આગામી સપ્તાહે સોનાના ભાવ ઘટશે? અમેરિકા ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં ઉતરશે તો શું થશે….

by Investing A2Z

અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં શરૂના ઉછાળા પછી ઘટાડો આવ્યો છે. જો કે સપ્તાહ ટુ સપ્તાહ જોઈએ તો ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઘટ્યા છે. ગોલ્ડમાં 65 ડૉલરનો ઘટાડો આવ્યો છે અને ચાંદીમાં પણ 30 સેન્ટ્સનો ઘટાડો આવ્યો છે. સપ્તાહના છેલ્લા દિવસે જ ગોલ્ડ અને સિલ્વરમાં ભારે વેચવાલી જોવાઈ હતી.

આગામી સપ્તાહે સોનાના ભાવ ઘટવા શરૂ થશે? કે પછી ઉપરમાં 3500 ડૉલરની સપાટી કૂદાવી જશે? ઈરાન અને ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થશે તો સોના ચાંદી બજાર પર શું અસર પડશે? ક્રૂડના ભાવ હજી વધુ વધશે તો સોના ચાંદી બજાર પર કેવું રહેશે? ફેડરલ રીઝર્વે ફેડ રેટ યથાવત રાખ્યો છે, તો હવે લાંબા ગાળે સોના ચાંદીના ભાવમાં વધઘટ કેવી રહેશે? હાલના ભાવે સોનાચાંદીમાં શું કરાય?

આ તમામ સવાલોના જવાબ માટે જૂઓ વીડિયો….

સૌથી પહેલા આપણે વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવની વધઘટ પર નજર કરીએ…

અમદાવાદ સોનાચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક હજાર ઘટી 1,02,000 રહ્યો હતો અને ચાંદીનો ભાવ એક કિલોએ રૂપિયા 1500 વધી 1,06,500 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધુ ઉછળી 3476 ડૉલર થયો હતો અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 3356 ડૉલર થઈ સપ્તાહને અંતે 3385 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સામે 67 ડૉલર ઘટ્યો હતો.

સિલ્વર જુલાઈ ફ્યુચર શરૂમાં વધીને 37.40 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 35.51 ડૉલર થઈ સપ્તાહને અંતે 36 ડૉલર બંધ રહ્યો હતો.

સ્પોટ ગોલ્ડનો ભાવ સપ્તાહ દરમ્યાન 3451ની હાઈ બનાવી અને 3340 લો બનાવી અને સપ્તાહને અંતે 3368 ડૉલર પર બંધ રહ્યો હતો.

સ્પોટ સિલ્વર સપ્તાહ દરમ્યાન શરૂમાં વધી 37.33 ડૉલરની હાઈ બનાવી અને ઘટી 35.50 ડૉલરની લો બનાવી સપ્તાહને અંતે 36 ડૉલર બંધ રહ્યો હતો.

વીતેલા સપ્તાહે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને તરફ નુકસાનના સમાચાર છે. ક્રૂડ ઓઈલના ભાવ સપ્તાહની શરૂઆતે ઉછળીને 78 ડૉલર થઈને પછી ઘટ્યા હતા. જો કે તે પછી ક્રૂડના ભાવ સ્થિર થયા છે. ઈરાન- ઈઝરાયલ યુદ્ધ – જીઓ પોલિટિકલ ટેન્શનના માહોલમાં ગોલ્ડ અને સિલ્વરમાં નવા ઊંચા ભાવે પણ નવી ખરીદી ચાલુ રહી હતી. ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધુ ઝડપથી વધ્યા હતા.

કેનેડામાં જી-7 શિખર સંમેલન હતું. આ સંમેલનમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા. જો કે જી-7 શિખર સંમેલન છોડીને ટ્રમ્પ એક દિવસ વહેલા અમેરિકા જવા નીકળી ગયા હતા. જેથી એમ મનાતું હતું કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધમાં કંઈક મોટું થશે. જેને કારણે ગ્લોબલ માર્કેટમાં ભારે ગભરાટ હતો. આમ ગોલ્ડ અને સિલ્વરમાં નવી લેવાલી ચાલુ જ રહી હતી. અમેરિકાએ ઈરાનને બે અલ્ટીમેટમ આપ્યા હતા, પણ બન્ને એલ્ટીમેટમ ઈરાને ઠુકરાવી દીધા છે. જેથી હવે અમ કહેવાતું હતું કે અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હૂમલો કરશે.

જો અમેરિકા ઈરાન પર હૂમલો કરે તો સ્થિતિ વધુ વણસી શકે છે. ક્રૂડના ભાવ વધે, સ્ટોક માર્કેટ તૂટે અને ગોલ્ડ સિલ્વરના ભાવમાં ઉછાળો આવે. પણ અમેરિકાના વ્હાઈટહાઉસથી સ્ટેટમેન્ટ આવ્યું હતું કે આગામી બે સપ્તાહમાં ટ્રમ્પ નિર્ણય લેશે. જે પછી વિશ્વના દેશોએ અને બજારોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે પછી ગોલ્ડ અને સિલ્વરમાં તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી આવી હતી, ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઊંચા મથાળેથી ઘટ્યા હતા. સામે સ્ટોક માર્કેટમાં તેજી જોવાઈ હતી. ક્રૂડના ભાવ પણ ઘટ્યા હતા.

હવે વાત કરીએ ફેડરલ રીઝર્વની એફઓએમસી બેઠકની. તો ફેડરલ રીઝર્વે ફેડ રેટ 4.25 થી 4.50 ટકા રેટ યથાવત રાખ્યો છે. એટલે કે ફેડ રેટ કટ કર્યો નથી. ટ્રમ્પની ડિમાન્ડ છતાં ફેડ રેટ કટ ન અપાયો. પરંતુ ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં અમે બે વખત રેટ કટ કરીશું. ફેડરલ રીઝર્વનું આ નિવેદન અમેરિકામાં મોંઘવારીનો દર વધવાનો અને ધીમા ગ્રોથના સંકેતને પગલે આવ્યું છે. તે ઉપરાંત ફેડરલ રીઝર્વ 2026 અને 2027માં એક એક વખત રેટ કટ કરશે.

જો કે ફેડ રેટ કટ ન આવતાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે ખૂબ જ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. જેરોમ પોવેલની આલોચના કરી હતી અને કહ્યું હતું કે અમેરિકામાં ફેડ રેટ 2 ટકાથી નીચો હોવો જોઈએ.

ફેડ રેટ કટ ન આવતાં ડૉલર મજબૂત લેવલ પર ટકેલો રહ્યો હતો. તે પછી ગોલ્ડ અને સિલ્વરમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવતી હતી. પણ સપ્તાહના અંતે વધુ વેચવાલી આવી હતી. સપ્તાહના છેલ્લા દિવસે ગોલ્ડ અને સિલ્વરમાં ભારે ટ્રેડિંગ વોલ્યુમ સાથે ભાવ ઘટ્યા હતા. જેથી હવે સવાલ ઉભો થાય છે કે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરના ભાવ વધુ ઘટશે….

આગામી સપ્તાહે સોના ચાંદી બજારની ચાલ કેવી રહેશે?

ઈરાન ઈઝરાયલની વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરને અમેરિકા બોલાવીને પાકિસ્તાનના રસ્તે ઈરાન જવાનો માર્ગ કરી લીધો છે. અને સમાચાર એવા છે કે ઈરાનનો પરમાણું જથ્થો પાકિસ્તાનના રસ્તે લવાશે. જેથી હવે જો અમેરિકા ઈરાન પર હૂમલો કરશે તો ગ્લોબલ માર્કેટનું સેન્ટિમેન્ટ વધુ ખરાબ થઈ શકે છે. ગોલ્ડ સિલ્વરમાં સલામત રોકાણરૂપી નવી ખરીદી નીકળશે તો ભાવમાં ફરીથી ઉછાળો આવી શકે છે.

બીજી તરફ ગોલ્ડ અને સિલ્વરમાં હવે તેજી માટે આ માત્ર ઈરાન ઈઝરાયલ યુદ્ધનું જ કારણ રહ્યું છે. જો કે યુદ્ધ ચાલુ હોવા છતાં પણ શુક્રવારે ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા હતા. નોર્મલ સ્થિતિમાં ગોલ્ડ સિલ્વરમાં હવે દરે ઊંચા મથાળે વેચવાલી આવી શકે છે.

