અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે બીજા દિવસે બે તરફી સાંકડી વધઘટ જોવા મળી હતી. અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલની (India US Trade Deal) રાહ જોવાઈ રહી છે. આ સંજોગોમાં માર્કેટમાં ખૂબ જ સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. તેમ છતાં ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં નવી લેવાલી સાથે શોર્ટ કવરિંગ આવતાં ઝડપી સુધારો આવ્યો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 270 પોઈન્ટ વધીને 83,712 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 61 પોઈન્ટ વધી 25,522 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 307 પોઈન્ટ વધી 57,256 બંધ હતો. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની જાહેરાત કયારે થશે? તેની શેરબજાર (Share Market India) પર શું અસર પડશે? અને ટેકનિકલી માર્કેટ કેવું રહેશે?
જૂઓ વીડિયો….
આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1352 શેરના ભાવ વધ્યા હતા અને 1564 શેરના ભાવ ઘટ્યા હતા.
56 શેર બાવન વીક હાઈ પર હતા અને 40 શેર બાવન વીક લો પર બંધ હતા.
86 શેરમાં અપર સર્કિટ અને 62 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ કોટક બેંક, ઈટરનલ, એશિયન પેઈન્ટ, એનટીપીસી અને ગ્રાસિમ
ટોપ લુઝર્સઃ ટાઈટન, ડૉ. રેડ્ડી લેબ, બજાજ ઓટો, સિપ્લા અને ટ્રેન્ડ
India-US trade deal expected to boost stock market
The stock market witnessed a narrow two-way movement for the second day on Tuesday. The trade deal between the US and India is awaited. In this situation, there was a very cautious atmosphere in the market. However, in the last hour of the trading session, there was a rapid recovery with new buying and short covering. The Mumbai Stock Exchange Sensex rose 270 points to close at 83,712. The NSE Nifty index rose 61 points to close at 25,522. The Bank Nifty rose 307 points to close at 57,256. When will the trade deal between India and the US be announced? What will be its impact on the stock market? And how will the market be technically? Watch the video….