શેરબજારના સેન્સેક્સમાં 443 પોઈન્ટનો ઉછાળો, RBIની મોનેટરી પૉલીસી કમિટીની બેઠકમાં શું થશે?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Marker India) બીજા દિવસે ઉછાળો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટના (Global Market) પોઝિટિવ સમાચાર અને આરબીઆઈની મોનેટરી પૉલીસી (RBI MPC Meeting)  ફેવરેબલ આવશે તેવા આશાવાદ પાછળ નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 443 પોઈન્ટ વધી 81,444 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 130 પોઈન્ટ વધી 24,750 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 84 પોઈન્ટ પ્લસ 55,670 બંધ હતો. કાલે RBIની મોનેટરી પોલીસીની બેઠકમાં શું આવશે, નિફ્ટીએ 24,800નું લેવલ કૂદાવ્યું છે તો હવે તેજી કેટલી આગળ વધશે?

જૂઓ વીડિયો….

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલીસીની ત્રણ દિવસની બેઠક બાદ કાલે 6 જૂને તેનું આઉટકમ આવશે. મોટાભાગે નિષ્ણાતોનું માનવું છે તે આરબીઆઈ હવે ગ્રોથ પર ફોક્સ કરશે, માટે રેપો રેટમાં વધુ 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા છે. અને ભારતમાં ફુગાવાનો દર આરબીઆઈના લક્ષ્ય મુજબ જ રહ્યો છે. આથી વ્યાજ દરમાં ઘટાડો કરવો ખૂબ સરળ રહેશે.

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે 1738 શેરના ભાવ વધ્યા હતા અને 1144 શેરના ભાવ ઘટ્યા હતા. બ્રોડરવેમાં માર્કેટનો ટોન પોઝિટિવ હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી.

આજે 72 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા અને 21 શેર બાવન વીકની લો પર બંધ હતા.

126 શેરમાં અપર સર્કિટ અને 43 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, ટ્રેન્ટ, ડૉ. રેડ્ડી લેબ, પાવરગ્રીડ અને આઈસીઆઈસીઆઈ બેંક

ટોપ લુઝર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, તાતા કન્ઝ્યુમર, એક્સિસ બેંક, બજાજ ફાઈનાન્સ અને બજાર ફિનસર્વ

What will happen in the RBI Monetary Policy Committee meeting

The stock market rose the next day. Positive news from the global market and optimism that the RBI’s monetary policy will be favorable led to a new rally. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 443 points to close at 81,444. The NSE Nifty index rose 130 points to close at 24,750. The Bank Nifty closed 84 points plus at 55,670. What will happen in the RBI’s monetary policy meeting tomorrow, the Nifty has crossed the 24,800 level, so how far will the rally go now? Watch the video….

Related Posts

Leave a Comment