાં અવરોધો થશે. નાણાકીય બાબતના પ્રશ્ન ઊભા રહેશે. દાંપત્યજીવનમાં પણ બનાવો પણ રહ્યા કરશે, તેનું ધ્યાન રાખવાનું રહેશે. કોઈ મોટા ઝઘડા કે વાદવિવાદમાં પડવું નહીં. કોઈક ખોટા બ્રહ્મમાં રહેશો નહીં. આર્થિક બાબતમાં નિયંત્રણથી કાર્ય કરવું પડશે. ચીજવસ્તુ ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખજો. સતત પ્રયાસોને કારણે આપને કોઈ સારી નવીન તક મળી રહેશે. એકંદરે મિશ્ર ફળદાયી વર્ષ છે.

મકર રાશિ ખ, જ(Capricorn)

આર્થિકઃ આવકનો સ્તોત્ર વધશે. વ્યાપાર- વ્યવસાય પ્રગતિકારક રહેશે. નાણાકીય રોકાણથી આપને લાભ સારો રહેશે. નાણાકીય બાબતોમાં અનુકૂળતા સુવિધા કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે.

સંપત્તિઃ જમીન, મકાન, પ્લોટ, ફ્લેટ, દુકાન કે ઓફિસ ખરીદવા માટેનો યોગ્ય સમય છે. જેનાથી આપને સારો લાભ રહેશે. જૂની મિલકતમાંથી સારી એવી સફળતા મળશે. કોઈની વાતમાં આવી ન જાવ તેનું ધ્યાન રાખજો. કાર્ય પ્રવૃત્તિ સિવાય રહેશે. સંપત્તિ યોગ સારા છે.

દાંપત્યઃ જીવનસાથીની સુખાકારી રહેશે. પ્રેમ લાગણી સચવાઈ રહેશે. લગ્ન ઈચ્છુકો માટે લગ્ન માટેે યોગ પ્રબળ છે. એકંદરે દાંપત્યજીવન અનુકૂળતાવાળું રહેશે.

કોર્ટ કચેરીઃ શત્રુ ઉપર વિજય મેળવશો. મોટા અવરોધોમાંથી બહાર આવી જશો. વાદવિવાદનું નિવારણ થશે. મોટા પ્રશ્નમાંથી એકંદરે બહાર આવી જશો. સામાજિક ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધીઓથી સાવધ રહેવાનું રહેશે.

આરોગ્યઃ વર્ષ દરમિયાન આપના આરોગ્યની કાળજી રાખશો. ડૉક્ટરની સલાહ મુજબ કામ કરજો. મોજશોખ પ્રવાસ યાત્રા સારી રહેશે. જૂના રોગ પાછા ન આવે તેનું ધ્યાન રાખજો. એકંદરે આરોગ્ય સારું રહેશે.

અભ્યાસઃ વિદ્યાર્થીઓ માટે વર્ષ સારું છે. ઉચ્ચ અભ્યાસમાં મહેનત વધુ કરશો તો સફળતા મળશે. વધુ અભ્યાસના યોગ છે. નવીન તક મળી રહેશે. નવો અભ્યાસ થઈ શકશે. વિદેશગમન માટે યોગ છે, માટે વીઝા એપ્લાય કરશો તો સફળતા મળશે.

ઉપસંહારઃ વર્ષ દરમિયાન આપને સારું ફળ મળશે. પ્રવૃત્તિ ક્ષેત્રમાં જે પણ અવરોધ હશે તેને પાર કરી શકશો. માન પ્રતિષ્ઠા વધારો થશે. સુવિધાઓ અને સગુણાની પ્રાપ્તિ થશે. નાણાકીય આવકમાં ઊભી થશે. સમય સુખાકારી છે. જીવનમાં સારો એવો લાભ મળશે. જીવનસાથીનો સહકાર મળશે. કાર્યક્ષેત્રમાં આપની પ્રવૃત્તિ અને પ્રયાસો સારા રહેશે. સમય એકતરફી ન થાય તેનું ધ્યાન રાખજો. અતિ વિશ્વાસમાં આવીને કોઈ ખોટો નિર્ણય ન લઈ જાય તેનું ધ્યાન રાખજો. લોભલાલચથી દૂર રહેજો. સાવધાનીપૂર્વક કાર્ય કરશો તો ચોક્કસથી પ્રગતિશીલ વર્ષ છે.

કુંભ રાશિ ગ, શ, સ(Aquarius)

આર્થિકઃ નાણાકીય બાબતમાં પરિશ્રમ કરવો પડશે. વધુ મહેનત અને ફળ ઓછું તેવું રહેશે એટલે ખર્ચ ઉપર કાબુ રાખીને કાર્ય કરવાનું રહેશે.

સંપત્તિ: જમીન, મકાન, ફ્લેટ, દુકાન, ગોડાઉન કે પ્લોટ જે પણ ખરીદો તે આપની આવકનું ધ્યાન રાખીને ખરીદજો. કોઈ મોટા વિવાદમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખજો. લાલચમાં આવીને નફો નું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. વર્ષ એકંદરે મધ્યમ છે.

દાંપત્યઃ પતિ પત્નીના સહયોગથી જીવન સારું રહેશે. સહકારની ભાવના રાખશો. બંને જણ વચ્ચે પ્રેમની ભાવનાની સાથે બંનેની શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહેશે. પ્રેમ ભાવના સારી રહેશે. લગ્ન ઈચ્છુકોને લગ્નનો યોગ છે.

