અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) ત્રીજા દિવસે તેજીની આગળ વધી હતી. સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે પણ નવી લેવાલી ચાલુ રહી હતી. આઈટી, બેંક અને ફાર્મા સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી. પરિણામે આજે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 582 પોઈન્ટ વધી 81,790 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 183 પોઈન્ટ વધી 25,077 બંધ થયો હતો. તેમજ નિફ્ટી બેંક(Nifty Bank) 515 પોઈન્ટ વધી 56,104 બંધ હતો. આજે મેટલ અને એફએમસીજી સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલી આવી હતી. મીડેકપ ઈન્ડેક્સ 511 પોઈન્ટ પ્લસ હતો, તો સ્મોલકેપ ઈન્ડેક્સ 104 પોઈન્ટ માઈનસ હતો. શેરબજારમાં(Share Market India) તેજી થવાના ત્રણ સોલીડ કારણ રહ્યા અને આગામી દિવસોમાં હવે ટેકનિકલી માર્કેટ કેવું રહેશે?
જૂઓ વીડિયો….
આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1386 શેરના ભાવ વધ્યા હતા અને 1730 શેરના ભાવ ઘટ્યા હતા.
113 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 73 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
113 સ્ટોકમાં અપર સર્કિટ અને 80 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ મેક્સ હેલ્થ, શ્રી રામ ફાયનાન્સ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને એપોલો હોસ્પિટલ
ટોપ લુઝર્સઃ ટ્રેન્ટ, તાતા સ્ટીલ, અદાણી પોર્ટ, પાવરગ્રીડ અને આઈસર મોટર
Top Trending News
દેશની સૌથી ધનિક અભિનેત્રી કોણ? IPLથી લઈને રીયલ એસ્ટેટ સુધીની કમાણી
Three solid reasons for the stock market rally
The stock market continued to rally for the third day. New buying continued on Monday, the first day of the week. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 582 points to close at 81,790 today. The NSE Nifty index rose 183 points to close at 25,077. Also, the Nifty Bank rose 515 points to close at 56,104. There were three solid reasons for the stock market rally and how will the market be technically in the coming days? Watch the video….