અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં (Gold Silver Market) ઐતિહાસિક તેજી આગળ વધી હતી. ગોલ્ડનો ભાવ 3500 ડૉલરની સપાટી કૂદાવીને 3534 ડૉલરની લાઈફ ટાઈમ હાઈ નવો ભાવ બતાવ્યો હતો. (Gold Rate Today) ભારતીય કરન્સીમાં પણ સોનાનો ભાવ ઉછળીને 1,04,000નો નવો ઊંચો ભાવ જોવા મળ્યો હતો. (Gold Prices Today) તેની સાથે ચાંદીનો ભાવ વધુ ઉછળીને 1,15,000 નવો ઊંચો ભાવ રહ્યો હતો. (Silver Rate Today) સોના ચાંદીમાં ઐતિહાસિક તેજી થવાનું કારણ શું? આગામી સપ્તાહે સોના ચાંદીમાં તેજી આગળ વધશે ખરી? સોનાચાંદીની તેજી કયા અટકશે? ટ્રમ્પના ટેરિફનો (Trump Tariff War) ડર સોના ચાંદી બજારને ડરાવી રહ્યો છે? આ તમામ સવાલના જવાબ માટે
જૂઓ વીડિયો….
સૌથી પહેલા વીતેલા સપ્તાહે સોનાચાંદીના ભાવમાં આવેલ વધઘટ પર નજર કરીએ…
અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 1500 રૂપિયા વધી 1,04,000 રહ્યો હતો. ચાંદીનો ભાવ 3000 વધી રૂપિયા 1,15,000 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફયુચર સપ્તાહની શરૂઆતે ઘટી 3397 ડૉલર થઈ અને ત્યાંથી એકતરફી વધી 3534 ડૉલર લાઈફ ટાઈમ હાઈનો નવો ભાવ બતાવ્યો હતો અને સપ્તાહને અંતે 3491 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 92 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટીને 36.76 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી વધી 38.87 ડૉલર થઈ સપ્તાહને અંતે 38.54 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 1.56 ડૉલરની મજબૂતી દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટીને 3345 ડૉલર થઈ અને ત્યાંથી વધી 3408 ડૉલર થઈ, સપ્તાહને અંતે 3398 ડૉલર બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન સ્પોટ ગોલ્ડમાં 36 ડૉલરનો ઉછાળો નોંધાયો હતો.
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 36.66 ડૉલર થઈ અને ત્યાંથી ઉછળી 38.52 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 38.35 ડૉલર બંધ થયો હતો.
વીતેલા સપ્તાહે છ દિવસની ટ્રેડિંગ સેશનમાંથી પાંચ ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડમાં તેજી થઈ છે. અને પાંચેય ટ્રેડિંગ સેશનમાં હેવી ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું છે. એટલે એમ કહી શકાય કે તેજી બજારે બધા જ બાયર થઈ ગયા છે અને ગોલ્ડમાં બુલ ઓપરેટરો વધુ મજબૂત બન્યા છે. બીજુ નોંધનીય બાબત એ છે કે સ્પોટ ગોલ્ડ કરતાં ગોલ્ડ ફ્યુચરમાં 93 ડૉલરનો ડિફરન્સ હતો એટલે કે 93 ડૉલરનું પ્રિમિયમ બોલાતું હતું. બુલ ઓપરેટરોની ભારે લેવાલીથી જ ગોલ્ડ ફ્યુચરનો ભાવ 93 ડૉલર ઊંચો હતો.
સોનામાં તેજી આવવાના કારણો
(1) અમેરિકાએ સ્વિટ્ઝર્લેન્ડથી આવતાં સોનાના બાર પર આયાત ટેરિફ લાદી હોવાના સામાચાર ફેલાયા હતા, યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના 31 જુલાઈના પત્ર અનુસાર 1 કિલોગ્રામ અને 100 ઔંસના સોનાના ભારને કસ્ટમ કોડ હેઠળ વર્ગીકૃત કરવામાં આવશે. જે તેમને મોંઘા ટેરિફને આધીન કરે છે. કારણ કે સ્વિટ્ઝર્લેન્ડના તાજેતરમાં જાહેર કરાયેલ 39 ટકા ટેરિફ દર ટ્રમ્પ દ્વારા લાદવામાં આવ્યો છે, જે સૌથી ઊંચો દર છે. આ સમાચાર પાછળ વૈશ્વિક ગોલ્ડમાં જોરદાર લેવાલી આવી હતી અને સોનાનો ભાવ 3500 ડૉલરની સપાટી કૂદાવીને 3534 ડૉલરની નવી હાઈ પર પહોંચી ગયો હતો.
(2) બીજા દિવસે અમેરિકાના વ્હાઈટ હાઉસે સ્વિટ્ઝર્લેન્ડથી સોનાના બાર પર આયાત ટેરિફ લાદવાના ચોંકાવનારા અહેવાલોને નકારી કાઢ્યા હતા. માહિતી તદન ખોટી હોવાનું કહ્યું હતું. જે પછી બુલિયન બજારોએ રાહતનો શ્વાસ લીધો હતો. ટ્રમ્પ વહીવટી તંત્રના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ એક નીતિ જાહેર કરશે તેમાં સ્પષ્ટતા કરાશે કે સોનાના બારની આયાત પર ટેરિફ લાગુ થશે નહી. જે પછી ગોલ્ડનો ભાવ ઊંચા મથાળેથી પાછો પડ્યો હતો. તેમ છતાં સાપ્તાહિક દષ્ટ્રિએ ગોલ્ડના ભાવ ઊંચા રહ્યા હતા.
