શેરબજારના સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો મોટો ઉછાળો, નિફ્ટીએ 25,000ની સપાટી કૂદાવી

by Investing A2Z

શેરબજારમાં નવો ઉછાળો આવવાના કયા કારણો?

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મોટો ઉછાળો આવ્યો છે. શરૂમાં બજાર ઘટ્યા પછી નવી લેવાલી નીકળતાં તમામ સેકટરના શેરોના ભાવ ઉછળ્યા હતા. સાત મહિના અને 141 ટ્રેડિંગ સેશન પછી નિફ્ટીએ (NSE Nifty Cross 25,000 level) 25,000નું અતિમહત્વનું લેવલ ક્રોસ કર્યું હતું. ગ્લોબલ સંકેતો નેગેટિવ હતા, તેમ છતાં ભારતીય શેરોમાં નવી તેજી થઈ હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 1200.18 ઉછળી 82,530 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE NIFTY) 395 પોઈન્ટ ઉછળી 25,062 બંધ રહ્યો હતો. શેરબજારમાં નવી તેજી (New Bull Run In Share Market) થવાની પાછળ કયા કારણો, નવી ખરીદી કેમ આવી અને ભારત માટે ટેરિફના મામલે ટ્રમ્પનો મોટો દાવો કર્યો છે, (Trump Tariff) જે તમામ બાબતોની જાણકારી માટે જૂઓ વીડિયો…

બેંક નિફ્ટી (Bank Nifty) 554 પોઈન્ટ ઉછળી 55,355 બંધ રહ્યો હતો.

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1980 શેરના ભાવ વધ્યા હતા અને 890 શેરના ભાવ ઘટ્યા હતા.

59 શેરના ભાવ બાવન વીકની હાઈ પર બંધ હતા અને 11 શેરના ભાવ બાવન વીકની લો પર બંધ હતા.

આજે 175 શેરમાં અપર સર્કિટ અને 27 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ હીરો મોટો, જેએસડબલ્યૂ સ્ટીલ, તાતા મોટર, ટ્રેન્ટ અને શ્રી રામ ફાયનાન્સ

ટોપ લુઝર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક

શેરબજારમા તેજી થવાના પાંચ કારણો

(Reasons for the boom in the stock market)

(1) અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ સમજૂતી થવાની આશા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ કતરની મુલાકાતે છે, ત્યાં દોહામાં બિઝનેસ લીડર્સ સાથેની બેઠકમા કહ્યું છે કે ભારત તરફથી ઝીરો ટકા ટેરિફનો પસ્તાવ આવ્યો છે. આવો તેમણે દાવો કર્યો છે, પણ હજી ભારત તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે એપલના સીઈઓ ટિમ કૂકને મે કહ્યું છે કે તેઓ આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં જ કરે, ભારતમાં ન કરે. કારણ કે ભારત તરફી ટેરિફ વગર ટ્રેડ કરવાની વાત છે. આ ટ્રમ્પના દાવા પાછળ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થઈ ગયું હતું.

(2) ક્રૂડઓઈલના ભાવ ઘટ્યા છે. જે ભારતીય ઈકોનોમી માટે પોઝિટિવ કારણ બન્યું છે. ક્રૂડ 60.68 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ 63.72 ડૉલર રહ્યું છે.

(3) આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો કરશે. જૂન મહિનામાં આરબીઆઈ રેપોરેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા છે, જેથી ભારતીય શેરોમા નવી લેવાલી આવી હતી.

Top Treanding News

ભારતમાં પાકિસ્તાની સામાન ઑનલાઈન વેચી શકાશે નહી, ઈ-કોમર્સ વેબસાઈટ્સને નોટિસ

(4) એફઆઈઆઈની સતત લેવાલી ચાલુ રહી છે. સાથે ડીઆઈઆઈ પણ બાયર રહી છે, જેથી ભારતીય શેરબજારમાં નવા નાણાનો પ્રવાહ આવી રહ્યો છે.

(5) ભારતમાં ચોમાસું વહેલું બેસવાના સંકેત મળી રહ્યા છે. 27 મે આસપાસ કેરળમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અને આ વર્ષે ચોમાસું વધુ સારુ રહેવાના વાવડ છે. આ શેરબજાર માટે તેજીનું કારણ બન્યું છે.

Big jump in the stock market, why such a new purchase?

There has been a big jump in the stock market today. After the market initially fell, the prices of shares of all sectors rose as new purchases emerged. After seven months and 141 trading sessions, the Nifty crossed the all-important level of 25,000. Despite the negative global signals, there was a new rise in Indian stocks. The Mumbai Stock Exchange’s Sensex rose 1200.18 to close at 82,530. The NSE Nifty index rose 395 points to close at 25,062. What are the reasons behind the new rise in the stock market, why there was a new purchase and Trump’s big claim regarding tariffs for India, watch the video to know all these things…

Related Posts

Leave a Comment