શેરબજારમાં ઘટાડો વધુ આગળ વધ્યો, ટેરિફ બોમ્બ કયારે ફૂટશે?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સતત નવમાં દિવસે કોન્સોલિડેશન ફેઝ જોવાયો છે. આજે ગુરુવારે પણ શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. વીકલી એક્સપાયરીને કારણે તેજીવાળા ઓપરેટરોની વેચવાલી હતી. તેમજ અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલની (US India Trade Deal) જાહેરાત નહી થતાં પણ શેરબજારનો (Share Market India) વર્ગ નિરાશ થયો હતો. આથી આજે ગુરુવારે વેચવાલી ફરી વળી હતી. જો કે આજે મેટલ અને રીયલ્ટી સેકટરના શેરોમા નવી લેવાલીથી તેજી થઈ હતી. તેમજ સ્મોલકેપ સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટ રૂપી લેવાલી હતી, જેથી સ્મોલકેપ ઈન્ડેક્સ (SmallCap Index) 63 પોઈન્ટ પ્લસ હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 345 પોઈન્ટ ઘટી 83,190 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 120 પોઈન્ટ ઘટી 25,355 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 257 પોઈન્ટ ઘટી 56,956 બંધ હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 3 દિવસમાં 21 દેશો પર નવો ટેરિફ બોમ્બ ફોડ્યો છે. હવે ભારતનો નંબર કયારે આવશે? ભારત વચ્ચેની ટ્રેડ ડીલ કયા અટકી છે? શેરબજાર હજી વધુ કેટલું ઘટશે? ટેક્નિકલી બજારનો ટ્રેન્ડ કેવો છે?

જૂઓ વીડિયો….

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1392 શેરના ભાવ વધ્યા હતા અને 1524 શેરના ભાવ ઘટ્યા હતા.

68 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 28 શેર બાવન વીક લો પર બંધ હતા.

101 શેરમાં અપર સર્કિટ અને 34 શેરમાં લોઅર સર્કટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, મારૂતિ, તાતા સ્ટીલ, બજાજ ફાયનાન્સ અને જિઓ ફાયનાન્સ

ટોપ લુઝર્સઃ ભારતી એરટેલ,એશિયન પેઈન્ટ, એચડીએફસી લાઈફ, એપોલો હોસ્પિટલ અને શ્રી રામ ફાયનાન્સ

Top Trending News

દુબઈમાં કેટલું સસ્તું સોનું મળે છે? જાણો ભારતની સરખામણીએ શું ભાવ છે

Why did the decline in the stock market continue, when will the tariff bomb explode

The stock market has seen a consolidation phase for the ninth consecutive day. Today, Thursday, stocks continued to sell heavily on their own. There was selling by bullish operators due to weekly expiration. Due to this, the Mumbai Stock Exchange’s Sensex fell 345 points to close at 83,190. The NSE Nifty index fell 120 points to close at 25,355. The Bank Nifty fell 257 points to close at 56,956. US President Donald Trump has exploded a new tariff bomb on 21 countries in 3 days. When will India’s number come now? Where is the trade deal between India stalled? How much more will the stock market fall? What is the technical trend of the market? Watch the video….

Related Posts

Leave a Comment