સેન્સેક્સ માત્ર 158 પોઈન્ટ વધ્યો, શેરબજાર ઊંચા મથાળેથી કેમ તૂટયું?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં ઈરાન ઈઝરાયલ વચ્ચે સીઝફાયર થયાના સમાચાર પાછળ જોરદાર તેજી જોવાઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઝડપી ઊંચકાયા હતા. પરંતુ ઈરાને ઈઝરાયલ પર ફરીથી હવાઈ હૂમલો કર્યાના સમાચાર આવતાં શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી. આમ બજાર ઊંચા મથાળેથી પછડાયું હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 82,055 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 72 પોઈન્ટ વધી 25,044 બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં 402 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. ઈરાન ઈઝરાયલ વચ્ચેના સીઝફાયરમાં સાચુ શું. અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે, ટેકનિકલ લેવલની પણ વાત કરીશું.

જૂઓ વીડિયો….

સવારે જ્યારે માર્કેટમાં ઉછાળો આવ્યો ત્યારે બજારના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 5 લાખ કરોડ કરતાં વધુનો વધારો થયો હતો. એટલે કે રોકાણકારોની મૂડીમાં વધારો થયો હતો. જો કે દિવસના ઊંચા મથાળે બજાર તૂટતાં માર્કેટ કેપિટલાઈઝેશન પણ ધોવાઈ ગયું હતું. આજે બજાર બંધ થયું ત્યારે માર્કેટ કેપિટલાઈઝેશનમાં ત્રણ લાખ કરોડનો વધારો દર્શાવે છે.

આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1966 શેરના ભાવ વધ્યા હતા અને 917 શેરના ભાવ ઘટ્યા હતા.

44 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 31 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

111 શેરમાં અપર સર્કિટ અને 53 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ અદાણી પોર્ટ, જિઓ ફાયનાન્સ, શ્રી રામ ફાયનાન્સ, ગ્રાસિમ અને તાતા સ્ટીલ

ટોપ લુઝર્સઃ ઓએનજીસી, પાવરગ્રીડ, ઈન્ડુસઈન્ડ બેંક, ટ્રેન્ટ અને એચસીએલ ટેકનોલોજી

Top Trending News

ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો… જાણો

Why did the stock market break from a day`s high?

The stock market saw a strong rally after the news of a ceasefire between Iran and Israel. The Sensex and Nifty rose rapidly. But after the news of Iran launching another airstrike on Israel, the stocks spontaneously sold off. Thus, the market fell from a high. The Mumbai Stock Exchange’s Sensex rose 158 points to close at 82,055. The NSE Nifty index rose 72 points to close at 25,044. The Bank Nifty jumped 402 points. What is true about the ceasefire between Iran and Israel. And how will the market be in the coming days, we will also talk about the technical level. Watch the video….

Related Posts

Leave a Comment