અમદાવાદ– શેરબજાર (Stock Market India) આજે ભારે વેચવાલી અને લેવાલી વચ્ચે બે તરફી વધઘટને અંતે ઘટ્યું હતું. તમામ સેકટરના શેરોમાં વેચવાલીથી માઈનસ બંધ હતા. જો કે ડીફેન્સ સેકટરના (Defence Sector) શેરોમા તેજીનો મોમન્ટમ ચાલુ રહ્યું હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 644 પોઈન્ટ તૂટી 80,951 બંધ હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 203 પોઈન્ટ ઘટી 24,609 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 133 પોઈન્ટ ઘટી 54,941 બંધ થયો હતો. શેરબજારમાં આજે ઈન્ટ્રાડેમાં સેન્સેક્સમાં 1100 પોઈન્ટના કડાકો બોલી ગયો હતો. તેની પાછળ કયા કારણો હતા. અને શેરબજાર (Share Market India) હાલ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તો અપ શું કરશો.
જૂઓ વીડિયો…
આજે બજારમાં બે તરફી મોટી વધઘટ નોંધાઈ હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સમાં 1100 પોઈન્ટ અને નિફ્ટી 351 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. અને સેન્સેક્સે 80,489 તથા નિફ્ટીએ 24,462ના લો લેવલ બતાવ્યા હતા. જો કે નીચા મથાળે નવી ખરીદી આવતાં સેન્સેક્સમાં 550 પોઈન્ટ અને નિફ્ટીમાં 180 પોઈન્ટની રીકવરી આવી હતી.
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1275 શેરના ભાવ વધ્યા હતા અને 1582 શેરના ભાવ ઘટ્યા હતા.
45 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 17 શેર બાવન વીક લો નીચે બંધ હતા.
84 શેરમાં અપર સર્કિટ અને 53 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો, ભારતી એરટેલ અને હીરો મોટો
ટોપ લુઝર્સઃ ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દાલકો, વીપ્રો અને ટ્રેેન્ટ
Top IPO News
બોલીવુડ સ્ટારના રોકાણવાળી કંપની હવે લાવશે IPO, સેબીની મંજૂરી
What are the reasons behind the stock market crash
The stock market fell today after a two-way fluctuation between heavy selling and buying. All sector stocks closed in the negative due to selling. However, the bullish momentum continued in the defense sector stocks. The Mumbai Stock Exchange’s Sensex fell 644 points to close at 80,951. The NSE Nifty index fell 203 points to close at 24,609. The Bank Nifty fell 133 points to close at 54,941. In the stock market today, the Sensex fell by 1100 points in intraday. What were the reasons behind it. And the stock market has now been divided into two parts. So what will you do? Watch the video…