RBIની જાહેરાતમાં એવું તો શું આવ્યુ કે પછી શેર બજાર ઝૂમી ઉઠ્યું, સેન્સેક્સમાં 746 પોઈન્ટનો ઉછાળો

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં ત્રીજા દિવસે તેજી આગળ વધી હતી. આરબીઆઈની મોનેટરી પૉલીસી કમિટીની બેઠક બાદ રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને સીઆઆરમાં એક ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમજ 2026 માટે મોંધવારીના દરનું અનુમાન ઘટાડ્યું છે તેમજ જીડીપી ગ્રોથનો અંદાજ 6.5 ટકા યથાવત રાખ્યો છે. આ તમામ સમાચાર પોઝિટિવ આવ્યા હતા, જેથી શેરોની જાતેજાતમાં ભારે લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 82,188 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 252 પોઈન્ટ ઉછળી 25,003 બંધ થયો હતો. બેંક નિફ્ટી 817 પોઈન્ટ ઉછળી 56,578ના રેકોર્ડ હાઈ પર બંધ હતો. આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે, અને બેસ્ટ બાય શું રહેશે? તેમજ આરબીઆઈની જાહેરાતમાં એવું તો શું આવ્યુ કે પછી શેર બજાર ઝૂમી ઉઠ્યું?

જૂઓ વીડિયો….

આજે સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1673 શેરના ભાવ વધ્યા હતા અને 1229 શેરના ભાવ ઘટ્યા હતા.

95 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા અને 18 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

93 શેરમાં અપર સર્કિટ અનેે 59 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ શ્રી રામ ફાયનાન્સ, બજાજ ફાયનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એક્સિસ બેંક અને મારૂતિ સુઝુકી

ટોપ લુઝર્સઃ એચડીએફસી લાઈફ, બીઈએલ, ભારતી એરટેલ અને સન ફાર્મા

Top Video News

RBI: બેંક લોન લેનારા માટે ગુડ ન્યૂઝ, રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો

What happened in the RBI announcement that the stock market jumped?

The stock market continued to rally for the third day. After the meeting of the RBI’s Monetary Policy Committee, the repo rate was reduced by 50 basis points and the CRR was reduced by one percent. Also, the inflation rate forecast for 2026 has been reduced and the GDP growth estimate has been kept unchanged at 6.5 percent. All this news was positive, due to which stocks were bought heavily. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 746 points to close at 82,188. The NSE Nifty index rose 252 points to close at 25,003. The Bank Nifty rose 817 points to close at a record high of 56,578. How will the stock market fare next week, and what will be the best buys? Watch the video….

Related Posts

Leave a Comment