(3) બીજી તરફ વૈશ્વિક બજારોમાં ટ્રમ્પ ટેરિફનો ભારે ડર છે. ટ્રમ્પ મનફાવે તેમ ટેરિફ લાદી રહ્યા છે. ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યા પછી રશિયા પાસેથી ભારત ક્રૂડ ખરીદી રહ્યું છે, જેથી વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો. આમ કુલ 50 ટકાનો ટેરિફ લાદી દીધો છે. આવી રીતે ટ્રમ્પના ટેરિફનું વોર શરૂ થયું છે. અને આ ટેરિફ વોરથી અમેરિકાના દુનિયાના બીજા દેશો સાથે સંબધોમાં તિરાડ પડશે. બીજા દેશો અમેરિકા સાથે વેપાર કરવાને બદલે અન્ય દેશો તરફ નજર દોડાવશે. આનાથી અમેરિકાને ખૂબ મોટુ નુકસાન થવાની ભીતિ છે. આથી લાંબાગાળા માટે ગોલ્ડમાં નવી લેવાલી આવી હતી.
(4) ટ્રમ્પના ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં આગામી સમયમાં મોંઘવારી માઝા મુકશે. કારણે ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં જે ચીજવસ્તુઓની આયાત થશે તે ખૂબ ઊંચા ભાવે થશે. અને અમેરિકામાં તમામ ચીજવસ્તુઓ મોંધા ભાવે વેચાશે. જેને કારણે અમેરિકામાં ફુગાવો વધશે. ફુગાવો વધશે તો અમેરિકન નાગરિકોના ખિસ્સા પર ભાર પડવાનો છે. આમ અમેરિકાની આયાત નિકાસનું બેલેન્સ ખોરવાઈ જશે. જેથી માઠી અસર અમેરિકન ઈકોનોમી પર પડશે. આમ ગોલ્ડ અને સિલ્વરમાં નવી લેવાલી ચાલુ રહી હતી.
આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે પણ ગોલ્ડ સિલ્વરમાં તેજીની આગેકૂચ રહેશે. કારણે કે આગામી સપ્તાહે યુએસ સીપીઆઈ ડેટા જાહેર થશે. જેમાં કોર ફુગાવો જૂનમાં 0.2 ટકાથી 0.3 ટકા વધીને આવવાની ધારણા છે. તેમજ યુએસ જોબલેસ ક્લેઈમ ડેટા જાહેર થવાનો છે, જેમાં બરોજગારી દર વધીને આવવાની સંભાવના મુકાઈ રહી છે. ગત સપ્તાહે પણ જોબલેસ ડેટા નિરુત્સાહી આવ્યો હતો. જેણે ગોલ્ડ અને સિલ્વરની તેજીને વેગ આપ્યો હતો. હવે આગામી સપ્તાહે સીપીઆઈ ડેટા, પીપીઆઈ ડેટા અને જોબલેસ ક્લેઈમ ડેટા પર નજર રાખવી રહી. ટ્રમ્પ ટેરિફના ભયનો માહોલ છે. જેથી દરરોજ ટ્રમ્પના ચોંકાવનારા સ્ટેટ્મેન્ટથી બજારમાં ભારે અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. જે ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદી કાઢવા પ્રેરે છે અને નવી તેજી આગળ વધશે. ટ્રમ્પ ટેરિફ અને ટ્રેડ વોરને કારણે ગોલ્ડ સિલ્વરની તેજી હાલ અટકે તેમ નથી.
ટેકનિકલી ગોલ્ડમાં 3400 ડૉલરનું અતિમહત્વનું સપોર્ટ લેવલ બની ગયું છે. હવે 3450 ડૉલર ઉપરના લેવલ પર ટ્રેડ કરશે. અને ઉપરમાં હજી નવા શિખર બનાવે તો નવાઈ નહી. જો કે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ આવી શકે છે. જેથી ટેકનિકલ લેવલ ખૂબ મહત્વના બની રહેશે. 3450 ડૉલર તૂટે તો જ ગોલ્ડમાં વેચવું, અન્યથા 3450 ડૉલરના લેવલથી દરેક ઘટાડે ખરીદી કરી શકાય.
તેવી જ રીતે સિલ્વર પણ 37 ડૉલરના સપોર્ટ લેવલથી લેણ જાળવી શકાય અને દરેક ઘટાડે ખરીદી કરી શકાય. ઉપરમાં 38.90 કૂદાવે તો નવો ઊંચો ભાવ બતાવશે.
આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ
મંગળવાર- રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાની વ્યાજ દર અંગે બેઠક, યુએસનો જુલાઈ મહિનાનો સીપીઆઈ ડેટા જાહેર થશે
બુધવારે- ફેડ ફેડના બાર્કિન, બોસ્ટિક અને ગુલ્સબીની સ્પીચ છે
ગુરુવારે- યુએસના જુલાઈ મહિનાના પીપીઆઈ ડેટા અને યુએસ જોબલેસ ક્લેઈમ ડેટા
શુક્રવાર- યુએસ જુલાઈના રીટેઈલ સેલ્સ ડેટા, ન્યૂ યોર્ક એમ્પાયર સ્ટેટ મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ, મિશિગન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા