અમદાવાદ- ભારતીય શેરબજારમાં આજે દરેક ઊંચા મથાળે ભારે વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલીનો માહોલ છે. ભારત પાકિસ્તાન યુદ્ધના સમાચાર પાછળ ભારતીય શેરોમાં વેચવાલી રહી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 411 પોઈન્ટ ઘટી 80,334 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 140 પોઈન્ટ ઘટી 24,273 બંધ રહ્યો હતો. પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં 7 ટકાનો કડાકો, લોઅર સર્કિટ વચ્ચે ટ્રેડિંગ બંધ કરાયું હતું. યુદ્ધની સ્થિતિમાં શેરબજારમાં શું કરશો? જૂઓ વીડિયો…
પાકિસ્તાન સ્ટોક માર્કેટનો કરાચી 100 ઈન્ડેક્સ 7 ટકા વધુ તૂટી 101,598ની લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી, તે દરમિયાન ટ્રેડિંગ બંધ કરી દેવાયું હતું. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ છવાયેલો હતો. છેલ્લા દિવસમાં પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં 10 ટકા તૂટી ગયો છે, તેની સામે ભારતીય શેરબજાર વધુ સ્ટ્રોંગ રીતે ઉભું રહ્યું છે. અને ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ છે. નવી લેવાલીને અભાવે બજાર ઘટી રહ્યું છે.
શેરબજારમાં આજે ગુરુવારે 820 શેરના ભાવ વધ્યા હતા અને 2027 શેરના ભાવ ઘટ્યા હતા.
આજે 26 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા અને 52 શેર બાવન વીકની લો પર બંધ હતા.ટ
આજે ગુરુવારે 73 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 61 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ એક્સિસ બેંક, એચસીએલ ટેકનોલોજી, કોટક બેંક, ટિટાન અને તાતા મોટર
સૌથી વધુ ગગડેલા શેરઃ શ્રી રામ ફાયનાન્સ, ઈટરનલ લી., મહિન્દ્રા એન્ડ મિહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઈઝ અને હિન્દાલકો
What to do in the stock market in the event of a war between India and Pakistan?
The Indian stock market today saw a decline due to heavy selling at every high. There is a tense atmosphere between India and Pakistan. There was a sell-off in Indian stocks on the back of the news of the India-Pakistan war. The Mumbai Stock Exchange’s Sensex fell 411 points to close at 80,334. The NSE Nifty fell 140 points to close at 24,273. The Pakistan stock market plunged 7 percent, trading was suspended in the lower circuit. What to do in the stock market in the event of a war? Watch the video…