નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટ્યો, શેરબજારમાં હવે શું કરાય?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં આજે બે દિવસ તેજી પછી નફારૂપી વેચવાલી આવી હતી. બે તરફી વધઘટ વચ્ચે શેરોના ભાવ ઘટ્યા હતા. ઓટો સેકટર સિવાય તમામ સેકટરના શેરોમાં વેચવાલીથી ભાવ ઘટ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટી 80,242 બંધ થયો હતો. એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ 1.75 ઘટી 24,334 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 304 પોઈન્ટ ઘટી 55,087 બંધ થયો હતો. શેરબજારના ઘટાડામાં હવે શું કરાય? જૂઓ વીડિયો…

અમેરિકન સ્ટોક માર્કેટની તેજીને પગલે યુરોપિયન અને એશિયાઈ સ્ટોક માર્કેટ પોઝિટિવ રહ્યા હતા. જો કે ભારતીય શેરોમાં દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. ભારત પાકિસ્તાન સરહદ પર તંગદિલી હોવાથી સાવચેતી રૂપે તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કર્યો હતો. તેમજ નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. જેથી નવું બાઈંગ અટકી ગયું હતું.

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે 681 શેરના ભાવ વધ્યા હતા અને તેની સામે 2228 શેરના ભાવ ધટ્યા હતા.

આજે 24 શેરના ભાવ 52 વીકની હાઈ ઉપર બંધ હતા અને 30 શેરના ભાવ 52 વીકની લોની નીચે બંધ હતા.

આજની ટ્રેડિંગ સેશનમાં 37 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 81 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ એચડીએફસી લાઈફ, મારૂતી, એસબીઆઈ લાઈફ, ભારતી એરટેલ અને સન ફાર્મા

સૌથી વધુ ગગડેલા શેરઃ બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટ્રેન્ટ, તાતા મોટર અને એસબીઆઈ

What to do now in the stock market amid profit-taking?

After two days of bullishness, there was profit-taking in the stock market today. Stock prices fell amid two-way fluctuations. Except for the auto sector, stocks in all sectors fell due to selling. The Mumbai Stock Exchange’s Sensex fell 46 points to close at 80,242. The NSE’s Nifty index fell 1.75 points to close at 24,334. The Bank Nifty fell 304 points to close at 55,087. What to do now in the fall in the stock market? Watch the video…

Related Posts

Leave a Comment