સોના ચાંદીનો ભાવ હજી કેટલો વધશે?

by Investing A2Z

અમદાવાદ- સોનાચાંદી બજારમાં (Gold Silver Market) વીતેલા સપ્તાહે તેજીની આગેકૂચ રહી હતી. સોનાના ભાવ (Gold Rate Today) વધુ ઉછળ્યા હતા. ચાંદીનો ભાવ (Silver Rate Today) મોટાભાગે સ્થિર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ (Gold Price) વધુ ઝડપથી ઉછળીને 3450 ડૉલરની અતિમહત્વની સપાટી કૂદાવી ગયું હતું અને સિલ્વર (Silver Price) 36 ડૉલર આજુબાજુ સ્થિર હતી.

શું સોનાના ભાવ વધુ વધશે કે પછી અહીંયા ટોપ બનાવીને ઘટશે? શું બુલ ઓપરેટરો ગોલ્ડમાં 3450 ડૉલરના ભાવની આસપાસ નફો બુક કરશે? ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં કટ કરશે કે નહી? ફેડ રેટ કટ કરે તો તેની સોનાચાંદી બજાર પર શુ અસર થશે? હજી સોનું કેટલું ઉપર જઈ શકે છે? આ તમામ સવાલના જવાબ અંગે આજે આપણે ચર્ચા કરીશું.

Pls Wacth the Video

સૌપ્રથમ વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવની (Gold Silver Prices) વધઘટ પર નજર કરીએ.

અમદાવાદ સોનાચાંદી બજારમાં (Bullion Market) 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 3800 ઉછળી ભાવ 1,03,000 રહ્યો હતો અને ચાંદીનો ભાવ એક કિલોએ રૂપિયા એક હજાર વધી 1,05,000 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર વીતેલા સપ્તાહે 3313 ડૉલરની લો બનાવીને અને ત્યાંથી ઉછળી 3468 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 3452 ડૉલર બંધ રહ્યો છે. અંદાજે 100 ડૉલરનો ઉછાળો આવ્યો છે.

સિલ્વર જુલાઈ ફ્યુચર વીતેલા સપ્તાહે 36.04 ડૉલર અને 37.03 ડૉલરની રેન્જમાં અથડાઈને સપ્તાહને અંતે 36.35 ડૉલર બંધ રહ્યો હતો.

સ્પોટ ગોલ્ડ સપ્તાહને અંતે 3432 ડૉલર અને સ્પોટ સિલ્વર 36.31 ડૉલર બંધ રહ્યા હતા.

ગત સપ્તાહે અમેરિકાની રોજગારીના આંકડા પ્રોત્સાહક આવ્યા હતા, જે પછી ચર્ચા હતી કે અમેરિકાની ઈકોનોમીમાં મંદી આવી છે, તેવી કોઈ વાત આર્થિક આંકડામાં દેખાતી નથી. જેને કારણે સોનામાં વેચવાલી આવી હતી અને સોનાના ભાવ ઘટ્યા હતા. સપ્તાહની શરૂઆત થઈ ત્યારે સોનાના ભાવ વધુ ઘટ્યા હતા. અને તેની સામે ચાંદીના ભાવ સ્ટ્રોંગ જ રહ્યા હતા. અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ ઉછાળો આવ્યો હતો.

પરંતુ એકાએક ઈઝરાયલે ઈરાન પર હવાઈ હૂમલો કર્યો હતો. ઈઝરાયલે ઈરાની ન્યૂક્લિયર સાઈટ્સ છે, તેના પર હૂમલા કરીને નુકસાન પહોંચાડ્યું હતું. ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પરના વૈજ્ઞાનિકો અને કમાન્ડર સહિત 78 લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતા. તેની સાથે હવે ઈરાન પણ ઈઝરાયલ પર જવાબી કાર્યવાહી કરશે. જે સમાચાર આવતાની સાથે ઓઈલ બજારમાં ક્રૂડના ભાવમાં ભડકો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 8 ટકા જેટલો ઉછળી 77 ડૉલર થયો હતો અને બ્રેન્ટ 8 ટકા ઉછળીને 78 ડૉલર થયો હતો.

