સેન્સેક્સ 155 પોઈન્ટ ઘટ્યો, શેરબજાર કયા કારણોથી ઘટ્યું?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં આજેે મંગળવારેે ભારે વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. ઓટોમોબાઈલ સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 155 પોઈન્ટ ઘટી 80,641 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 81 પોઈન્ટ ઘટી 24,379 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 648 પોઈન્ટ ઘટી 54,271 બંધ રહ્યો હતો. આજે માર્કેટ તૂટીને આવતાં રોકાણકારોની મૂડીમાં 6 લાખ કરોડનું ધોવાણ થયું છે. શેરબજાર ઘટવા પાછળ કયા કારણો છે અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…

ભારત પાકિસ્તાન સરહદ પર તંગદિલીને કારણે શેરબજારમાં સાવચેતીનો મૂડ હતો. તેમજ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિ યથાવત રહી છે. તેમજ બુધવારે યુએસ ફેડરલ રીઝર્વની બેઠક પણ મળનાર છે, જેમાં ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદન પર નજર રહેશે, આથી શેરબજારમાં સાવચેતીરૂપી વેચવાલી આવી હતી. તેમજ અમેરિકી પ્રેસિ઼ડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ફાર્મા કંપનીઓને ઉત્પાદન વધારવા માટે એક એક્ઝિક્યુટિવ આદેશ જાહેર કર્યો છે. જેનાથી ભારતીય ફાર્મા કંપનીઓને નુકસાન જશે. આથી ફાર્મા શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી. અને બજાર તૂટયું હતું.

આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 545 શેરના ભાવ વધ્યા હતા, 2331 શેરના ભાવ ઘટ્યા હતા.

25 શેરના ભાવ બાવન વીકની હાઈ પર બંધ હતા અને 56 શેરના ભાવ બાવન વીકની લો પર બંધ હતા.

આજે 35 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 122 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ હીરો મોટો, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનીલીવર, તાતા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

સૌથી વધુ ગગડેેલા શેરઃ અદાણી એન્ટરપ્રાઈઝ, જિઓ ફાયનાન્સ, એટર્નલ, ટ્રેન્ટ અને એસબીઆઈ લાઈફ

What are the reasons for the decline in the stock market

The stock market fell due to heavy selling on Tuesday. There was heavy selling in all sectors except the automobile sector. As a result, the Sensex of the Mumbai Stock Exchange fell by 155 points to close at 80,641. The Nifty of the National Stock Exchange fell by 81 points to close at 24,379. The Bank Nifty fell by 648 points to close at 54,271. Today, the market crashed, causing an erosion of 6 lakh crores in the capital of investors. What are the reasons behind the decline in the stock market and how will the market be in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment