સોનાચાંદીમાં તેજી થવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે…

by Investing A2Z

અમદાવાદ- સોના ચાંદી બજારમાં (Gold Silver Market) વીતેલા સપ્તાહે શરૂના ઘટાડા પછી મજબૂતી આવી હતી. એટલે કે સોના ચાંદીના ભાવમાં (Gold Rate Today) બે તરફી વધઘટ જોવાઈ હતી અને સપ્તાહને અંતે સોના ચાંદીના ભાવ (Gold Price Today) ઊંચકાઈને બંધ આવ્યા હતા. પ્રશ્ન- સોનાચાંદીમાં (Gold Silver) તેજી થવા પાછળ કયા કારણો? સોનાના ભાવ ઘટ્યા પછી તુરંત કેમ ઉછળી જાય છે? શું સોનાનો ભાવ ઘટશે ખરો? સોના અને ચાંદીના ભાવ (Silver Rate Today) વધુ કેટલો વધી શકે? સોનાચાંદી બજારમાં હાલ ઘરાકીનો શું માહોલ છે? આગામી સપ્તાહે ટેકનિકલી સોનાચાંદી બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? (Bullion Market)

જૂઓ વીડિયો….

સૌથી પહેલા સોના ચાંદીના સાપ્તાહિક ભાવની વધઘટ પર નજર કરીએ….

અમદાવાદ સોનાચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 1000 રૂપિયા વધી 1,01,000 રહ્યો હતો અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 3,000 ઉછળી રૂપિયા 1,10,000 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર (Gold Future) સપ્તાહની શરૂઆતે તૂટી 3290 ડૉલર થઈ, જે નીચા મથાળે નવી ખરીદી આવતાં ઝડપથી ઉછળી 3381 ડૉલર થયો અને સપ્તાહને અંતે 3364 બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 18 ડૉલર પ્લસમાં રહ્યો હતો.

તેવી જ રીતે સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર (Silver Future) સપ્તાહની શરૂઆતે ઘટી 36.32 ડૉલર થઈ અને જે મથાળેથી જોરદાર લેવાલી નીકળતાં ઉછળી 39.22 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 38.95 ડૉલર બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન સિલ્વરમાં 1.82 ડૉલરનો ઉછાળો આવ્યો હતો.

સ્પોટ ગોલ્ડ (Spot Gold) નીચામાં 3282 ડૉલર થઈ અને ત્યાંથી ઉછળી 3368 ડૉલર થઈ સપ્તાહને અંતે 3355 ડૉલર બંધ હતો. શુક્રવાર મોડી રાત્રે સ્પોટ ગોલ્ડમાં એક જ ટ્રેડિંગ સેશનમાં 32 ડૉલરનો ભારે ઉછાળો આવ્યો હતો.

સ્પોટ સિલ્વર (Spot Silver) 36.15 ડૉલરની લો બનાવીને ત્યાંથી ઝડપી ઉછળી 38.55 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 38.37 ડૉલર બંધ રહ્યો હતો.

સપ્તાહને અંતે સોનામાં તેજી આવવાના મુખ્યત્વે સાત કારણો છેઃ

(1) અમેરિકન પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 3 દિવસમાં 21 દેશોને ટેરિફના નવા દર અંગેના લેટર મોકલવામાં આવ્યા છે. (Trump Tariff Letter) જેમાં 20 ટકાથી લઈને 50 ટકા જેટલો વધુ ટેરિફ લાદવામાં આવ્યો છે. અને તેમાંય બ્રાઝિલ પર 50 ટકા જંગી ટેરિફ લાદ્યો છે અને પાછી બ્રાઝિલને ધમકી આપી છે કે તમે જો ટેરિફ વધારશો તો…. આ બધા નવા ટેરિફ દરનો અમલ પહેલી ઓગસ્ટથી થવાનો છે. હજી બીજા દેશો પર રાહ જોઈને બેઠા છે કે અમારો નંબર ક્યારે આવશે?

(2) ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત પર 35 ટકા ટેરિફની જાહેરાત કરી દીધી છે. અમેરિકાના સૌથી મોટા બિઝનેસ પાર્ટનર તરીકે કેનેડા છે અને હવે 35 ટકા જેટલો ઊંચો ટેરિફ અમેરિકા અને કેનેડા વચ્ચેના બિઝનેસને પ્રભાવિત કરશે. આર્થિક રીતે બન્ને દેશોને નુકસાન થશે. તેમજ આ બન્ને દેશોના સંબધોમાં પણ ખટાશ ઉભી થશે. આમ હાલ તો ટ્રેડ અને ટેરિફ લઈને વિશ્વના બજારોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. જેથી ગોલ્ડ અને સિલ્વરમાં નવેસરથી લેવાલી નીકળી હતી અને સોના ચાંદીના ભાવમાં સપ્તાહને અંતે એકાએક ઉછાળો આવ્યો હતો.

