અમદાવાદ– શેરબજારમાં (Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે બે તરફી સાંકડી વધઘટ વચ્ચે સુધારો રહ્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ કેવી હશે, (India US Trade Deal) જે જાહેરાત અગાઉ શેરબજારમાં (Share Market India) સાવચેતીનો મૂડ હતો. લેવાલી અને વેચવાલી બન્ને તરફી કામકાજ રહ્યા હતા. મુંબઈ શેરબબજારનો સેન્સેક્સ (BSE Sensex) 9 પોઈન્ટ વધી 83,442 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 0.30 સુધરી 25,461 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 82 પોઈન્ટ ઘટી 56,949 બંધ હતી. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કેવી હશે? ભારત તરફી હશે કે પછી અમેરિકા તરફી? જેનાથી શેરબજારમાં તેજી થશે કે મંદી? અને ટેકનિકલ લેવલથી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? તમામ સવાલના જવાબ માટે
જૂઓ વીડિયો….
આજે સોમવારે બેંક, ફાયનાન્સિયલ સર્વિસીઝ, ઓટો, આઈટી, ડીફેન્સ અને મેટલ શેરોના ભાવ ઘટ્યા હતા, તેની સામે એફએમસીજી, ઓઈલ, ગેસ અને રીયલ્ટી શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી. મીડકેપ ઈન્ડેક્સ 162 પોઈન્ટ ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 179 પોઈન્ટ ઘટ્યો હતો.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1154 શેરના ભાવ વધ્યા હતા અને 1795 શેરના ભાવ ઘટ્યા હતા.
61 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 38 શેર બાવન વીક લો પર બંધ હતા.
118 શેરમાં અપર સર્કિટ અને 74 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ હિન્દુસ્તાન યુનીલીવર, તાતા કન્ઝ્યુમર, નેસ્લે, આઈસર મોટર અને જિઓ ફાયનાન્સિયલ
ટોપ લુઝર્સઃ બીઈએલ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, અલ્ટ્રાટેક સીમેન્ટ અને એચસીએલ ટેકનો
Top Trending News
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા, જાણો કયા કેટલો વરસાદ આવ્યો?
India-US Trade Deal: Will the stock market rise or fall?
The stock market was improving on the first day of the week amid narrow fluctuations in both directions. How will the trade deal between India and America be, before the announcement, there was a cautious mood in the stock market. Both buying and selling were in action. The Mumbai Stock Exchange’s Sensex rose 9 points to close at 83,442. The NSE Nifty index improved 0.30 to close at 25,461. The Bank Nifty fell 82 points to close at 56,949. How will the trade deal between India and America be? Will it be pro-India or pro-America? Will it lead to a rise or fall in the stock market? And what will be the market trend from a technical level? Watch the video to answer all the questions….