અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી થઈ હતી. ત્રણ મોટા સમાચાર આવ્યા હતા, જે પછી તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 455 પોઈન્ટ ઉછળી 82,176 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 148 પોઈન્ટ વધી 25,001.15 બંધ થયો હતો. બેંક નિફટી 173 પોઈન્ટ વધી 55,572 બંધ થયો હતો. કયા ત્રણ મોટા સમાચાર આવ્યા અને શું શેરબજાર નવા રેકોર્ડ હાઈને સ્પર્શશે?
જૂઓ વીડિયો…
સપ્તાહના પ્રથમ દિવસે અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ ફ્યુચર 450 પોઈન્ટ પ્લસ હતો. યુરોપિયન સ્ટોર માર્કેટ પોઝિટિવ હતા. જો કે એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. પણ ભારતીય શેરબજાર માટે ત્રણ મોટા સમાચાર આવ્યા હતા, જેથી ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી.
ત્રણ મોટા સમાચાર
(1) ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. જાપાનને પાછળ છોડીને ભારતની ઈકોનોમી આગળ નીકળી છે. ભારતની ઈકોનોમી 4 ટ્રિલિયન ડોલર પર જીડીપી પહોંચી ગયો છે. આ પોઝિટિવ ફેકટરને પગલે શેરબજારમાં તેજી થઈ હતી.
Today Top News
યુરોપિયન યુનિયન પર 50 ટકા ટેરિફ લાગુ કરવાની સમય મર્યાદા વધારાઈ, ટ્રમ્પે રાહત આપી
(2) અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી છતાં એપલ આઈફોનનું ઉત્પાદન ભારતમાં કરશે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર લગાવેલ 50 ટકા ટેરિફના અમલની સમય મર્યાદા વધારીને 9 જુલાઈ કરી છે. પહેલા તે 1 જૂનથી લાગુ થવાની હતી. ટ્રમ્પની યુરોપિયન આયોગના ચેરમેન સાથે વાત થયા પછી ટ્રમ્પે રાહત આપી છે.
(3) ભારતમાં સમય કરતાં વહેલું ચોમાસું બેસી ગયું છે. ચાર દિવસ પહેલા કેરળમાં અને હવે 25 મેના રોજ મહારાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તેમજ આ વર્ષે ચોમાસું 105 ટકા રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી ભારતીય શેરબજાર માટે આ તેજીનું મોટુ કારણ બન્યું હતું. ચોમાસાની એન્ટ્રીને કારણે ઓટોમોબાઈલ અને ફર્ટિલાઈઝર શેરોમાં નવી ખરીદી આવી હતી. બીજી તરફ સીમેન્ટ અને એસી-ફ્રીજમાં વેચાણ ઘટે છે. તો સીમેન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓના શેરમાં સેલીંગ પ્રેશર હતું.
Top News
ભારતે રચ્યો ઈતિહાસઃ વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની
આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1735 શેરના ભાવ વધ્યા હતા અને 1173 શેરના ભાવ ઘટ્યા હતા.
53 શેરોના ભાવ બાવન વીકની હાઈ પર બંધ હતા અને 25 શેરના ભાવ બાવન વીકના લો નીચે બંધ હતા.
127 શેરમાં અપર સર્કિટ અને 68 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ બજાજ ઓટો, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટ્રેન્ટ અને હિન્દાલકો
ટોપ લુઝર્સઃ ઈટરનલ, અલ્ટ્રાટેક સીમેન્ટ, કોટક બેંક, પાવર ગ્રીડ અને એનટીપીસી
Will the stock market touch a new record high?
The stock market was bullish on the first day of the week. Three big news stories came, after which there was fresh buying in stocks across all sectors. The Mumbai Stock Exchange’s Sensex jumped 455 points to close at 82,176. The NSE Nifty index rose 148 points to close at 25,001.15. What were the three big news stories and will the stock market touch a new record high? Watch the video…