અમદાવાદ– શેરબજારમાં (Stock Market India) સપ્તાહના કામકાજના છેલ્લા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. તમામ સેકટરના શેરોમાં દરેક ઊંચા મથાળે ભારે વેચવાલી ચાલુ રહી હતી. એક્સિસ બેંકના (Axis Bank) પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામો અનુમાન કરતાં નબળા આવ્યા હતા અને એફઆઈઆઈની વેચવાલીને (FII Selling) કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં બ્લેક ફ્રાઈડે (Black Friday) રહ્યો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 501 પોઈન્ટ તૂટીને 81,757 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty Index) 143 પોઈન્ટ ઘટી 24,968 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 545 પોઈન્ટ ઘટી 56,283 બંધ હતો. શેરબજાર (Share Market India) કેમ ઘટી રહ્યું છે? આગામી સપ્તાહે શેરબજારનો મુડ કેવો રહેશે? શું રહેશે આપની રણનીતિ? નિફ્ટીએ 25,000નું અતિમહત્વનું લેવલ તોડ્યું છે, તો હવે ટેકનિકલી આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
જૂઓ વીડિયો…..
આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1134 શેરના ભાવ વધ્યા હતા અને 1820 શેરના ભાવ ઘટ્યા હતા.
69 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 19 શેર બાવન વીક લો પર બંધ હતા.
66 શેરમાં અપર સર્કિટ અને 33 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ વિપ્રો, બજાજ ફાઈનાન્સ, તાતા સ્ટીલ, એચસીએલ ટેકનોલોજી અને ઈન્ડુસઈન્ડ બેંક
ટોપ લુઝર્સઃ એક્સિસ બેંક, શ્રી રામ ફાયનાન્સ, બીઈએલ, એચડીએફસી લાઈફ અને કોટક બેંક
Top Trending News
પોસ્ટ વિભાગનો નવો આદેશઃ SCSS, KVP, NSC, PPF જેવા સ્મોલ સેવિંગ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે!
What will be the mood of the stock market next week, what will be your strategy?
The decline in the stock market continued on the last day of the working week. Heavy selling continued in all sectors at every high. Axis Bank’s first quarter results were weaker than expected and FII selling dampened the sentiment of the stock market. The last day of the week was Black Friday in the market. The Mumbai Stock Exchange’s Sensex fell 501 points to close at 81,757. The NSE Nifty fell 143 points to close at 24,968. The Bank Nifty fell 545 points to close at 56,283. Why is the stock market falling? What will be the mood of the stock market next week? What will be your strategy? Nifty has broken the crucial level of 25,000, so how will the market technically fare next week? Watch the video…..