અમદાવાદ- સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે શેરબજાર વધુ ઘટ્યું હતું. ઈન્ડેક્સ બેઝ્ડ શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટી 82,059 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 74 પોઈન્ટ ઘટી 24,945 બંધ થયો હતો. જો કે આજે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી ખરીદી ચાલુ રહી હતી. બેંક, રીયલ્ટી, ફાર્મા અને ઓટો સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી જોવાઈ હતી. તો સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારનો સેન્સેક્સ અને નિફ્ટી કેમ ઘટ્યા, મૂડીઝે યુએસનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું તે કેટલું ગંભીર અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે?
વધુ માહિતી માટે જૂઓ વીડિયો…
સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા, પણ બેંક નિફ્ટી 65 પોઈન્ટ વધી 55,420 બંધ રહ્યો હતો. તેની સાથે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે સોમવારે 1842 શેરના ભાવ વધ્યા હતા અને 1074 શેરના ભાવ ઘટ્યા હતા.
આજે 67 શેર બાવન વીક હાઈ પર બંધ હતા. 19 શેર બાવન વીક લો પર બંધ હતા.
175 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 54 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ બજાજ ઓટો, શ્રી રામ ફાયનાન્સ, પાવરગ્રીડ, હીરો મોટો અને બજાજ ફાયનાન્સ
ટોપ લુઝર્સઃ ઈટરનલ, ગ્રાસિમ, ઈન્ફોસીસ ટેકનોલોજી, તાતા કન્ઝ્યુમર અને ડૉ. રેડ્ડી લેબ
Top Informative News
Why did the stock market fall on the first day of the week
On the first day of the week, Monday, the stock market fell further. Profit booking came at a high level in index-based stocks. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 271 points to close at 82,059. The NSE Nifty index fell 74 points to close at 24,945. However, new buying continued in midcap and smallcap stocks today. Stocks in the bank, realty, pharma and auto sectors saw a surge due to new buying. So why did the stock market’s Sensex and Nifty fall on the first day of the week, how serious is Moody’s downgrade of the US rating and how will the market be in the coming days? Watch the video…