કોર્ટ કચેરીઃ વાદવિવાદને કારણે- ઉગ્રતાના કારણે આવેશમાં આવીને ખોટો નિર્ણય ન લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. કોર્ટની બાબતમાં સમય અને ધન વેડફાઈ જશે તેવું દેખાઈ રહ્યું છે. એકંદરે કોર્ટ કચેરીમાં પુરુષાર્થ મધ્યમ અને અલ્પ રહેલો છે. સાવધ રહેવું એ વધુ યોગ્ય રહેશે.

આરોગ્યઃ વર્ષ દરમિયાન આરોગ્યની જાળવણી રાખવાની રહેશે. નાના મોટા રોગ થવાની શક્યતાઓ છે. પ્રવાસ યાત્રા થશે. ખોરાક પ્રત્યેનું ધ્યાન રાખજો. કોઈ જૂના રોગ ફરીથી આપ પર હાવી ન થાય તેની કાળજી રાખજો. આપના ફેમિલી ડૉક્ટરની સલાહ સૂચન મુજબ કાર્ય કરજો.

અભ્યાસઃ વિદ્યાર્થીઓ માટે સારું વર્ષ છે. ઉચ્ચ અભ્યાસ પણ કરી શકશો. પરિણામ સારું આવશે. આપની મહેનતને કારણે આપને જે ક્ષેત્રમાં જવાનું હોય તે ક્ષેત્રમાં જઈ શકશો. પણ પરિશ્રમ વધુ કરવાનો રહેશે.

ઉપસંહારઃ  વર્ષ દરમિયાન ચિંતા, વ્યથા, વધુ પરિશ્રમ, શંકાઓ કુશંકાઓ, માનસિક ચિંતા, નાણાકીય બાબતો તેમજ નિરાશાજનક વાદવિવાદ થયા કરશે. તેનું આપે ધ્યાન રાખવાનું રહેશે. આરોગ્યની કાળજી રાખજો. સંપત્તિ બાબતોમાં નિરાશ ન થતા. સંયોગની ભાવના સાથે હિંમતથી કાર્ય કરજો તો એકંદરે મિશ્ર વરસ છે.

મીન રાશિ દ,ચ, ઝ, થ(Pisces)

આર્થિકઃ નાણાકીય બાબતોમાં ખાસ આયોજનપૂર્વક કાર્ય કરવાનું રહેશે. નાણાકીય આવકમાં અનિયમિતતા જેવું દેખાઈ રહ્યું છે, જેથી ખર્ચ ઉપર કાબુ રાખવાનો રહેશે. બચત કરતાં રહેજો, તો તમારા આવનાર ખર્ચને પહોંચી વળશો. ટૂંકમાં નાણાકીય પ્લાનિંગ ખૂબ જરૂરી રહશે.

સંપત્તિઃ મકાન, પ્લોટ, દુકાન, ગોડાઉન કે જમીન ખરીદવાના યોગ છે. નવીન મિલકત વસાવી શકશો. વડિલોપાર્જિત મિલકતનું સમાધાન થશે. એકંદરે મિલકતના યોગ સારા બને છે.

દાંપત્યઃ જીવનસાથીનું આરોગ્ય સારું રહેશે. ગુસ્સો છોડી અને આનંદમય રહેશો તો પ્રેમ અને લાગણીવાળું વર્ષ રહેશે. બંને વચ્ચે સુમેળ સારો રહેશે. લગ્ન ઈચ્છુકો માટે વર્ષમાં સારો યોગ છે.

કોર્ટ કચેરીઃ હરીફો અને શત્રુઓથી સાવધ રહેજો. કોર્ટ કચેરીની બાબતમાં મોટા વિવાદમાં પડતા નહીં. સમય સંજોગો જોઈને સમાધાન કરી લેવામાં જ હિતાવહ છે.

આરોગ્યઃ ડૉક્ટરની સલાહ મુજબ કાર્ય કરજો. આરોગ્ય સારું રહેશે. આવેશમાં આવીને અતિશય પરિશ્રમને કારણે આપના શરીરમાં હાનિ ન થાય તેનું ધ્યાન રાખજો. શુભ યાત્રા થશે. એકંદરે આરોગ્યમાં અનુકૂળતા રહેશે.

અભ્યાસઃ વિદ્યાર્થીઓમાંં પરિશ્રમ વધુ છે. ઉચ્ચ અભ્યાસ માટે નવીન તકો મળશે. પરદેશગમનના યોગ સારા છે. કોઈ નવા વિષયમાં અભ્યાસ અર્થે વિદેશ જવાના સંજોગો ઉદ્ભવ થશે. પરિણામ સારું આવશે.

ઉપસંહારઃ વર્ષ દરમિયાન ખર્ચ ઉપર કાબુ રાખજો. નાણાકીય ભીડ સમભાવી રહી શકે તેમ છે. પ્રયત્ન, પરિશ્રમ અને પુરુષાર્થ એ આપને કરવો પડશે. કાર્યનો ભાર વધી જશે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે. નવા પરિચયથી આપને ઉત્સાહ આયોજનથી લાભ મળી જશે. અટવાયેલા નાણા વર્ષ દરમિયાન પાછા આવવાની શક્યતાઓ રહેલી છે. ચિંતા અવરોધ રહેશે. અચાનક કોઈ સારો લાભ પણ મળી શકશે. કાર્ય પ્રવૃત્તિ સારી રહેશે. એકંદરે વર્ષ અનુકૂળતાઓ અને પ્રોત્સાહક છે, તેનો લાભ ચોક્કસથી લેજો.

You will also like

Leave a Comment