આમ હવે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના સમાચારથી અને ક્રૂડના ભાવના ઉછાળાને પગલે ગોલ્ડમાં નવેસરથી જોરદાર લેવાલી નીકળી હતી. બેર ઓપરટરોએ શોર્ટ કાપ્યું હતું અને ગોલ્ડનો ભાવ ઝડપથી ઉછળીને 3450 ડૉલરની અતિમહત્વની સપાટી કૂદાવી ગયો હતો. ગોલ્ડ ઉછળતા સિલ્વર રેન્જબાઉન્ડ થઈ ગઈ હતી.

ઈરાને શુક્રવાર રાત્રે ઈઝરાયલ પર 100 મિસાઈલથી હૂમલો કર્યો હતો અને ઈઝરાયલમાં આખી રાત સાયરન વાગતી રહી હતી. આ સ્થિતિ વચ્ચે હવે મધ્યપૂર્વમાં યુદ્ધની શરૂઆત થઈ ચુકી છે. આથી શુક્રવાર મોડીરાતે અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ 769 પોઈન્ટ તૂટ્યો હતો અને નેસ્ડેકમાં 255 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

હવે આવા કપરા સમયમાં એટલે કે યુદ્ધની સ્થિત અને ક્રૂડના ભાવ ઉછળ્યા તો તેની સામે હેજ કરવા માટે ગોલ્ડ જ એક માત્ર વિકલ્પ છે, જેથી ગોલ્ડમાં ભારે લેવાલી આવી હતી. સીધી વાત છે કે ક્રૂડના ભાવ જ્યારે જ્યારે વધે ત્યારે મોંઘવારી વધે છે એટલે કે ફુગાવો વધે છે. જો ફુગાવો વધે તો હેજ કરવા માટે ગોલ્ડમાં જ નવી ખરીદી આવે છે.

આગામી સપ્તાહે ઈરાન જો ટેબલ પર આવે અને પરમાણું સમજૂતિ કરાર કરવા રાજી થાય તો ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંબધો સુધરે અને પ્રતિબંધો હટાવી શકે છે. પણ આ બધુ જો અને તો પર છે.

બીજી તરફ ટ્રમ્પ ટેરિફનો મામલો છે. ચીન સાથે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો થઈ છે અને તેના પોઝિટિવ પરિણામ મળ્યા છે. આગામી જુલાઈ મહિનાની 9 તારીખે ટેરિફની 90 દિવસની સમયમર્યાદા પુરી થાય છે. હજી ભારત સાથે ટ્રેડ ડીલ અંગે ચર્ચા થઈ છે, પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. હવે પછીનો સમય ટ્રમ્પ ટેરિફ માટે વિવિધ દેશો સાથે ટ્રેડ ડીલ પરનો રહેશે. હજી આ સૌથી મોટુ ફેકટર તો ઉભું જ છે.

વીતેલા સપ્તાહે જોઈએ તો ગોલ્ડમાં 3.7 ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે યુએસ ડોલર એક ટકા ઘટ્યો હતો, એટલે કે ડૉલર ત્રણ વર્ષમાં તેના સૌથી નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. યુએસ બોન્ડ યીલ્ડ પણ એપ્રિલ પહેલા 3.98 ટકા હતું તે હાલમાં સતત વધીને 4.42 ટકા સ્તરે આવી ગયું છે.

કેટલાક આર્થિક નિષ્ણાતોનો મત એવો છે કે અમેરિકામાં ઈકોનોમીની સ્થિતિ નબળી થઈ રહી છે. તે સોના માટે પોઝિટિવ છે. ડૉલર થોડો નબળો રહ્યો છે તે સોના માટે પોઝિટિવ છે. આથી જ ઉત્તર અમેરિકાના રોકાણકારો સોનામાં સતત બાયર રહ્યા છે.

