અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે નવી લેવાલી નીકળતાં ઉછાળો આવ્યો હતો. ગ્લોબલ સંકેત પોઝિટિવ રહેતાં તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી, જેથી શેરોના ભાવ ઝડપી ઉછળ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 769 પોઈન્ટ વધી 81,721 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 243 પોઈન્ટ વધી 24,853 બંધ થયો હતો. શેરબજારમાં એક દિવસ તેજી , બીજા દિવસે મંદી, આ શું થઈ રહ્યું છે અને આવા સંજોગોમાં આગામી સપ્તાહે આપ શું ખરીદશો?
જૂઓ વીડિયો…
શેરબજારમાં તેજી આવવા પાછળ ચાર કારણો
(1) ગ્લોબલ સંકેત પોઝિટિવ હતા. અમેરિકાની સંસદમાં ટેક્સ એન્ડ સ્પેન્ડિંગ બિલ પાસ થયા પછી અમેરિકાના શેરબજારમાં ઘટ્યા મથાળે ઝડપી રીકવરી આવી હતી. નેસ્ડેક 53 પોઈન્ટ પ્લસ હતો. આજે યુરોપિયન અને એશિયાના સ્ટોક માર્કેટ પ્લસ હતા.
(2) તેમજ યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ પણ 8 બેસીસ પોઈન્ટ ઘટીને આવ્યું છે, જે તેજીનું કારણ બન્યું હતું.
(3) આઈટી સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી તેજી આવી હતી. એવું મનાઈ રહ્યું છે કે આગામી કવાર્ટરમાં આઈટી સેકટરનો ગ્રોથ સારો થશે અને ગાયડન્સ પણ સુધરતી જશે. આમ આઈટી સેકટરના સ્ટોકની આગેવાની હેઠળ આજે તેજી થઈ હતી.
(4) ભારતીય શેરબજારના ટેકનિકલ લેવલ ખૂબ જ સ્ટ્રોંગ છે. નિફ્ટી 24,500ના લેવલે મજબૂત સપોર્ટ મેળવીને ઉભો રહ્યો છે. ખરાબ સ્થિતિમાં પણ તે તૂટતો નથી. આથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય જોવા મળ્યું હતું.
આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1731 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 1132 શેરના ભાવ ઘટ્યા હતા.
50 શેર બાવન વીક હાઈ પર બંધ હતા તો 17 શેર બાવન વીક લો નીચે બંધ હતા.
93 શેરમાં અપર સર્કિટ હતી તો 48 શેરમાં લોઅર સર્કિટ હતી.
ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, એચડીએફસી લાઈફ, જિઓ ફાયનાન્સ, પાવરગ્રીડ અને આઈટીસી
ટોપ લુઝર્સઃ સન ફાર્મા, ગ્રાસિમ, ભારતી એરટેલ અને બીઈએલ
Top Economy News
મેરા ભારત મહાનઃ આર્થિક મોરચે ગુડ ન્યૂઝ, રેટિંગ એજન્સી ફિચનું અનુમાન
What will you buy in the stock market next week?
The stock market saw a surge on the last day of the week with new buying. As global signals remained positive, there was new buying in stocks of all sectors, due to which the stock prices rose rapidly. The Sensex of the Mumbai Stock Exchange rose by 769 points to close at 81,721. The NSE Nifty index rose by 243 points to close at 24,853. One day the stock market is booming, the next day it is bearish, what is happening and what will you buy in such a situation? Watch the video…