અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે ચાર દિવસની તેજી પછી બે તરફી વધઘટમાં રહ્યું હતું. ઊંચા મથાળે નફારૂપી વેચવાલી અને નીચા મથાળે નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 53 પોઈન્ટ ઘટીને 82,391 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 1 પોઈન્ટ વધીને 25,104 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Nifty Bank) 210 પોઈન્ટ ઘટી 56,629 બંધ હતો. આજે રીયલ્ટી અને બેંક સ્ટોકમાં વેચવાલીથી નરમાઈ હતી. તો બીજી તરફ આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ, એનર્જિ અને અદાણી ગ્રૂપના શેરોમાં લેવાલીથી મજબૂતી હતી. શેરબજારમાં (Share Market India) તેજીના કારણોનો અભાવ હતો, શું બજાર સાંકડી વધઘટમાં અથડાશે, અને શું કહે છે ટેકનિકલ લેવલ?
જૂઓ વીડિયો…..
આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1609 શેરના ભાવ વધ્યા હતા અને 1302 શેરના ભાવ ઘટ્યા હતા.
105 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા અને 14 સ્ટોક બાવન વીકની લો પર બંધ હતા.
116 શેરમાં અપર સર્કિટ અને 49 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, ડૉ. રેડ્ડી લેબ, તાતા મોટર અને અદાણી એન્ટરપ્રાઈઝ
ટોપ લુઝર્સઃ ટ્રેન્ટ, મારૂતિ, બજાજ ફાયનાન્સ, તાતા સ્ટીલ અને બજાજ ફિનસર્વ
Lack of new reasons for bullishness in the stock market
The stock market was in a two-way fluctuation today, Tuesday, after a four-day bullish trend. There was profit-taking at the high end and new buying at the low end. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 53 points to close at 82,391. The NSE Nifty index rose 1 point to close at 25,104. The Bank Nifty fell 210 points to close at 56,629. Today, realty and bank stocks were weak due to selling. On the other hand, there was strength in IT, pharma, FMCG, metal, energy and Adani Group stocks due to buying. There was a lack of reasons for bullishness in the stock market, will the market hit a narrow range, and what do the technical levels say? Watch the video…..