(3) ટ્રમ્પે આયાત કોપર પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. (US Tariff on Copper) જે પછી કોમેક્સ કોપર ફ્યુચર્સમાં ઈતિહાસની સૌથી મોટી એકદિવસીય તેજી જોવા મળી હતી. કોપરમાં 13 ટકાનો જંગી ઉછાળો આવ્યો હતો. કંપનીઓ પહેલી ઓગસ્ટ પહેલા ઈન્વેન્ટરી બનાવવા માટે દોડાદોડી કરી મુકી હતી. આથી યુએસ વેરહાઉસ અભૂતપૂર્વ કોપરના સપ્લાયથી ભરાઈ ગયા છે. કોપર ફ્યચર્સ હવે લંડન મેટલ એક્સચેન્જની તુલનાએ ન્યૂ યોર્કમાં રેકોર્ડ પ્રિમિયમથી ટ્રેડ થઈ રહ્યા છે. જેથી કોમોડિટી માર્કેટ અસ્પષ્ટ બન્યા છે. આથી જ સોનામાં નવા પ્લેયર્સ બાયર થયા હતા.

(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમત (Crude Oil) ઉછળીને 68 ડૉલરની સપાટી કૂદાવી ગયો છે. તેમજ બ્રેન્ડ 70 ડૉલરની સપાટી પાર કરી ગયો છે. ટ્રેડની અનિશ્ચિતતાઓની અસર ક્રૂડ પર પણ પડી છે. તેમજ રશિયા પાસેથી ક્રૂડ ખરીદનાર પર 500 ટકા ટેરિફ નાંખવાની વાત છે.

(5) ડૉલર ઈન્ડેક્સ (Dollar Index) વધુ વધીને 97.87 પર આવી ગયો છે. જે સપ્તાહમાં 0.91 ટકાનો ઉછાળો દર્શાવે છે. આમ ડોલર ઈન્ડેક્સમાં ઉછાળાને કારણે પણ સોના ચાંદીમાં નવી લેવાલી આવી હતી.

(6) ફેડરલ રીઝર્વની (Federal Reserve Fed Rate) જૂનમાં મળેલી બેઠકની મીનીટ્સ જાહેર થઈ હતી. જેમાં નોંધવામાં આવ્યું છે કે ફેડ રેટ કટ કરવા માટે સર્વસમ્મતિથી નિર્ણય લઈ શકાશે. 19માંથી 10 અધિકારીઓએ 2025માં બે વખત ફેડ રેટમાં ઘટાડો કરવાની આશા વ્યક્ત કરી છે. જેના પરથી અનુમાન લગાવી શકાય કે ચાલુ મહિનામાં જુલાઈમાં જ ફેડરલ રીઝર્વની બેઠક મળશે, તેમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો આવી શકે છે. હવે જ્યારે વ્યાજ દર ઘટે તો રોકાણ ગોલ્ડ સિલ્વર તરફ વળે છે.

(7) જીઓ પોલિટિકલ ટેન્શન ઘટવાનું નામ નથી લેતો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ ઈઝરાયલના ગાઝા પટ્ટી પર હૂમલા ચાલુ છે. ગાઝાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

આ બધા કારણોસર ગોલ્ડ અને સિલ્વર એક સલામત રોકાણ હોવાથી જોરદાર લેવાલી નીકળતાં કીમતોમાં ઉછાળો આવ્યો હતો.

અમેરિકાની સેનિટમાં વન બિગ બ્યૂટીફુલ બિલ (One Big Beautiful Bill) પસાર થયા પછી માર્કેટ બે ભાગમાં વિભાજિત થયું છે. એક સોનામાં તેજી કહી રહ્યા છે અને તે ફરીથી ગોલ્ડ 3500 ડૉલરની સપાટી કૂદાવી જશે તેની ધારણા વ્યક્ત કરે છે. તો બીજા લોકો સોનામાં દરેક ઉછાળે વેચવાનું કહી રહ્યા છે કે હવે બહુ તેજી થઈ અને ભાવ પણ હાઈપ્રાઈઝ છે. બીજી કોમોડિટી પર સટોડિયાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. આશાવાદી લોકો વૉલસ્ટ્રીટમાં શેર ખરીદી રહ્યા છે અને નિરાશાવાદીઓ ગોલ્ડ સિલ્વરમાં ખરીદી કરી રહ્યા છે.

