સોનાના ભાવ ઘટવા પાછળ કયા કારણો?

by Investing A2Z

અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. ( Gold Rate Today ) જો કે પહેલા કરતાં વધઘટ થોડી ઓછી થઈ હતી. પોઝિટિવ સમાચારો આવતાંની સાથે સોનામાં દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને બીજા સપ્તાહે પણ નફારૂપી વેચવાલી ચાલુ રહી હતી. સોનાના ભાવ કેમ ઘટ્યા? ( Gold Price Today ) આગામી સપ્તાહે સોનાના ભાવ વધશે કે ઘટશે? રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? અને અતિમહત્વનું કે અમેરિકાના ફેડરલ રીઝર્વની ( US Fedral Resserve ) બુધવારે મીટિંગ મળનાર છે, તેમાં ફેડ રેટમાં ( Fed Rate ) 25 બેસીસ પોઈન્ટનો કટ આવશે કે કેમ? અને ફેડ રેટ કટ આવે તો તેની સોનાના ભાવ પર શું અસર પડશે? આ વાતની ચર્ચા આજના વીડિયોમાં કરીશું. જૂઓ વીડિયો…

અમદાવાદ સોનાચાંદી બજાર(માણેકચોક)માં ( Gold Silver Market ) સપ્તાહના અંતે 999 ટચ સોનું દસ ગ્રામ રૂપિયા 2400 ઘટી રૂપિયા 96,700નો ભાવ રહ્યો હતો. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 2500 ઘટી રૂપિયા 94,500નો ભાવ રહ્યો હતો.

સોનાચાંદી બજાર સતત બીજા સપ્તાહે સતત ઘટ્યું છે. એક પછી એક પોઝિટિવ ન્યૂઝ આવતાં ગયા અને સોનામાં દરેક ઊંચા મથાળે વેચવાલી ચાલુ રહી હતી. જો કે બુલ્સ ઓપરેટરો નીચા મથાળે નવી ખરીદી કરવાં આવતાં હતા, પણ સોનાના ભાવ વધ્યા પછી ઘટ્યા હતા. આમ જોવા જઈએ તો સોનાના ભાવ ઊંચી સપાટીએથી સાત ટકા જેટલા ઘટ્યા છે. પણ 2025નું વર્ષ શરૂ થયું ત્યાંથી સોનાના ભાવમાં 24 ટકાનો ઉછાળો આવી ચુક્યો છે.

સોનાના ભાવ કેમ ધટ્યા, તેની પાછળ કયા કારણો

(1) શુક્રવારે યુએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેસ્ટિક્સ રીપોર્ટ આવ્યો હતો. જે મુજબ એપ્રિલમાં નોન ફાર્મ પેરોલમાં 1,77,000 નોકરીઓની વૃદ્ધિ જોવા મળી હતી. જો કે બજારનું અનુમાન હતું કે 1,33,000 નોકરીઓનું સર્જન થશે, પણ તેના સાથે નોન ફાર્મ પેરોલ ડેટા સારો આવ્યો હતો. ગયા મહિને બેરોજગારીનો દર 4.2 ટકા પર યથાવત રહ્યો છે. અને વેતન વૃદ્ધિ પ્રમાણમાં સ્થિર રહી છે. સાથે સાથે ફુગાવાનો દર સ્થિર રહ્યો છે.

(2) બીજી તરફ એ જ સમયે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલની ચર્ચામાં સંભવિત પ્રગતિના સંકેત જોવા મળ્યા છે. ચીને તાજેતરમાં જ સંકેત આપ્યો હતો કે યુએસ તરફથી મળેલ ટ્રેડ ચર્ચાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. જો કે ટ્રેડ ચર્ચા થાય તે પહેલા- પૂર્વ શરત અનુસાર ચીની આયાત પર ટ્રમ્પ પ્રશાસન દ્વારા લગાવેલ 145 ટકા ટેરિફમાં ઘટાડો ઈચ્છી રહ્યું છે.

(3) વિશ્વની બે મહાસત્તાઓ જ્યારે ટેરિફના મામલે આમને સામને આવી ગયા હતા. પણ હવે તેઓ ટ્રેડનો વિવાદ ચર્ચા દ્વારા ઉકેલવા રાજી થયા છે, જેની વિશ્વના બજારોના સેન્ટિમેન્ટ પર સારી અસર પડી હતી.

(4) યુરોપથી પણ ટ્રેડ ડીલ માટે પોઝિટિવ ન્યૂઝ આવ્યા હતા, જેથી શુક્રવારે યુરોપિયન સ્ટોક માર્કેટ સહિત અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 564 પોઈન્ટ વધીને 41,000ની અતિમહત્વની સપાટી કૂદાવી 41,317 બંધ રહ્યો હતો. આમ અમેરિકન સ્ટોક માર્કેટ સતત વધીને આવ્યું છે. જેથી સોનામાં વેચવાલી આવી હતી.

