સોનાચાંદી બજારમાં વીતેલા સપ્તાહે બે તરફી ભારે વધઘટ રહી હતી. ભાવ ઊંચકાયા પણ તેટલા જ ઝડપથી તૂટ્યા હતા. આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વની બેઠક મળનાર છે, જેમાં ફેડ રેટ કટ આવશે કે નહી આવે તેના અસમંજસ વચ્ચે લેવાલી પણ આવી અને ઊંચા મથાળે ભારે વેચવાલી પણ આવી હતી. હવે આગામી સપ્તાહે શું ફેડ રેટ કટ આવશે? ( optimism of a Fed rate cut..! )અને ફેડ રેટ કટ આવે તો ગોલ્ડ સિલ્વર માર્કેટ પર શું અસર પડશે? અને ધારો કે ફેડ રેટ કટ ન આવે તો ગોલ્ડ સિલ્વર માકેટ પર શું અસર થશે? ( Gold and silver prices will rise next week ) સપ્તાહને અંતે ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા છે, તો આગામી સપ્તાહે ઘટાડો વધુ આગળ વધશે? આ તમામ સવાલના જવાબ આપણે વીડિયોમાં મેળવીશું. જૂઓ વીડિયો…
સૌપ્રથમ અમદાવાદ સોનાચાંદી બજારના ભાવ પર નજર કરીએ. સપ્તાહ દરમિયાન 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 80,700ની હાઈથી ઘટી સપ્તાહને અંતે 79,000નો ભાવ રહ્યો હતો. હૉલમાર્ક દાગીનાનો ભાવ 77,420 બોલાયો હતો. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 93,500ની હાઈ બનાવી ત્યાંથી તૂટી રૂ.89,500 રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન એક કિલોએ 1500નો ઘટાડો દર્શાવે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો 2659 ડૉલરથી શરૂ થઈ શરૂમાં ઘટી 2649 ડૉલર થઈ ત્યાંથી ઝડપી ઉછળી 2761 ડૉલર થઈ સપ્તાહને અંતે ભાવ તૂટી 2675 ડૉલર બંધ થયો હતો. આમ સપ્તાહ દરમિયાન ગોલ્ડમાં 112 ડૉલરની ભારે વધઘટ નોંધાઈ હતી.
તેવી જ રીતે સિલ્વર માર્ચ ફ્યુચર 31.58 ડૉલરથી શરૂ થઈ શરૂમાં વધી 33.33 ડૉલર થઈ ત્યાંથી ઝડપી તૂટી 30.75 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 31.02 ડૉલર બંધ થયો હતો. સિલ્વરમાં પણ ભારે વધઘટ થઈ હતી.
વૈશ્વિક સ્પોટ ગોલ્ડ 2632 ડૉલરની સામે વધી 2726 ડૉલર થઈ અને ત્યાંથી તૂટી 2627 ડૉલર થઈ ને સપ્તાહને અંતે 2648 ડૉલર બંધ થયો હતો. સપ્તાહને અંતે એક જ ટ્રેડિંગ સેશનમાં 32 ડૉલરનું ગાબડું પડ્યું હતું.
સ્પોટ સિલ્વર 30.97 ડૉલરની સામે વધી 32.28 ડૉલર થઈ ઝડપી તૂટી 30.27 ડૉલર થઈ સપ્તાહને અંતે 30.56 ડૉલર બંધ રહ્યો હતો.
સોનાચાંદીમાં સપ્તાહની શરૂઆતે નવી ખરીદી આવી હતી. અને સોનાચાંદીના ભાવ વધ્યા હતા. ટેકનિકલી જોઈએ તો ગોલ્ડ અને સિલ્વર લાંબાગાળા માટે તેજી તરફી ટ્રેન્ડ છે, પીપલ્સ બેંક ઓફ ચાઈના ફરીથી ગોલ્ડ ખરીદી કરી રહ્યું છે, તેના અહેવાલો મળતા હતા. જેથી ગોલ્ડ અને સિલ્વર સપ્તાહની શરૂઆતે નવી લેવાલી આવી હતી અને ભાવ ઊંચકાયા હતા. પણ ડૉલર મજબૂત થયો અને આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વની બેઠક મળશે. તેમાં ફેડ રેટ કટ નહી આવે તેવી અપેક્ષા વચ્ચે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે ભારે વેચવાલી ફરી વળી હતી, તેમજ યુએસ પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ ધારણા કરતાં થોડો વધુ આવ્યો હતો. જે પછી જ ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી. બીજી તરફ સેન્ટ્રલ બેંક દ્વારા 25 બેસીસ પોઈન્ટનો કટ આવે તેવી શક્યતા છે. તેમજ યુએસ ફુગાવો સ્થિર રહ્યા હતો. ફેડરલ રીઝર્વ દ્વારા વર્ષ 2024ના વર્ષમાં 75 બેસીસ પોઈન્ટનો રેટ કટ કર્યો છે. હવે ડિસેમ્બરના આ સપ્તાહમાં ફેડ રેટ કટ આવે છે કે નહી તેના પર વિશ્વની નજર મંડાયેલી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે. તે પછી ટ્રમ્પની નીતિ અનુસાર લાંબાગાળે વ્યાજના દર ઊંચા રહેવાની અથવા સ્થિર રહેવાની અપેક્ષા છે.
ફેડ ઉપરાંત જાપાન અને ઈંગ્લેડની સેન્ટ્રલ બેંકના વ્યાજનો નિર્ણય આવતા સપ્તાહે થશે. બિટકોઈનનો પ્રાઈઝ 1,00,000ની સ્પર્શી ગયો હતો. બજારના એનાલીસ્ટોના કહેવા પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરમાં પ્રોફિટ બુકિંગ કરીને બિટકોઈન તરફી લીક્વિડીટી જઈ રહી છે. નવા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ બિટકોઈનના સમર્થક છે. આથી ગોલ્ડ અને સિલ્વરમાં દરેક ઊંચા મથાળે પ્રોફટ બુકિંગ આવી રહ્યું છે.
નવા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ભારત અને ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ટેરિફ લાદશે. જેને કારણે કોમોડિટી માર્કેટ પર તેની વિપરીત અસર પડી શકે છે.
હવે જોઈએ કે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ કેવું રહેશે. ગોલ્ડમાં 2650 ડૉલરના સપોર્ટ લેવલ રાખીને દરેક ઘટાડે ખરીદી કરવી જોઈએ. અને સિલ્વરમાં પણ 30 ડૉલરનો સપોર્ટ રાખીને દરેક ઘટાડે ખરીદી કરવી. ફેડરલ રીઝર્વ જો 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તો ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદી નીકળવાની શકયતા છે. અને ધારો કે ફેટ રેટ કટ ન આવે તો ગોલ્ડ અને સિલ્વરમાં વેચવાલી આવવાની શક્યતા છે. જ્યારે જ્યારે વ્યાજ દર ઘટે ત્યારે ગોલ્ડ અને સિલ્વર એ આકર્ષણનું કેન્દ્ર બને છે. તે મુજબ ગોલ્ડ અને સિલ્વરમાં દરેક ઘટાડે નવી ખરીદી કરવી જ જોઈએ. જ્યારે ઘટાડો આવે ત્યારે ખરીદીની તક મળી છે, તેમ સમજીને સૌથી સલામત રોકાણ કરવું જોઈએ. નવા વર્ષ 2025માં ગોલ્ડ 3000 ડૉલરને સ્પર્શી જશે તેવી આગાહી કેટલા ગોલ્ડના એનાલીસ્ટો કરી રહ્યા છે.