Bitcoin માં રેકોર્ડ તેજી 

વીતેલા સપ્તાહે બિટકોઈનમાં તમે સારી તેજી જોઈ છે. સૌથી જૂની અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કીમત ઉછળીને 1,18,000 ડૉલરને પાર કરી ગઈ અને ભારતીય કરન્સીમાં એક કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. ઓપરેટરો અને રોકાણકારો બિટકોઈનમાં પ્રવેશ્યા છે.

આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે?

હવે આગામી સપ્તાહે સોના ચાંદીમાં વધઘટ સાંકડી થતી જશે અને વોલ્યૂમ પણ ઘટતા જશે. જોકે ગોલ્ડમાં દરેક ઘટાડે નવી ખરીદી કરવાનો ટ્રેન્ડ રહેશે. કારણ કે અમેરિકાની વિશ્વના દેશો સાથે ટેરિફ અને ટ્રેડ ડીલના મામલો વધુ ગુંચવાયો છે. ટ્રમ્પની ધમકીઓને કારણે અમેરિકા સાથેના આયાત નિકાસમાં અનિશ્ચિતતાઓ વધશે જેને કારણે આગામી દિવસોમાં અને મહિનાઓમાં આ અનિશ્ચિતતાની અમેરિકન ઈકોનોમી પર નેગેટિવ અસર પડશે, તેમાં કોઈ બે મત નથી.

ગોલ્ડમાં 3300 ડૉલરનું લેવલ અતિમહત્ત્વપૂર્ણ

જેથી આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં નવી તેજીનો પાયો નંખાય તો પણ નવાઈ નહી. ટેકનિકલી જોઈએ તો ગોલ્ડ 3300 ડૉલરથી તૂટયું નથી. 3300 ડૉલરની નીચે કીમત જાય કે તુરંત નવું બાઈંગ આવી જાય છે એટલે 3300 ડૉલર એ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ બની ગયું છે. આથી આગામી સપ્તાહે ગોલ્ડ 3370 ડૉલર કૂદાવશે તો 3425 ડૉલર થવાની શક્યતા છે.

સિલ્વરમાં મજબૂત તેજી

સિલ્વર તો ગોલ્ડ કરતાં પણ વધુ મજબૂત થઈ છે. આપણે આ જ ચેનલ છેલ્લા ત્રણ ચાર વીડિયોથી કહી રહ્યા હતા કે સિલ્વરમાં તેજી આવશે. તે જ પ્રમાણે સિલ્વરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. સિલ્વરમાં 36 ડૉલરનું લેવલ સ્ટ્રોંગ સપોર્ટ લેવલનું કામ કરશે અને 39 ડૉલર કૂદાવતાં સિલ્વર 41 ડૉલર સુધી જઈ શકે છે.

ઘટાડામાં શું કરશો?

આગામી દિવસોમાં ગોલ્ડ સિલ્વરમાં જે પણ ઘટાડો આવે તે ખરીદી કરવાનો છે, એમ સમજીને જ ચાલવું. હા ભાવનું લેવલ ખૂબ જ ઊંચું છે. પણ જ્યારે ઘટાડો આવે તેના માટે તૈયાર રહેવું જોઈએ.

ભારતીય રૂપિયામાં સોનું

ભારતીય કરન્સીમાં સોનું 99,000થી 1,04,000ની રેન્જમાં રહેશે. અને ચાંદી 1,08,000થી 1,12,000ની રેન્જમાં રહેવાની ધારણા છે.

ઘરાકીનો સદતર અભાવ

સોના ચાંદીના ભાવ ખૂબ ઊંચા હોવાથી બજારમાં ઘરાકીનો અભાવ છે. માત્ર જરૂરિયાતવાળા ખરીદી  કરી રહ્યા છે. દાગીના બનાવનાર કારીગરોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હાલ નવા ઓર્ડર નથી. કમુરતા અને ચોમાસાની સીઝનને કારણે બજાર સાવ ઠડું છે. પણ આગળ ઉપર નવરાત્રિ અને દિવાળીની ઘરાકીની આશા છે. જો ત્યાર સુધીમાં સોના ચાંદીના ભાવ ઘટશે તો વધુ સારી ઘરાકી જોવાશે.

Top Video News

શેરબજારમાં આગામી સપ્તાહે તેજી પરત ફરશે?

આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સઃ

મંગળવાર- યુએસ સીપીઆઈ ડેટા, એમ્પાયર સ્ટેટ મેન્યુફેકચરિંગ સર્વે

બુધવાર- યુએસ પીપીઆઈ ડેટા

ગુરુવાર- યુએસ રીટેઈલ સેલ્સ, ફિલી ફેડ મેન્યુફેકચરિંગ સર્વે, વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા

શુક્રવાર- યુએસ હાઉસીંગ સ્ટાર્ટ્સ, પ્રીલિમિનરી યુનિવર્સિટી ઓફ મિશિગન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા

Related Posts

Leave a Comment