શેરબજારના સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો, હવે કઈ અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડશે?

by Investing A2Z

અમદાવાદ-  શેરબજારમાં (Stock Market India) આજે બુધવારે તેજીનો દોર રહ્યો હતો. ઈરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની (Iran Israel Ceasfire) સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને છેલ્લા 24 કલાકમાં કોઈ હૂમલાના સમાચાર આવ્યા નથી. જેથી શેરોની જાતે-જાતમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 700 પોઈન્ટ વધી 82,755 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 200 પોઈન્ટ વધી 25,244 બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં (Bank Nifty) 159 પોઈન્ટનો સુધારો આવ્યો હતો. ઈરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી હવે શેરબજારને (Share Market India) કઈ અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડશ? અને ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે? નિફ્ટી 25,200 ઉપર બંધ છે તો આગામી દિવસોમાં તેજી કેટલી આગળ વધશે? (What uncertainties will the stock market face now?)

જૂઓ વીડિયો….

આજે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી આવી હતી. ખાસ કરીને યુબીએસએ એમસીએક્સ(MCX)નો  બુલિશ રીપોર્ટ આપ્યો છે. જેથી એમસીએક્સમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. તેની પાછળ BSE, CDSL અને CAMS માં સારી તેજી જોવા મળી હતી. તેજી સાથે જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે લેવાલીથી મજબૂતી આવી હતી.

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2135 શેરના ભાવ વધ્યા હતા અને 776 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે 52 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 23 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

106 શેરમાં અપર સર્કિટ અને 45 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સઃ ટિટાન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસિમ, ઈન્ફોસીસ ટેકનોલોજી અને જેએસડબલ્યુ સ્ટીલ

ટોપ લુઝર્સઃ બીઈએલ, કોટક બેંક, આઈશર મોટર, ઓએનજીસી અને એક્સિસ બેંક

Top Trending News

ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટનો થશે શુભારંભ

What uncertainties will the stock market face now?

The stock market was on a bullish streak today, Wednesday. The ceasefire between Iran and Israel has been officially announced and there has been no news of any attack in the last 24 hours. Due to which there was a fresh buying of stocks. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 700 points to close at 82,755. Also, the NSE Nifty index rose 200 points to close at 25,244. The Bank Nifty improved by 159 points. After the ceasefire between Iran and Israel, what uncertainties will the stock market face now? And what are the technical levels saying? Nifty is closed above 25,200, so how much will the rally go in the coming days? Watch the video….

Related Posts

Leave a Comment