હવે વાત કરીએ આગામી સપ્તાહની….

આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વની બેઠક મળનાર છે. જેમાં ફેટ રેટ કટ આવે છે કે નહી, તેના પર વિશ્વના બજારોની નજર છે. તેમજ ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલ ફેટ રેટ કટ ન કરે પણ આગામી મહિને રેટ કટ કરીશું એવું કહીને પણ આશ્વાસન આપી શકે છે. ટ્રમ્પનું દબાણ છે કે ફેડ રેટ કટ કરે, પણ અમેરિકાની ઈકોનોમીની સ્થિતિ જોઈને ફેડરલ રીઝર્વ નિર્ણય લેશે.

આગામી સપ્તાહે એફઓએમસી, બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનની પણ બેઠક મળનાર છે.

આગામી સપ્તાહના ગુરુવારે જૂનટીન્થને કારણે બજારો બંધ રહેનાર છે.

આગામી સપ્તાહે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે અને ક્રૂડના ભાવ વધુ વધશે તો અમેરિકા સહિત ગ્લોબલ સ્ટોક માર્કેટ વધુ તૂટશે અને ગોલ્ડ સિલ્વરના ભાવ વધુ ઊંચકાશે. ક્રૂડ ઓઈલના ભાવ વધે ત્યારે તમામ દેશોના આયાત ખર્ચમાં જબજસ્ત વધારો થાય છે, અને તેની ઈકોનોમી પર નેગેટિવ અસર પડે છે.

બીજી તરફ એવી પણ સંભાવના છે કે ઈરાન પરમાણુ સમજૂતિ કરવા માટે ટેબલ પર આવે તો સ્થિતિમાં સુધારો આવી શકે છે. પણ હાલ તો આવી સ્થિતિ સર્જાય તેવી શકયતા નહીવત છે.

Top Most News

ઈરાને ઈઝરાયલ પર 100 વધુ મિસાઈલોથી કર્યો હૂમલો, જાણો રાત્રે શું થયું?

આગામી સપ્તાહે સોનાચાંદીમાં ઊંચા ભાવે પણ નવી ખરીદી ચાલુ રહેશે. અને ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવવાની સંભાવના છે. ગોલ્ડ એપ્રિલ મહિનાના 3509ના તેના ઑલ ટાઈમ હાઈ ભાવથી હાલ નીચે છે. જેથી કદાચ ગોલ્ડનો ભાવ 3509 ડૉલરની હાઈને ટચ કરી પણ શકે છે અને ડબલ ટોપ થઈ શકે છે.

ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 3300 ડોલરનું મજબૂત સપોર્ટ લેવલ બન્યું છે. ત્યારે ટૂંકાગાળા માટે 3405 ડૉલર એ સપોર્ટ લેવલ રહેશે. અને ઉપરમાં 3465 ડૉલર કૂદાવશે તો નવી તેજી જોવા મળી શકે છે અને નવો હાઈ પણ બતાવશે. સોના પાછળ ચાંદીના ભાવમાં સુધારો આવશે. જો કે સોના કરતાં ચાંદી ખૂબ નીચા ભાવે મળી રહી છે, આમ કહેવાનો અર્થ એ છે કે સોનામાં જેટલી તેજી થઈ તેટલી તેજી ચાંદીમાં થઈ નથી.

ભારતીય કરન્સીમાં જોઈએ તો ડૉલર સામે રૂપિયો તૂટ્યો છે. એટલે સોનાનો ભાવ વધુ વધી શકે છે. ભારતમાં સોનાનો ભાવ વધુ વધીને 1,05,000 સુધી જઈ શકે છે, અને નીચામાં 98,000નું લેવલ રહેશે. તેવી જ રીતે ચાંદીનો ભાવ વધીને 1,07,000 અને 1,03000ની રેન્જમાં રહેશે.

Related Posts

Leave a Comment