ટેકનિકલ લેવલની રીતે જોઈએ તો ગોલ્ડમાં 3450 ડૉલરનું લેવલ એ રેઝિસ્ટન્સ લેવલ બની ગયું છે. હાલ 3450 ડૉલરના સ્ટોપલોસ રાખીને વેચી શકાય છે. જ્યારે હવે નીચામાં 3350 ડૉલરનું લેવલ તૂટશે તો 3300 ડૉલરનું લેવલ એ મજબૂત સપોર્ટ લેવલ રહેશે. આથી આગામી સપ્તાહે માર્કેટ ટ્રેડિંગ રેન્જમાં રહે તેવું વધારે લાગે છે.

સિલ્વર 36 ડૉલરના લેવલે ક્લોઝ છે, જે સ્ટ્રોંગ ક્લોઝ છે. ટેકનિકલી સિલ્વર વધારે મજબૂત દેખાઈ રહી છે. 35.50 નું લેવલ ન તૂટે તો સિલ્વર ફરીથી 37 ડૉલર ઉપર નીકળી જશે. એક નોંઘનીય બાબત એ પણ છે કે સિલ્વર ફયુચર અને સ્પોટ સિલ્વર બન્નેના ભાવ 36 ડૉલર પર રહ્યા છે. એટલે કે ફયુચર અને સ્પોટ ભાવ વચ્ચે કોઈ તફાવત રહ્યો નથી.

કદાચ એવુ પણ બને કે આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વર વિરુદ્ધ દિશામાં ચાલે. એટલે કે ગોલ્ડની કીમત ઘટે અને સિલ્વરની કીમત વધે.

આગામી સપ્તાહે ઈકોનોમીક ઈવેન્ટ

સોમવારે- એસ એન્ડ પી ફ્લેશ પીએમઆઈ

મંગળવાર- યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા, ફેડ ચેરમેન જેરોમ પોવેલ હાઉસ ફાઇનાન્શિયલ સર્વિસીસ કમિટી સમક્ષ સ્ટેટમેન્ટ આપશે

બુધવાર- યુએસ ન્યૂ હોમ સેલ્સ ડેટા, ફેડના ચેરમેન પોવેલ સેનેટ કમિટી ઓન બેંકિંગ, હાઉસિંગ અને અર્બન અફેર્સ સમક્ષ સ્ટેટમેન્ટ આપશે.

ગુરુવાર- વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા, યુએસ ડ્યુરેબલ ગુડ્ઝ ઓર્ડર, યુએસ ફાયનલ કવાર્ટર વન જીડીપી, પેન્ડિંગ હોમ સેલ ડેટા

શુક્રવાર- યુએસ પીસીઈ કોર ઈન્ફલેશન

આગામી સપ્તાહની આ ઈકોનોમીક ઈવેન્ટ પર પણ નજર રાખવી રહી.

Top Trending News

ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો… જાણો

ભારતીય રૂપિયામાં જોઈએ તો 24 કેરેટ સોનાનો ભાવ એક લાખ અને એક લાખ ત્રણ હજારની વચ્ચે રહેશે. જ્યારે ચાંદીનો ભાવ 1,05,000 અને 1,08,000ની રેન્જમાં રહેશે.

સોના ચાંદીના ભાવ વધીને આવતાં સ્થાનિક દાગીના બનાવતાં ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. એટલે કે જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં નવી ઘરાકીનો અભાવ છે. ચોમાસું ચાલી રહ્યું છે અને કમુરતા હોવાથી હાલ નવી ડિમાન્ડ નથી. હવે પછી નવરાત્રી- દિવાળી પહેલા નવી ઘરાકી નીકળે તેવી સંભાવના છે, પણ ત્યાં સુધીનો કપરો સમય પસાર કરવાનો છે. જો સોના ચાંદીના ભાવ ઘટે તો જ નવી ડિમાન્ડ નીકળે તેવી શકયતા છે.

Related Posts

Leave a Comment