ઉત્તરાયણના દિવસે શેરબજારના સેન્સેક્સમાં 169 પોઈન્ટનો સુધારો

by Investing A2Z

શેરબજારમાં સુધારોઃ ઘટાડો અટકવાનો સંકેત છે?

શેરબજારમાં ચાર દિવસના ઘટાડા પછી આજે 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસે સુધારો આવ્યો હતો. મેટલ શેરોની આગેવાની હેઠળ તમામ સેકટરના શેેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 169 પોઈન્ટ વધી 76,499 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 90 પોઈન્ટ વધી 23,176 બંધ થયો હતો. આજનો સુધારો શું ઘટાડો અટકવાનો સંકેત છે? જૂઓ વીડિયો…

એફઆઈઆઈએ 13 જાન્યુઆરીએ કુલ રૂપિયા 4,892 કરોડનું નેટ સેલ કર્યું હતું, તેની સામે સ્થાનિક નાણાં સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડો કુલ રૂપિયા 8,066 કરોડની નેટ ખરીદી કરી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 78.57 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ 80.72 ડૉલર રહ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ 109.58 હતો અને ડોલર સામે રૂપિયો 6 પૈસા સુધરીને 86.66 પર ટ્રેડ કરતો હતો.

આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 2117 શેરના ભાવ વધ્યા હતા, 700 શેરના ભાવ ઘટ્યા હતા અને 65 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.

આજે 14 શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. અને 152 શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યા હતા.

124 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 111 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, શ્રી રામ ફાયનાન્સ, એનટીપીસી અને હિન્દાલકો.

આજે સૌથી વધુ ગગડેલા શેરઃ એચસીએલ ટેકનો, હિન્દુસ્તાન યુનીલીવર, એપોલો હોસ્પિટલ, ટાઈટન અને ઈન્ફોસીસ ટેકનોલોજી.

Stock market recovery: Is there a sign of a halt to the decline?

After a four-day decline, the stock market recovered today, January 14, on the day of Uttarayan. Led by metal stocks, all sector stocks saw fresh buying at low levels. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 169 points to close at 76,499. The National Stock Exchange’s Nifty index rose 90 points to close at 23,176. Is today’s recovery a sign of a halt to the decline? Watch the video…

Today’s most gainers: Adani Enterprises, Adani Port, Shri Ram Finance, NTPC and Hindalco.

Today’s most losers: HCL Techno, Hindustan Unilever, Apollo Hospitals, Titan and Infosys Technology.

Related Posts

Leave a Comment