અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) બીજા દિવસે મજબૂતી આવી હતી. શરૂઆતમાં શેરોના ભાવ નીચા મથાળે ખૂલ્યા હતા. પણ નીચા મથાળે નવી ખરીદી આવતાં બજારમાં તેજી આગળ વધી હતી. પીએસયુ બેંક, ઓટોમોબાઈલ, આઈટી, રીયલ્ટી, એફએમસીજી સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી, તેની સામે મેટલ, ફાર્મા અને પીએસઈ સેક્ટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ આવી હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 63 પોઈન્ટ વધી 82,634 બંધ હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty Index) 16 પોઈન્ટ વધી 25,212 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 216 પોઈન્ટ વધી 57,168 બંધ થયો હતો. ટ્રેડ ડીલ (US India Trade Deal) બાબતે ટ્રમ્પે શું સંકેત આપ્યો છે? સ્મોલકેપ અને મીડકેપ (Smallcap Midacap) શેરોમાં તેજી થઈ છે, તો હવે શું કરશો?
જૂઓ વીડિયો….
આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1660 શેરના ભાવ વધ્યા હતા અને 1269 શેરના ભાવ ઘટ્યા હતા.
78 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 22 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
96 શેરમાં અપર સર્કિટ અને 60 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે અને એસબીઆઈ
ટોપ લુઝર્સઃ શ્રી રામ ફાયનાન્સ, ઈટરનલ, સન ફાર્મા, સિપ્લા અને તાતા સ્ટીલ
Top Trending News
Stock market strengthened on the second day, what will you do now?
The stock market strengthened on the second day. Initially, the stock prices opened at a low level. But the market continued to rally as new buying came at a low level. There was new buying in stocks of PSU banks, automobiles, IT, realty, FMCG sectors, on the other hand, there was weakness in stocks of metal, pharma and PSE sectors due to selling. The Mumbai Stock Exchange’s Sensex closed 63 points higher at 82,634. NSE Nifty closed 16 points higher at 25,212. Bank Nifty closed 216 points higher at 57,168. What has Trump indicated regarding the trade deal? Smallcap and midcap stocks have risen, so what will you do now? Watch the video….