(5) યુએસ ડોલર વિશ્વની કરન્સી સામે મજબૂત થયો હતો ડોલર ઈન્ડેક્સ 98થી વધીને 100ની ઉપર નીકળી ગયો હતો. આમ ડૉલર મજબૂત થતાં સોનામાં વેચવાલી આવી હતી અને ભાવ ઘટ્યા હતા.

આગામી સપ્તાહ સોના ચાંદી બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે સોનાના ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી શકે છે, પણ મોટા ભાગે ઈક્વિટી માર્કેટની તેજી અને ડૉલરની મજબૂતીને કારણે સોનાના ભાવ સપ્તાહની શરૂઆતે ઘટી શકે છે. અને સપ્તાહના મધ્યભાગ પછી નીચા મથાળે નવી લેવાલી આવતાં વધી શકે છે.

ટેકનિકલી જોવા જઈએ તો સોનાનો ભાવ 3250 ડૉલરની નીચે 3200 અને તે લેવલ તૂટે તો 3175 ડૉલર થઈ શકે છે. સોનામાં 3175 ડૉલરએ મજબૂત સપોર્ટ લેવલનું કામ કરશે.

ઉપરની તરફ જોઈએ તો 3250 ઉપર જશે તો ફરીથી 3270નું પ્રથમ રેઝિસ્ટન્સ અને 3350નું બીજુ રેઝિન્ટન્સ લેવલ રહેશે.

બુધવારે ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસીની બેઠકમાં શું થશે?

બુધવારે અમેરિકાના ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસી અંગેની બેઠક મળશે, જેમાં ફેડના ચેરમેન જેરોમ પોવેલ અમેરિકાની અર્થવ્યવસ્થા અંગે શું નિવેદન કરે છે. અને ફેડ રેટ કટ આ વખતે નહી પણ આગામી મહિને કરે તેવી હૈયાધારણા પણ આપી શકે છે. ફેડ ચેરમેન જેરોમ પોવેલ અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની વચ્ચે અમેરિકાના ઈકોનોમી અંગેના નિવેદન પછી સંબધો બગડ્યા હતા. હવે જેરોમ પોવેલના નિવેદન પર નજર રહેશે. આગામી મહિને ફેડ રેટ કટ કરવાની વાત આવે તો સોનામાં નવેસરથી લેવાલી આવી શકે છે. કારણ કે વ્યાજ દર ઘટે ત્યારે સોનામાં રોકાણ આવતું હોય છે.

રોકાણકારો માટે સોનાની વાત

સોનું એ એક સલામત રોકાણ છે. જ્યારે જ્યારે અર્થતંત્ર મંદીમાં આવે અથવા તો ડૉલર તૂટે અથવા તો જીઓ પોલિટિકલ ટેન્શન હોય ત્યારે સોનામાં નવી ખરીદી આવતી હોય છે. તે પ્રમાણે રોકાણકારોએ દરેક ઘટાડે ખરીદી કરવાની તક મળી છે, તેમ સમજીને રોકાણ કરવું જોઈએ. અત્યાર સુધીને ઈતિહાસ છે કે સોનાના ભાવ દિનપ્રતિદિન વધી જ રહ્યા છે. ભારતીય કરન્સીમાં જોઈએ તો સોનાનો ભાવ 10 ગ્રામે ઉછળીને એક લાખની સપાટી કૂદાવી ગયો હતો. સોનામાં રોકાણકારોને તગડું વળતર મળ્યું છે.

સોનામાં રોકાણ માટે SIP કરો…

હા… દરેકને હું કહીશ કે આપને ત્યાં લગ્ન પ્રંસગ આવવાનો હોય કે તમારા પુત્ર કે પુત્રીના લગ્ન આવવાના હોય તો અને ભવિષ્યમાં સોનાની જરૂરિયાત ઉભી થવાની હોય તો તમે અત્યારથી જ પ્લાનિંગ કરજો. અને વધતાં જતાં સોનાના ભાવ સામે રક્ષણ મેળવી શકો છો. અત્યારે ડિજિટલ યુગમાં ખૂબ સારી સગવડ છે કે તમે ગોલ્ડ ઈટીએફ બાય કરી શકો છો. જેમ શેરબજારમાં એસઆઈપી દ્વારા રોકાણ કરો છો તેવી રીતે ગોલ્ડ ઈટીએફમાં પણ એસઆઈપી કરીને દર મહિને એક ગ્રામથી શરૂ કરીને પાંચ ગ્રામ સુધી ખરીદી કરી શકાય છે. જે તમારી લાંબાગાળાની બચત સોનાના વધતાં જતા ભાવ સામે રક્ષણ આપશે.

Related Posts

Leave a Comment